Tuesday, 19 December 2017

VSSM will always remain grateful to its well-wishers to help ensure girls like Janki and Bhoomi realize their dreams...

Bhoomi and Janki's parents came to drop them for the
first time at our unnati hostel and takes a picture with
Mittal Patel
My daughter-in-law is pride and joy of my family…


Janki and Bhoomi's family members sharing their sentiments
with Mittal Patel
“My daughter-in-law is a very obedient and good natured human being. It is because of her  my daughters (grand-daughters) are studying. Both, my husband’s and my parents died when we were very young. We have endured lot of pain growing up. I have four daughters and one son. My son hasn’t done well in life. It is my daughter-in-law who works hard to support the family. Please educate my girls, my Janki and Bhoomi, very well. They are the ray of hope for my family. We trust you with them and give you freedom to raise them well and scold them if required. We shall never ever come complaining.”


Janki and Bhoomi’s grandmother Vechima had tears in her eyes when she shared her sentiments with us. Vechi Ma is extremely proud of her daughter-in-law Kamlaben. It felt good to hear a mother-in-law appreciate her daughter-in-law so much. Infact, Kamlaben is truly a wonderful lady. She stays and works as cooking help in Deesa. The money earned is spent on sustaining the family. She definitely wishes that her girls study well and grow up to shine their family’s name.

Janki and Bhoomi both aspire to become a doctor. They are moderate in studies but look forward to completing their education. “We do not have enough money to educate both  our daughters. However, VSSM’s Shardaben has been instrumental in bringing these girls to the hostel. “My in-laws wanted to see where our girls are studying that is why I have brought them here.  We are delighted to see them do well.” Kamlaben explained to us as a matter of fact. Naturally, a photo op with such fantastic family had to be mandatory!!

These girls are Rajgour and study with 70 other girls in a leading private school of Ahmedabad almong with 70 other girls. Our well wishing friends, with their continued support have been helping us ensure girls like Janki and Bhoomi realize their dream. We will always remain grateful for this support.

Hopefully, one day these girls will realize their dreams…….

‘મારી વઉ બહુ ડાહી હ. ઈને જ મારુ ઘર રાસ્યુ ન ઈના લીધે જ મારી સોડીઓ ભણહ્. અમે તો અણભણ. જોનકીના દાદા ન નોના મૂચીન ઈમની મા મરી જઈન પાસળ બાપાય જ્યાં. મારાય મા બાપ નોનપણમોં જ મરી જ્યાંતા. ખુબ દુઃખ વેઠ્યું. માર એક સોકરો ન ચાર સોડીઓ. બધાય ન પૈઈણાયા પણ સોકરો આગળ ના નેકળી હક્યો. મારી વઉ મેનત કરીન ઘરનું પુરુ કર. મારી આ બે સોડીઓ(પૌત્રી)ન તમે ખુબ ભણાવજો. અમાર ઘરનો આસરો આ સોકરોં જ હ્. હવ તમન હૂંપી જોનકી અન ભૂમી. તમારી વાત ના મોનઅ તો વઢજો. અમે કોઈ દાડો ફરિયાદ લઈન નઈ આઈએ.’

જાનકી અને ભૂમીના #દાદી વેચીમા આટલું કહેતા કહેતા રડી ગયા. વેચી માને એમની વહુ ને જાનકીની મમ્મી કમળાબહેન પર ખુબ ગર્વ. દીકરા કરતાંય વધુ વાત વહુની એમણે કરી. સાસુ વહુના આટલા વખાણ કરે એ ખુબ ગમ્યુ. જો કે કમળાબહેન વખાણ કરવા પડે એવા જ છે. ડીસામાં રહે ને રસોઈ બનાવાનું કામ કરે ને એમાંથી જે મળે તેમાંથી પોતાનો ગુજારો કરે. બે દીકરીઓ ભણી ગણી કુંટુંબનું નામ રોશન કરે તેવી કમળાબહેનની ઈચ્છા.
જાનકી અને ભૂમીને ડોક્ટર બનવું છે. ભણવામાં કાચી છે પણ મમ્મી, દાદી અને દાદાનું સપનું પુરુ કરવાની હોંશ બંનેની છે. ‘અમારી પાહે આ બેને ભણાવી હકાય એટલા પૈસા નથી. પણ શારદાબહેન(#VSSM ના #કાર્યકર)ના કારણ દીકરીઓને હોસ્ટેલમાં મુકી શક્યા. મારા સાસુ- સસરાને જોવું તુ કે આ બે ક્યાં ભણે છે એટલે એમને લઈને આવી ને બધી વ્યવસ્થા જોઈને એ બહુ રાજી થ્યા.’ એવું #હરખાતા હરખાતા કમળાબહેને કહ્યું. આવા સરસ પરિવાર સાથે ફોટો તો બનતા હૈ....

રાજગોર પરિવારની આ દીકરીઓની સાથે જ બીજી 70 દીકરીઓ અમદાવાદની ખુબ જ જાણીતી એચ.બી.કાપડિયા સ્કુલમાં ભણે. સમાજ ખુબ પ્રેમથી આ દીકરીઓના ભણતરમાં અમને મદદ કરી રહ્યો છે જેના કારણે જ આ કામ શક્ય બને છે. સૌનો આભાર...

દીકરીઓએ જોયેલા સ્વપ્ન પૂર્ણ થાય એવી અભ્યર્થના....

#EducationforNomadicCommunities, #GirlsEducation, #hostelfornomadicgirls, #Mittalpatel, #Nomadic_Girls, #nomadsofgujarat, #nomadsofindia, #RightToEducation, #VSSMforEducation #મિત્તલપટેલ #વિચરતીજાતિ #અમદાવાદ