Monday 23 May 2022

Our Chief Minister Shri Bhupendrabhai Patel performed the opening ceremony of Kakar hostel and gave clear instructions to the officials to make sure that their parents let the children here go to school....

Mittal Patel with Vadi community girls 

The hunger to learn

I distinctly remember that afternoon at a Fulvadi settlement in Kakar. As  I  walked across, my eyes fell upon three children making rotla on a chula.

"Why are you making rotla? Aren't your parents?" I ask them.

"Our parents are out of town for work," one of them responds.

"Do they give you money before leaving?" I inquire out of curiosity.

"Yes, around Rs. 150-200."

"When did they last give you that amount?"

"Around one and half months back."

"How long can such a small amount last?"

"On Saturdays, after our school is over, we set out to beg and spend the entire Sunday begging for food. We consume the collected food throughout the week."

This interaction with seventh-grader Vinu had shaken me to the core.

The Fulvadi families need to migrate for work as the place of their permanent settlement does not provide them with enough opportunities to earn a decent livelihood. Therefore, the children usually accompany their parents. However, only some of the parents and children inclined towards continuing education make such above mentioned arrangements. Moreover, it is not just the distress migration but also the crippling rules set by the community that allow girls to study until 4th grade and boys to learn till 8th grade that hinders the kids' ability to go to school.

After thorough introspection of the entire situation, we decided to build a hostel in the settlement. In the beginning, the  VSSM team was apprehensive; they feared if the community would understand and accept the hostel facility. "It is easy to play the flute; let's make music out of pestle!" I would tell them.

Shri Pravinbhai Shah largely funded the construction of the hostel. Shri Piyushbhai Kothari of Jewelex Foundation and JETCO also joined hands. Apart from this, our other well-wishing friends and donors also contributed towards making Smt. Veerabahen Meghjibhai Shah (Chanderiya) Hostel at Kankar a reality. The hostel can host more than 170 children; fortunately, they will not be required to survive on a meal of rotla+chilli.

"We have never had milk and breakfast in the morning, but we get all of these in the hostel," the children tell us.

On the occasion of the house warming ceremony of the homes built for nomadic communities, our Chief Minister Shri Bhupendrabhai Patel performed the opening ceremony of this hostel.

"I want to study, but my parents won't allow me to study beyond 4th grade. Can you please tell them to allow me to go to school," Bharti tells Shri Bhupendrabhai when he is interacting with the children. On hearing this, Shri Patel gave clear instructions to the officials to make sure that their parents let the children here go to school.

The Chief Minister also gave a patient hearing to Suresh, Shailesh, Kokila and other children present at the occasion.

We are grateful to respected Shri Pradipbhai Parmar, Minister for Social Justice and Empowerment, who, after finishing a program at Dhansura drove for 4.5 hours to attend the event at Kankar. The event was also attended by other ministers,  District Collector Shri Anandbhai Patel and other dignitaries.

The presence of such dignitaries has enthused children towards going to school, hope the parents also show such spirit.

VSSM is grateful to Chief Minister Shri Bhupendrabhai Patel, Shri Pradipbhai and dignitaries for gracing this momentous occasion.

ભણતરની ભૂખ...

કાકરની ફુલવાદી વસાહતમાં બપોરના હું ફરી રહી હતી. એક છાપરાં પાસે મે ત્રણ બાળકોને ચુલા પર રોટલા ઘડતા જોયા. મે એમને પુછ્યું,

તમે કેમ રોટલા બનાવો? તમારા મા - બાપ?

મા- બાપ તો ધંધા અર્થે બહાર ગામ ગયા...

તે એ તમને પૈસા આપીને જાય?

હા દોઢસો - બસો આપીને જાય...

ક્યારે આપીને ગયેલા?

દોઢ મહિનો થયો..તે દોઢ મહિનો દોઢસો બસો રૃપિયાથી તો ન ચાલે..?

અમે શનિવારે સવારની નિશાળ હોય તે નિશાળ છુટે પછી અને રવીવાર આખો ભીખ માંગવા જઈએ.. એ દોઢ દિવસમાં જે ભેગુ થાય એનાથી અઠવાડિયું ચલાવીએ...

વિનુ સાતમાં ધોરણમાં ભણે એણે આ વિગત કહી.. 

સાંભળીને રૃવા઼ડાં ઊભા થઈ ગયા..

ફુલવાદી પરિવારોનો જ્યાં વસવાટ છે ત્યાં કાયમ કામ મળતું નથી માટે મોટેરા સ્થળાંતર કરે. મોટાભાગે બાળકો પણ મા -બાપ સાથે વિચરણ કરે. જે થોડા ઘણાને ભણવાનું મન હોય તે રોકાય ને પોતાની વ્યવસ્થા આ રીતે કરે. 

વળી નાતપંચના નિયમો પણ વિચિત્ર. દીકરીઓ 4 ધોરણથી આગળ ન ભણે ને છોકરાંઓ આઠ ધોરણથી આગળ ન ભણે...સમગ્ર સ્થિતિ સમજી અમે એમની વસાહતમાં છાત્રાલય બનાવાનું નક્કી કર્યું. કાર્યકરોને ડર આ લોકો આપણી વાત સમજશે કે નહીં તેને લઈને લાગ્યો. પણ હું કહું,  વાંસળી તો સહુ વગાડે સાંબેલું વગાડે તે સાચો. બસ કાકર ફુલવાદી વસાહતમાં અમારે સાંબેલું વગાડવાનું...

છાત્રાલય નિર્માણમાં મુખ્ય મદદ કરી. શ્રી પ્રવિણભાઈ શાહે. એમની સાથે જોડાયા જેવેલેક્ષ ફાઉન્ડેશનના શ્રી પિયુષભાઈ કોઠારી અને જેટકો... એ સિવાય પણ નાની મોટી મદદ સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનોએ કરી અને એમની મદદથી કાકરમાં શ્રીમતી વિરાબહેન મેઘજીભાઈ શાહ(ચંદેરિયા) છાત્રાલયનું નિર્માણ થયું.

આ છાત્રાલયમાં 170 થી વધુ બાળકો રહીને ભણી શકશે. હવે કોઈને મરચુ રોટલો ખાવાનો વારો નહીં આવે. આમ તો બાળકો કહે, અમે સવારે દૂધ અને નાસ્તો કોઈ દિવસ કર્યો નહોતો. છાત્રાલયમાં એમને આ બધુ મળે. આ છાત્રાલયનું ઉદ્ધાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાકરમાં બંધાયેલા 90 પરિવારોના ઘરોના ઉદધાટન પ્રસંગે કર્યું. તેમણે બાળકો સાથે વાત કરી જેમાં અમારી ભારતીએ ઊભા થઈને ભુપેન્દ્રભાઈને મારે ભણવું છે પણ મારા મા - બાપ મને ચોથાથી આગળ ભણાવવાની ના પાડે છે તો તમે એમને ક્યો ને કે મને ભણાવે એવું કહ્યું. 

સાંભળીને મુખ્યમંત્રી શ્રીએ તમામ અધિકારીઓને ફુલવાદી વસાહતના વાલીઓ સાથે બાળકોના ભણતર બાબતે વાત કરવા  ખાસ સૂચના  આપી...

સુરેશે, શૈલેશ, કોકીલા સૌએ મુખ્યમંત્રી શ્રી સમક્ષ ખુલીને વાત  કરી ને મુખ્યમંત્રી શ્રીએ સરસ રીતે વાત સાંભળી..

આદરણીય પ્રદિપભાઈ પરમાર મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા પણ આ પ્રસંગે ધનસુરાનો કાર્યક્રમ પતાવી સાડા ચાર કલાકનો પ્રવાસ કરીને ખાસ ઉપસ્થિત રહ્યા. તેમનો આભાર. 

સાથે અન્ય મંત્રી શ્રી કલેક્ટર શ્રી આનંદભાઈ વગેરે પણ હાજર રહ્યા. બાળકોને આ મહાનુભાવોને જોઈને ભણવાનો ઉત્સાહ જાગ્યો છે. બસ વાલીઓમાં પણ ઉત્સાહ જાગે તો ઘણું..આભાર મુખ્યમંત્રી શ્રી, પ્રદિપભાઈ અને  અન્ય સન્માનીય ગણનો.. 

#MittalPatel #vssm



Shri Pradipbhai Parmar gracing this momentous occasion

Mittal Patel with Shri Pradipbhai Parmar and Banskantha
District Collector Shri Anandbhai

Chief Minister Shri Bhupendrabhai Patel with Mittal
Patel attended this momentous occasion

Chief Minister Shri Bhupendrabhai Patel and Shri Pradipbhai
Parmar performed the opening ceremony of this hostel

Vadi community girls

Kakar Hostel

The Chief Minister Shri Bhupendrabhai Patel interacts with
our Vadi community girls 

Our Nomadic girls welcomed Shri Bhupendrabhai Patel
with tikka

Kakr Hostel