Sunday 9 October 2022

The relentless efforts by VSSM have united this community and made them aware of their challenges and rights...

Bajaniya Community meets Mittal Patel at VSSM's office

The immense possibilities for growth and development if the community decides to educate and unite itself.

The Vadhiyari Bajaniya is a timid community that stays away from confrontations. During the initial days of  establishing contacts with the nomadic communities, the leaders of Bajaniya community would tell me, “Ben, can you please bring our community to the administration’s official list of NT-DNT communities?”

Such requests surprised me because there is a vast population of  Bajaniya community in Vadhiyaar. They can make or break an election. Why did they come up with these requests, I had wondered?

It was much later that I learned that the government and administration were clueless about the existence of this community.

The relentless efforts by VSSM have united this community and made them aware of their challenges and rights.

The entire community has a very disappointing attitude towards education. I know of one Sombhai, a  lone teacher from the community; otherwise, there is barely anyone who has finished even primary education. 

The leaders from the community came to see me today with a fascinating request.

“We want to build a hostel for the children of our community. Can you help us with funds to buy the land and construct a hostel?” they requested.

We asked them to form a community association, and only when the association exists will we support them.

In fact, many children from Bajaniya community study at VSSM’s hostel at Mansa. But the community wants a more extensive residential facility to be able to accommodate and provide education opportunities to more children.

We will ensure that our combined efforts help bring the dream of this community to life. 

We appreciate the willingness of the community to unite on the pressing issue of education backwardness amidst their community. 

એક સમાજ જ્યારે શિક્ષીત અને સંગઠીત થવાનું નક્કી કરે ત્યારે તેની પ્રગતિ થવાનું નક્કી થઈ જાય. વાત છે વઢિયારી બજાણિયાની બહુ ગભરુ લોકો. કોઈની સાથે માથાકૂટમાં ન પડે.એક વખતો હતો જ્યારે હું તેમના આગેવાનો સાથે એમના વિસ્તારમાં ફરી રહી હતી. તે વેળા એ લોકોના મોંઢે એક વાત વારંવાર સંભળાતી,'બેન અમાર બજોણિયાનું તમે એક ફેરા નામ બારુ પાડી દ્યો..'

આ સાંભળી નવાઈ લાગતી. વારંવાર નામ બાર પાડવાની વાત આ લોકો કેમ કરે. વઢિયારમાં તેમની વસતી ઘણી મોટી. કોઈની પણ હાર જીતમાં એ ફેર પાડી શકે. છતાં તેમને તેમનું નામ કેમ બહાર પાડવું હતું? 

પછી સમજાયું તેમના અસ્તિત્વની જાણે કોઈએ નોંધ જ નહોતી લીધી.VSSM ના સતત પ્રયત્નોથી આ સમુદાય સંગઠિત થયો ને આજે તેમના પ્રશ્નો બાબતે જાગૃત પણ થયો. 

પણ આખો સમાજ શિક્ષણની બાબતમાં ઘણો પાછળ. સોમભાઈ બજાણિયા જેમને હું જાણું તે એક શિક્ષક, એ સિવાય કોઈ હશે તો એ પણ આંગળીના વેઢે ગણાય એટલા. બાકી કોઈ નહીં.

 આ સમાજના આગેવાનો આજે ઓફીસ પર ખાસ મળવા આવ્યા. વળી કારણ મજાનું. 

અમારા સમાજના બાળકો ભણી શકે તે માટે હોસ્ટેલ બાંધવી છે. જમીન ખરીદી મકાન ઊભુ કરવામાં તમે સહયોગ કરો...

એ પછી વાત થઈ સંગઠનની. જો સંગઠન થાય તો સહયોગ કરીશુંનું અમે કહ્યું ને એમણે એ માન્ય રાખ્યું.આમ તો અમારી માણસામાં આવેલી હોસ્ટેલમાં આ સમુદાયના બાળકો ભણે પણ એમની પોતાની અલાયદી હોસ્ટેલ થાય તો એ લોકો કહે, એમ વધારે બાળકો ભણવા આવી શકે..બસ સમાજ અને VSSM બેઉના પ્રયત્નોથી એમનું સ્વપ્ન સત્વરે પૂર્ણ થાય એવું કરીશું...પણ ગમ્યું તેઓ શિક્ષણ માટે સંગઠિત થયા તે... #MittalPatel #VSSM #Education #communityservice #strengthening



Mittal Patel asked them to form a community association

The leaders of the Bajaniya Community came to see
Mittal Patel with a fascinating request

The leaders f the Bajaniya Community came to see Mittal Patel 
with a fascinating request

 Mittal Patel ensure that our combined efforts help
bring the dream of this community to life.