Friday 8 July 2022

The Patani community of Banaskantha understood the need to educate their children and decided to work collectively for the growth of their community...

Mittal Patel attends felicitation program to applaud outsatanding
children

The road to development opens up when any community/society decides to unite and focus on their children's education.

The Patani community of Banaskantha understood the need to educate their children and decided to work collectively for the growth of their community. Education of the children of the communities we work with has been our greatest aspiration, always. At the same time, communities recognising and applauding the torch bearers within their community is also required. Unfortunately, the communities massively lag on both these aspects. In the future, I hope communities will organise felicitation programs to cheer their children.

Rahulbhai Patani is a young and enthusiastic worker of Patni community who has always been empathetic towards the needs of his community and other marginalised ones. He has also been at the forefront of volunteering for VSSM whenever required. Rahulbhai has formed Patni Yuva Samajsewa Trust under his leadership. The collective is committed to working for the development of the Patni community.

Recently, the trust organised a felicitation program to applaud outstanding children studying from 1st until graduation and in various vocational courses. The objective was to motivate them and inspire others. The entire auditorium of Palanpur Mahanagarpalika was packed to the brim, with people seated outside the hall.

I was given the opportunity to address the audience and assure them VSSM's support whenever required.

We wish Rahulbbhai and his team all the best in their future endeavours.

કોઈ પણ સમાજ શિક્ષીત અને સંગઠિત થવાનું નક્કી કરી લે પછી એની પ્રગતિ કોઈ રોકી નથી શકતું.

બનાસકાંઠામાં રહેતા પટણી સમાજમાં સંગઠીત અને શિક્ષિત થવાની તાલાવેલી જોવા મળી. આમ તો મારી વર્ષોથી ઈચ્છા કે વિચરતી જાતિઓમાં આવતા દરેક સમુદાય પોતાના બાળકોના શિક્ષણને લઈને ચિંતત બને, તેજસ્વી તારલાઓનું સન્માન કરે.. પણ બધા સમુદાયમાં હજુ આ શરૃઆત નથી થઈ એ દુઃખદ પણ આશા છે આવનારા વખતમાં આવા સત્કાર સમારોહનું આયોજન થશે.

રાહુલભાઈ પટણી યુવા અને ઉત્સાહી કાર્યકર. પોતાના સમાજની સાથે સાથે એ અન્ય વંચિત સમાજની પણ ચિંતા કરે. અમારા કાર્યોમાં મદદ માટે તો એ સદાય તૈયાર. એમના નેજા હેઠળ એમણે પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ ઊભુ કર્યું ને પોતાના સમાજના યુવાનોને સમાજના વિકાસ માટે કટીબદ્ધ કર્યા.

આ ટ્રસ્ટ થકી ધો. 1 થી લઈને કોલેજ ભણતા તેમજ વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ કરનાર અને તેમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સત્કારવારનો કાર્યક્રમ આયોજીત કર્યો. રાહુલભાઈ અને એમની ટીમની જબરી મહેનત પાલનપુર નગરપાલિકાનો આખો હોલ ચિક્કાર ભરાઈ ગયેલો ને હોલ બહાર પણ લોકો બેઠેલા..

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સંબોધવાનો મોકો મળ્યો. સાથે અમે VSSM તરીકે જ્યાં પણ મદદરૃપ થઈ શકીએ ત્યાં મદદ કરવા તૈયારની વાત પણ સૌને કરી...

રાહુલભાઈને તેમની ટીમને સમાજસેવામાં હજુ ખુબ આગળ વધો તેવી શુભભાવના...



Mittal Patel applauds children with awards

Mittal Patel given the opportunity to address the audience
and assure them VSSM's support whenever required.

Mittal Patel with Rahulbhai Patani and
other members of Patni Yuva Samajsewa Trust

Mittal Patel fecilitated young children with the award

Mittal Patel attended the fecilitation program to cheer the
children


Mittal Patel fecilitated young children with the award


Mittal Patel addressed the audience

The entire auditorium of Palanpur Mahanagarpalika was
packed to the brim, with people seated outside the hall.

Mittal Patel was given the opportunity to address the audience and
assure them VSSM's support whenever required.

Mittal Patel with Rahulbhai Patani who has always
been empathetic towards the needs of his community
and other marginalised ones.



Thursday 7 July 2022

When kids like Yagnesh do good in life after working so hard, they will have many stories to share and inspire others....

Mittal Patel with Yagnesh

 “My father sells peanuts, and my mother works as a diamond polisher. I,  want to begin earning and contribute to the family income pool.” Eighteen years old Yagnesh shares his aspirations.

 After finishing his 10th grade, Yagnesh got enrolled in a 1-year paramedical course. After completing the course, he got a job at a private hospital in Surat with a monthly remuneration of Rs. 9,500. Yagnesh aspires to study further in the field of medicine by pursuing a General Nursing Course (GNC). Dr Mayurbhai, the employing doctor at the hospital Yagnesh currently works, is a sensitive individual; he has agreed to Yagnesh continuing with his studies and working at the hospital. This has been a great relief as Yagnesh can now complete his class 12th studies, after which he will apply for the GNC course.

The privileged will never be able to comprehend the struggle it is to study and do well in life, for the children on the margins. The hardships one endures are the best teacher to shape any individual’s character. When kids like Yagnesh do good in life after working so hard, they will have many stories to share and inspire others.

I am sure each child from our hostel will have such stories to share.

VSSM’s education team led by Dimpleben Parikh, Vanita Dave, Bijol Desai, Kokila Chamtha, Pravin Chamtha are the best mentors these children will ever have. The team ensures the children are placed in vocational courses that suit their aptitude, attitude and family background. They identify suitable course taking the mentioned aspects into consideration and also that they get gainfully employed after completing the course. It was Dimpleben who got Yagnesh placed at this private hospital in Surat because she knew the doctor.

Currently, 450 children stay and study at VSSM-operated hostels. We wish continued success to our children

"મારા પપ્પા સીંગ વેચે. મમ્મી હીરા ઘસવાનું કામ કરે. મારે કમાઈને એમને મદદ કરવી છે”

18 વર્ષના બોટાદના યજ્ઞેશે આ કહ્યું.

એ ધો.10 ભણ્યો એ પછી અમે એને પેરામેડીકલનો એક વર્ષનો કોર્સ કરાવ્યો. જેના લીધે એને સુરતની એક હોસ્પીટલમાં 9,500ના પગારથી કામ મળ્યું. એની ઈચ્છા મેડીકલ લાઈનમાં જ આગળ વધવાની. એ જનરલ નર્સીગનો કોર્સ કરવા ઈચ્છે. જે હોસ્પીટલમાં એ કામે લાગ્યો એના ડોક્ટર મયુરભાઈ ખુબ માયાળુ એમણે કહ્યું, મારા ત્યાં કામ કરતા કરતા એ ભલે GNM કરે.

યજ્ઞેશને આનાથી મોટી રાહત મળી. હવે એ ધો.12ની પરિક્ષાની તૈયારી કરી રહ્યો છે. ધો.12 પાસ કરી એ જીએનએમ કરશે.

સુખી સંપન્ન પરિવારના બાળકો યજ્ઞેશ જેવું વિચારી શકે? મારુ માનવું છે સંઘર્ષ આપણને ઘડે છે, ઘણું શીખવે છે. યજ્ઞેશ જેવા બાળકો આ પ્રકારની મહેનત પછી આગળ વધશે ત્યારે એમની પાસે એમની સફળતાની વાર્તાઓ હશે. જે બીજા લોકોને પ્રેરણા આપશે.

અમારી હોસ્ટેલમાં ભણતા દરેક બાળક પાસે આવી વાર્તાઓ છે. અમે બાળકને તેમની ક્ષમતા તો ક્યાંક તેમની ઘરની સ્થિતિ સમજી યોગ્ય રોજગારી મળે તેવા કોર્સમાં દાખલ કરાવતા હોઈએ છીએ. અમારી શિક્ષણ ટીમ જેમાં ડીમ્પલબેન પરીખ, વનીતા દવે, બીજોલ દેસાઈ, કોકીલા ચામઠા, પ્રવિણ ચામઠા વગેરેનો આ કાર્યમાં ઘણો મહત્વનો રોલ.

એ લોકો જ કોર્સ શોધી જે તે જગ્યાએ બાળકોને ગોઠવવાનું કરે ને કોર્સ પત્યા પછી નોકરી માટે પણ વ્યવસ્થા કરે જેમ કે યજ્ઞેશને ડીમ્પલબેને જ સુરતની હોસ્પીટલમાં એમના પરિચીત ડોક્ટરના ત્યાં ગોઠવ્યો.

હાલમાં અમારી પાસે યજ્ઞેશ જેવા 450 બાળકો ભણે છે.. બસ આ બધા બચ્ચાઓ પણ સફળતા પામે તેમ ઈચ્છીએ.