Monday 14 November 2022

May others from Drashti's community inspire to follow her foot-steps!!!

Mittal Patel with Drashti Bajaniya

Drashti hails from the Bajaniya community, which has very poor performance on the education front, especially girl child education. However, Drashti’s Uncle enrolled her in VSSM  operated hostel while she was very small. Today, Drashti completed education up to 12th grade and a para-medical course. The interest kindled by the para-medical course has enthused her to enroll for General Nursing Course.

“If I become a head nurse, it entitles a separate cabin!” Drashti aspires to be one.

“There would be many girls of your age in your village; what do they do?” I inquired.

“Didi, they are married by this age; many would have birthed a child by now!” Dhrashti responded.

Apart from educational backwardness, the Bajaniya are notorious for their practice of child marriages. Most of the children are either engaged or married by the age of 15-16 years. So Dhrashti’s father is concerned about her chances of getting married..

“Why would she not find a partner? She is smart and educated. And we are there to find her one if you have difficulties in doing so.” Dharshti’s father would give a faint smile and agree to our reasoning.

We wish Dhrashti a bright and happy future. May others from her community inspire to follow her foot-steps!

દૃષ્ટિ બજાણિયા સમુદાયમાંથી આવે. શિક્ષણનું પ્રમાણ આ સમુદાયમાં ઘણું ઓછુ. એમાંય દીકરીઓ તો સ્નાતક સુધી ભાગ્યેજ ભણે.

દૃષ્ટિના કાકા કનુભાઈ દૃષ્ટિને અમારી હોસ્ટેલમાં એ નાની હતી ત્યારે લઈ આવેલા. આજે એણે ધો. 12 પુરુ કર્યું અને GNM(જનરલ નર્સીગ કોર્સ) કરવાનું એ કરશે. 

આમ તો એણે ધો.10 પાસ કરી પેરામેડીકલ કોર્સ પણ ધો.12ની સાથે કર્યો. મેડીકલ લાઈનમાં એને પેરામેડીકલ કોર્સ કરવાના લીધે જ રસ જાગ્યો. 

એને હેડ નર્સ બનવું છે. એ કહે, 'હેડ નર્સ બનીએ તો જુદી કેબીન મળે.'

દૃષ્ટિને પુછ્યું કે, 'તારા જેવડી તારા ગામમાં રહેતી અન્ય દીકરીઓ શું કરે?'

જરા શરમાઈને એણે કહ્યું, 'દીદી એ લોકોના તો લગ્નય થઈ ગયા. ઘણી તો એક છોકરાની મા પણ બની ગઈ.'

દૃષ્ટિ જે સમાજમાંથી આવે ત્યાં એના જેવડી દીકરીઓની સગાઈ કે લગ્ન અત્યાર સુધી થઈ જ જાય. પણ દૃષ્ટિ કે છે હું બચી ગઈ. એના પપ્પાને, દૃષ્ટિની હાલ સગાઈ નહીં કરીએ તો પછી છોકરો નહીં મળેની ચિંતા રહ્યા કરે છે.

પણ અમે સમજાવીયે કે ભણેલી છે તો શું કામ છોકરો નહીં મળે?  અને ન મળે તો અમે બેઠા છીએ ને? સાંભળીને એ હસે પણ અમારી વાત એમણે પણ માન્ય રાખી. એટલે દૃષ્ટિ ભણવામાં વધારે ફોકસ કરી શકી. 

દૃષ્ટિને આ સ્તરે પહોંચાડવામાં અમારી શિક્ષણ ટીમ ડીમ્પલબેન પરીખ, વિનતા. બીજોલ, વિજય, કોકીલા, જય વગેરે સૌનો ફાળો ખુબ મોટો...

દૃષ્ટિને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના... એને જોઈને સમાજની અન્ય દીકરીઓ પણ ભણતી થાય તેવું ઈચ્છીએ..

#MittalPatel #VSSM


Hungry for education!!!

Mittal Patel addressing Vadhiyari Devipujak
community to educate its children

Hungry for education!

The leaders from the Vadhiyari Devipujak community reached us with a request to hold a gathering to raise funds to build a hostel for educating their children.

I attended the gathering organized at Patan’s Varana village. It is a delight to know that the community is working to educate its children. VSSM has decided to support its efforts. The best part of this is even the smallest individual contributed towards the proposed hostel.

While the community is trying its best to raise the required amount, we have offered to provide the remaining balance amount. However, the fact that the community has finally woken up to the need to educate its children has appealed us the most. We appreciate these efforts and wish the community leaders all the very best in their efforts.

શિક્ષણની ભૂખ ઊઘડી.

અમારી ઓફીસ પર વઢિયારી દેવીપૂજક સમુદાયના આગેવાનો પોતાના વિસ્તારમાં બાળકો માટે હોસ્ટેલ બનાવવાની ઈચ્છાને લઈને એક સંમેલન આયોજીત કરવાની ઈચ્છાને લઈને આવ્યા.

પાટણના વરાણામાં આયોજીત આ સંમેલનમાં જવાનું થયું. ભણતર માટે એમણે કમરકશી એ જાણીને રાજી થવાયું બસ અમે એમની સાથે.. 

સૌથી અગત્યનું સમાજના નાનામાં નાના માણસે પોતાનો ફાળો આ શિક્ષણ સંકુલ માટે આપવાનું કર્યું. 

ખૂટતામાં અમે મદદ કરીશુંનું અમે કહ્યું. પણ શિક્ષણ માટેની જાગૃતિની તેમની વાત ખુબ ગમી.. 

વઢિયારી દેવીપૂજક સમુદાયના સૌ આગેવાનોને આ પહેલ માટે શુભેચ્છાઓ.. બસ તેઓ સફળ થાય તેમ ઈચ્છીએ...

#MittalPatel

Mittal Patel attended the gathering organized at Patan’s
Varana village

Mittal Patel with Vadhiyari Devipujak community members

Mittal Patel addressing the community to raise funds to
build a hostel for educating their children.

Mittal Patel addressing the community to raise funds to
 to build a hostel for educating their children.


VSSM makes tremendous efforts to push hildren like prakash to complete their schooling along with a professional course...

Mittal Patel with one of the VSSM hostel student Prakash


“Didi, I wish to donate to VSSM’s activities!”

The statement took me by surprise. “Why?” I asked Prakash, who has been with our hostel since 6th grade.

“My mother passed away when I was a small child. My father knew nothing about
education
, so he sent me to this hostel; I still don’t know why. Nonetheless, it was a blessing in disguise as VSSM’s hostel exposed me to a completely new world and opportunities. Otherwise, I would have been married and fathered a child by this age….” Prakash shares with a hint of shyness.

Donations from our will-wishing friends fuel VSSM’s education and many other initiatives. We also have donors walk into our office with books, school bags, and stationery supplies. Such visits allow the children to interact with compassionate and empathetic individuals who talk about giving back to society. These interactions and impressions have made a positive impact on Prakash’s mind. As a result, he now wishes to donate to VSSM and other voluntary organizations doing remarkable work.

Prakash has completed his 12th grade, along with finishing a paramedical course after grade 10th. It was tough for him to finish the two studies together. The paramedical course was conducted at Shalby Institute, where the timings stretched from 9 to 6.30 in the evenings. After returning from the course, Prakash had to attend tutorials for his 12th grade. After successfully finishing both courses, Prakash heads to Baroda for his general nursing course.

VSSM’s Dimpleben Parikh makes tremendous efforts to push these children to complete their schooling along with a professional course. The education team comprising Vanita, Bijol, Kokila, Pravin, Jay, and others strives to ensure these children achieve their highest potential.

We wish Prakash all the best with his future endeavors. May he achieve his dreams!

#MittallPatel #VSSM

'દીદી મારે VSSMના ડોનર બનવું છે'

સાંભળીને ઘડીક તો નવાઈ લાગી. પછી છઠ્ઠા ધોરણથી અમારી હોસ્ટેલમાં ભણતા પ્રકાશને પુછ્યું કેમ?

એણે કહ્યું, 'નાનો હતો ને મા ગુજરી ગઈ. પપ્પાને બહુ ભણતરમાં ગતાગમ ન પડે પણ એમણે મને હોસ્ટેલમાં મુકી દીધો. કેમ એ ખબર નથી. પણ અહીંયા આવ્યા પછી મે નવી દુનિયા જોઈ. ઘરે રહ્યો હોત અત્યારે હું પરણી ગયો હોત ને ભલુ હોત તો એકાદ છોકરુ...'

આટલું કહેતા પ્રકાશ જરા શરમાઈ ગયો.

હોસ્ટેલમાં ભણતા અમારા આ બધા બાળકોના ભણતરમાં ઘણા પ્રિયજનો મદદ કરે. એ બધા જ્યારે આ બાળકો માટે ચોપડા, દફ્તર લઈને આવે કે એમને મળવા આવે ત્યારે અવનવી વાતો થાય. જેમાં કમાયા હોઈએ એમાંથી સોસાયટીને આપવાની વાત પ્રથમ ક્રમે રહેતી.

પ્રકાશના મનમાં આ વાત બરાબર બેસી ગઈ માટે એને ડોનર બનવું છે. એ vssm સિવાય પર સારુ કાર્ય કરતી સંસ્થાઓને મદદ કરશે એમ કહે..

ધો. 12 એણે પરુ કર્યું. એણે પેરામેડીકલ કોર્સ ધો.10 પછી કર્યો અને ખાસ એ કોર્સની સાથે સાથે જ એણે 12મુ પુરુ કર્યું. 

ભણવામાં કષ્ટ બહુ પડ્યું. મેડીકલ કોર્સ માટે 9 થી 6.30 શેલ્બી ઈન્સ્ટીટ્યુટમાં જવાનું ને આવીને ધો.12 માટે ટ્યુશનને, વાંચવાનું..

પણ પ્રકાશે એ પુર્ણ કર્યું. હવે એ જનરલ નર્સીગ કરવા માટે બરોડા જશે..

અમારા ડીમ્પલબેન પરીખની મહેનત પ્રકાશ ને એના જેવા અન્ય બાળકો કોર્સની સાથે ધો,.12 પૂર્ણ કરે તે માટે ઘણી.  વનીતા, બીજોલ, કોકીલા, પ્રવિણ, જય વગેરે સૌ બાલદોસ્તોએ એમને સહયોગ કર્યો. 

પ્રકાશે જોયેલું સ્વપ્ન સાકાર થાય તેવી શુભભાવના...

#MittallPatel #VSSM