Wednesday, 18 July 2018

Vaccination programme held for nomadic girls at our Unnati hostel...

VSSM team consoling the girls after taking the
vaccination
In those days when studying in primary school of Village, on getting the news that a team is to arrive for Vaccination, we used to get panicked.  School gate used to close, had to find out ways how to escape and reach home. We could finally find out a way from where we used to cross the boundary wall and escape. This condition arise mainly for the reason that we were afraid of injection. Somehow, the teachers would not allow us to escape and see to it that vaccination is given, which would result in non-stop tears flowing from our eyes.
Vaccination program in progress
VSSM team consoling the girls after taking the
vaccination
After years of such incident, today this event came back before our eyes. Girls of our hostel were to be administered Rubella Vaccination.  The news of injection to be given was spread among the girls.  There was no way for escape right here.  This hostel itself was the home for those girls. At last we could convince them to undergo Vaccination. Where the doctors were sitting, outside that cabin our daughters studying in College i.e. Saraswati, Surekha, Sonal,Jaya and Payal had made to stand in queue all the girls who were to be administered Vaccination.  All were afraid like anything. But there was no way to escape. At times our Dimpleben made certain girls to sit on her laps, sometime Kalgiben could give courage to them and at some occasions even the Doctors made all to laugh.  Slowly slowly with a little crying 73 girls were given Vaccination. Now there was turn of elder college going girls who convinced the little girls for Vaccination by saying that “nothing happen it is like small ant bite”, after getting vaccination they started crying like there was a time for departure to their in-laws.  Entire atmosphere was converted into crying field. They did not stop crying even after a lot of efforts.  At last when they were told your crying photo would be uploaded on face book with the remarks “see our daughters like tigress managing our hostel are crying after getting Vaccination”.  Listening to this while crying they laughed a little but still continued to cry. Personally I myself, even today am afraid of injection.  At the time of Kiyara when I was given injections, it was a very horrible experience. My grandmother lived for 110 years, got ill in her last days, doctor said injection is to be given, she cried like a small child.  I will not take injection, said to my mother and like a small child she caught hold saree of my mother.  Fear of injection is like that.  But all the girls were knowing why the Rubella Vaccination is to be given, even cried a lot but took the vaccination.  

Thanks for Health Care Foundation and Lion International and specially Doctor Kalgiben who made the girls to cry but made them sweet by giving them Chocolates. 

ગામની પ્રાથમિકશાળામાં ભણતા તે વખતે રસી આપવાવાળા આવવાના છે તેવી ખબર પડે કે મોતિયા મરી જતા. નિશાળાના દરવાજા તો બંધ થઈ જાય એટલે ઘરે ક્યાંથી ભાગવું એના પેતરા શરૃ કરીએ. ઘણું કરીને એકાદ જગ્યા તો શોધી જ લીધેલી જ્યાંથી દિવાલ કુદીને ભાગી જતા. મૂળ ઈન્જેક્શનની બીક લાગતી એટલે આ વાંદરવેળા થઈ જતા. છતાંય શિક્ષકો ગમે ત્યાંથી પકડી લાવતા ને નર્સ સોય મારી જ દેતા ને એ પછી આંખોમાંથી ગંગા જમના વહેવા માંડતી.
Girls waiting to get the vaccine

આ વાતને વર્ષો વિત્યા પછી આજે એ પ્રસંગ પાછો આંખો સામે આવ્યો. અમારી હોસ્ટેલની દીકરીઓને રુબેલાની રસી આપવાની હતી. ‘ઈન્જીસન આલવાના હ’ એવી ચણભણ તો ચાલુ થઈ ગઈ હતી. ભાગવાનો તો અહીંયા વિકલ્પ નહોતો. આ દીકરીઓનું ઘર જ એમની હોસ્ટેલ હતી. આખરે સમજાવી પટાવીને રસી માટે તૈયાર કરી. 
Doctor giving vaccine 
જે કેબીનમાં ડોક્ટર બેઠા હતા તેની બહાર કોલેજમાં ભણતી અમારી દીકરી સરસ્વતી, સુરેખા, સોનલ, જયા, પાયલે બધી દીકરીઓની લાઈન કરાવી. બધાના મન પર સખત ગભરાટ. પણ છટકવાનું ક્યાં હતું. ક્યાંક તો અમારા ડીમ્પલબેન ખોળામાં લઈને દીકરીઓને બેઠા ક્યાંક કલગીબહેને હીંમત આપી તો ક્યાંક ડોક્ટરે જ ખડખડાટ હસાવ્યા. ધીમે ધીમે થોડુ રડતા રડતાય 73 દીકરીઓને રસી અપાઈ ગઈ. હવે અમારી મોટી દીકરીઓનો કે જેઓ કોલેજમાં ભણે છે. અત્યાર સુધી નાની દીકરીઓને ઉપાડીને લાવતી, ‘કશું ના થાય, કીડી ચટકો ભરે એવું જ લાગ’ એમ કહેતી દીકરીઓનો વારો આવ્યો ને રસી અપાયા પછી પોક મુકીને એ રડી જાણે સાસરે જતી હોય... આખુ વાતાવરણ રડારડવાળુ થઈ ગયું. પાછી ઘણી સમજાવી પણ ચુપ ના થાય. આખરે કહ્યું તારો રડતો ફોટો ફેસબુક પર મુકવો છે. ને લખવું છે જુઓ અમારી વાઘ જેવી દીકરીઓ આખી હોસ્ટેલ સંભાળે તે આમ સાવ નાનાકડા ઈન્જેકશનથી ડરી ગઈ.. આ સાંભળીને રડતા રડતાય થોડુ હસી પણ રડવાનું ચાલુ જ રહ્યું.
વ્યક્તિગત રીતે હુંય મારી દીકરીઓની જેમ ઈન્જેક્શનથી આજેય એટલી જ ડરુ... મારી કિઆરા વખતે ઈન્જેક્શન લેવા પડતા તે એ વખતે મરવા બરાબર લાગતું. મારા બા લખુ બા 110 વર્ષ જીવેલા જીવનના અંત પહેલાં બીમાર પડ્યા ને ડોક્ટરે ઈન્જેક્શન આપવા કહ્યું તો કેવા નાના છોકરાંની જેમ રડ્યા હતા. મને અંજીસન નહીં લેવું છોડી એવું મારી મમ્મીને એમણે કહેલું ને નાના બાળકની જેમ મમ્મીનો સાડીનો છેડો પકડી લીધેલો.
ઈન્જેકશનનો ભય જ એવો છે... પણ રુબેલાની રસી વખતે રડેલી બધીએ દીકરીઓને રુબેલાની રસી શા માટે લેવાની તેની ખબર જ હતી ને એટલે જ રડતા રડતાય રસી લીધી. 
આભાર હેલ્થકેર ફાઉન્ડેશન અને લાયનઈન્ટરનેશનલનો અને ખાસ કલગીબહેન ડોક્ટરસાહેબને જેમણે પ્રેમથી દીકરીઓને ઈન્જેકશનથી થોડી રડાવી પછી ચોકલેટ આપીને મીઠીયે કરી..