Mahesh Nennath’s family take an interest free educational loan from VSSM |
Education as a need is yet to be established for the nomadic families. These wanderers have never felt the necessity of sending their children to school nor have they missed not going to school. Given the current scenario of their livelihoods the need to be educated is more than ever. In absence of alternate occupations most of the nomadic families are taking up begging as a profession. The children from very young age are taken along by parents beg. They are seen as earning members of the family. If we reason why weren’t they willing to send children to school they would reply, “ what will he do after going to school, who’s going to give him a job, ultimately he will have to beg for living!!??
As the monsoon comes to an end the Nath Vadee community descend over the villages. The collect grains from the freshly harvested crop. The grains are enough to last them a year. The women adorn black clothes, carry a plate with an idol of their deity on a it they move shop to shop, villages, towns and cities showering blessing and asking for money in return.
Mukesh Keshnath's family take an interest free educational loan from VSSM |
In the year 2006 we first come into contact with these community, understood their social and cultural environment. In 2007 we opened a Balghar in the settlement igniting a lamp of learning. The Nath Vadee Dangaa children held slate and pen in their hands instead of begging bowl. The began scribbling alphabets for the first time. Seeing their children learning brought smiles on the faces of the parents.
If the Nath Vadee children came across Shardaben in the bazaar with begging bowls in hands they would quickly hide it. If they were fighting the other would hush them so that Shardaben wouldn’t know…. there were gradual but consistent changes in the attitude, behaviour and personality of these children after they began attending the Balghar. The children also received health and wholesome food like Moong, Chana, Poha, Dhokli, Halwa etc at the Balghar. But what they preferred was the meal they were used to, their humble rotla and onion...
The Nath Vadee children- from begging with parents to studying at the Balghar and continue learning beyond the Balghar. From 2007 to 2015 it has been a long journey, creating an environment of learning amongst one of the most rigid and orthodox nomadic communities the Nath Vadee. Today 20 of these children are in 9th standard and 15 children in 10 standard. An extremely encouraging outcome for us. The numbers here could have been more was it no for an age old traditional practice this community follows. At the age of 14 the male child in the community is engaged and has to go and leave at his in-laws house. Here he is responsible for everything … its the practice of ‘gharjamai’ ……more about this later…
Mahesh Nainnath, Mukesh Keshnath and Haresh Keshnath are extremely bright students. These kids have asked their parents to enrol them in a private school and get private tuitions because the government school isn’t good enough. Private school and private tuitions are an expensive affair but parents have decided to go ahead and enrol the kids in private schools and private tuitions. The fees comes to around Rs. 20,000 per child. The parents decided to take an interest free loan from VSSM and enrolled the children in N. H Vidhyamandir in Tharad. The boys are doing well in the school.
Its hard to believe but this is a full circle moment for us. There was a time when we imposed our selves upon the parents and fought with them to send their children to school, now its the concerned parents taking loan from us to educate their children.
These children want to be Collector, Doctor when they grow up…… “So why do you want to be a Collector?” we asked… “We will use our position for the overall development of the nomadic communities!!” they replied…it was an reply reflecting the pains associated with their wandering lifestyles.
The pictures give a glimpse of the conditions the children who have been given educational loan stay in..
ભિક્ષાવૃતિ પર નભનાર નાથાવાદી પરિવારોએ બાળકોને ભણાવવા vssmમાંથી લોન લીધી
ભણતર અને વિચરતા સમુદાયને બાર ગાઉંનું છેટું. બાળક જન્મે કે માં પીઠે ખોળિયું બાંધીને ભિક્ષા માંગવા જાય. બાળક ચાલતા શીખે કે એનેય હાથમાં વાટકો આપી સાથે લઈ જાય. કોઈક પૂછે તો કહે અમારો નોબરો (છોકરો) ભણીને શું કરશે ? એને નોકરી કોણ આપવાનું ? આખરે તો ભીક્ષાજ માંગવાની ને ...
ચોમાસું ઊતરે કે નાથવાદીઓ ગામેગામ ફરી વળે. લણણી થયા પછી સમૂહમાં આખાય ગામની શેરી શેરીએ ફરી વળે. આ દિવસોમાં સારી ભિક્ષા મળે. રિઝર્વ ક્વોટા તરીકે ચાલે એટલી... સ્ત્રીઓ કાળા વસ્ત્રો ધારણ કરી થાળીમાં માતાજીની છબી રાખે. ગામમાં /નગરમાં દુકાને દુકાને ફરે. સૌને આશીર્વાદ આપે અને જે આવક થાય એનાથી પેટીયું રળે.
વર્ષ ૨૦૦૬માં VSSMનાં માધ્યમથી નાથવાદીઓને મળવાનું થયું. સમગ્ર વિગતો જાણી. ૨૦૦૭માં બાળઘર શરૂ કર્યું. નાથવાદીઓનાં ડંગામાં સ્લેટ પેન આવ્યા. ભણતરનાં કોડિયાનો અજવાશ પ્રગટ્યો. . લગભગ પચાસેક બાળકો બાળઘરમાં આવવા લાગ્યા. એંકડો ઘૂંટવાની શરૂઆત થઇ. બાળકોને ભણતા જોઈ માં-બાપ પણ હરખાતા, મલકાતાં.
ક્યારેક ગામની બજારમાં શારદાબહેન નીકળે કે નાથવાદી બાળકો ભિક્ષાનું પાત્ર વાટકો સંતાડી દે. આ બાળઘરનાં સંસ્કારનો પ્રભાવ હતો. ડંગામા ઝઘડતા હોય તો બૂમ પડે – “ નોબરી હે તો બોલવાનું બંધ કર. નહિ તો એમને ખબર પડી જશે.” બાલઘરમાં નિયમિત વિવિધ વાનગીઓ નાસ્તામાં મળે. મગ, ચણા, પૌઆ, ઢોકળી ક્યારેક શીરો... પણ સદીઓની રઝળપાટમાં આહારની ટેવોમાં “ બેન ટપી દો કોનદો તો પેટ ભરાય (રોટલો અને ડુંગળી)”
બાળઘરમાં ભણતા બાળકો પ્રાથમિક શાળામાં ગયા એક શરૂઆત... આજે નવમાં ધોરણમાં વીસ અને દશમાં ધોરણમાં પંદર નાથવાદી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ ઓછી સંખ્યા પાછળ એક સામાજિક રીવાજ પણ જવાબદાર છે. છોકરો ૧૪ વર્ષનો થાય એટલે સગાઈ કરી દેવામાં આવે પછી એને સાસરિયે જવું પડે. સાસરિયે સંપૂર્ણ જવાબદારી જમાઈરાજાની. માથે બાંધેલો રૂમાલ અને લૂંગી (શરીરે વીંટાળેલુ કપડું એ જમાઈરાજા ની ઓળખાણ- નિશાની. આ પ્રથા એટલે ઘરજમાઈ. આ અંગે ફરી ક્યારેક વિગતે લખીશું.
શાળામાં ભણતા બાળકો પૈકી મહેશ નૈનનાથ, મુકેશ કેશનાથ અને હરેશ કેશનાથ તેજસ્વી બાળકો. સરકારી શાળામાં શિક્ષણ બરાબર નથી એટલે આ ત્રણેયના માં - બાપે બાળકોને ખાનગી શાળામાં જે ખર્ચ થાય એ કરીને ભણાવવાનો તથા ટ્યુશન રખાવવાનો નિર્ણય કર્યો. રૂ.૨૦,૦૦૦ એક બાળકની ફી. પાસે આટલા બધા તો પૈસા હોય નહિ એમણે VSSM પાસેથી ત્રણે બાળકોની શાળાની ફી અને ટ્યુશન માટે બાળક દીઠ રૂપિયા વીસ હજાર લોન(વગર વ્યાજની) મેળવી થરાદનાં એન.એચ વિદ્યામંદિરમાં પ્રવેશ મેળવ્યો. બાળકો સરસ ભણી રહ્યા છે.
એક પણ બાળકને ભણાવવા વસાહતમાં કોઈ રાજી નહોતું ત્યાં પોતાના બાળકને સારું શિક્ષણ મળે એ માટે ભિક્ષાવૃતિ કરીને ખાનારા પરિવારો લોન લે! માનવામાં જ ન આવે! પણ પરિવર્તન દેખાવા માંડ્યું છે જેનો આનંદ છે.
આ બાળકોના સ્વપ્નો છે... કલેકટર બનવું છે, ડોક્ટર બનવું છે. “ કલેકટર બનીને શું કરશો ? “ એમનો પ્રત્યુતર એમની આજીવન રઝળપાટ નો જાણે પ્રતિધ્વની હોય- “ વિચરતા સમુદાયનાં સર્વાંગી ઉત્કર્ષ માટે અધિકારનો ઉપયોગ કરીશું.”
જે બાળકોના શિક્ષણ માટે લોન આપવામાં આવી છે એ જે સ્થિતિમાં રહે છે એ ફોટોમાં જોઈ શકાય છે.. એક નવા પરોઢનાં ઉદયનાં સાક્ષી બનવાનો આનંદ છે.