Respected Dr Nitinbhai Sumant Shah gave a donation of Rs 25 lakhs towards our Pansar Hostel. |
Thank-You Dr Nitin Sumant Shah of Heart Foundation.
There is a very strong reason to say Thank You. The reason dates back to 2008. From one settlement we brought one girl to the hostel for studies. After that the girl's father called up.
He said " Ben, my wife rubbed kerosene on her hands and said "bring my daughter back otherwise I will burn myself to death". My wife will not understand your sentiments. Kindly send my daughter back home from the hostel otherwise my wife will burn herself.".
Many years ago we started the mission to educate the children of the nomadic community.. We bring children to the hostel but within two days the parents would protest and take the children back home. Lack of education leads to such acts. One can understand that the situation is very bad. There were no positive feelings towards education. Most of them considered education as a waste of time & efforts.
But we are determined to alter the mindset . To have an education set up one needs a place. We did not have a place of our own. We either took it on rent or someone voluntarily gave it to use. We started hostels & started to educate children.Gradually we realised that we will need a place of our own.There was an inconvenience of vacating the rented places and restarting again at a new place. When it is difficult to move with one child, one can imagine the difficulty that will have to be faced with 300 children. Finally we bought a large piece of land in Pansar with the help of Shri Chandrakantbhai Gogri.& started construction of Hostel. It is possible to accommodate & educate 1000 children and that is what we are aiming at. In the first phase we are constructing a hostel. It is a huge financial outlay but we are hopeful that with the help of our donors we will reach the goal.
Recently, respected Dr Nitinbhai Sumant Shah gave a donation of Rs 25 lakhs towards our Pansar Hostel. He has shown his willingness to contribute further to the cause in the near future. We are thankful for his kind feelings. Nitinbhai is always with us in all our work at VSSM. Nitinbhai is a benevolent donor and regularly contributes towards various causes. We salute him, Pratikshaben & family for their continuous support.
Shri Mahendrabhai Patel of Lincoln Pharmaceuticals, Ahmedabad is a unique personality. A man who donates without our asking. He had earlier donated Rs 10 lakhs and he further sent Rs 5 lakhs. We are thankful & obliged to Shri Mahendraabhai & his family.
We request all to join in this herculean task. Through social media several of our well wishers see the work VSSM is doing. We request all to contribute their might.
For more information connect with us on 90999 36013 between 10:00 AM to 6:00 PM. You can even Gpay on 99090 49893.
આભાર ડો. નિતીન સુમંત શાહ - હાર્ટ ફાઉન્ડેશન...
આભાર માનવાનું કારણ જબરુ છે. વાત છે 2008ની... એક વસાહતમાંથી અમે દિકરીને હોસ્ટેલમાં ભણવા લઈ આવ્યા એ પછી દિકરીના પિતાનો ફોન આવ્યો.
'ઓ બુન મારી વઉએ હાથમોં ઘાસતેલ લીધું હ્. કેસ ક સોડીન પાસી લાવો નકર મું હળગી મરે. તમારી ભાવના મારુ બૈરુ નઈ હમજઅ. મેરબોની કરીન ભલા થઈન સોડીન પાસી મેલી જો નકર આ હળગી....'
વર્ષો પહેલાં વિચરતી જાતિના બાળકોને ભણાવવાની મુહીમ શરૃ કરી. બાળકોને હોસ્ટેલમાં લઈ આવેલી એ વખતે વાલીઓનો આવો વિરોધ. બાળકોને અમે લઈ આવીએ અને વાલીઓ બે દિવસમાં બાળકને પરત લઈ જાય.
ભણતર નથી એટલે દશા ખરાબ એ સીધુ સમજાતું હતું. છતાં શિક્ષણ પ્રત્યે મોટાભાગના ઉદાસીન.
પણ અમે સ્થિતિ બદલવાનો નિર્ધાર કર્યો. અમારી પોતાની જગ્યા નહોતી અમે ભાડાની તો ક્યાંક કોઈએ વાપરવા આપેલી જગ્યામાં હોસ્ટેલ શરૃ કરીને બાળકોને ભણાવવાની શરૃઆત કરી.
ધીમે ધીમે પોતાની જગ્યા જોઈશે નો અહેસાસ થયો. મૂળ તો વારંવાર જગ્યાઓ ખાલી કરવાની થાય. એક બાળક સાથે ઘર કે ગામ બદલવાનું અઘરુ થાય ત્યાં 300 બાળકો સાથે તો કેવું કપરુ?
આખરે પોતાની જગ્યા જે ક્યારેય લેવી નહોતી એ લેવાનું નક્કી કર્યું ને પાનસરમાં આદરણીય ચંદ્રકાન્તભાઈ ગોગરીની મદદથી ઘણી મોટી જગ્યા લીધી. આ જગ્યા પર 1000 બાળકોને ભણાવવાના મનોરથ છે. પ્રથમ ફેઝમાં હોસ્ટેલ બાંધી રહ્યા છીએ.
ખર્ચ મોટો છે પણ સમાજ પર શ્રદ્ધા છે. ટીપે ટીપે સરોવર ભરાય એમ અનુદાન આવી રહ્યું છે.
હમણાં આદરણીય નિતીન સુમંત શાહ - હાર્ટ ફાઉન્ડેશને પાનસરમાં બંધાનારા વલ્લભ વિદ્યાસંકુલ માટે 25 લાખનું અનુદાન આપ્યું. હજુ વધારે અનુદાન તેમના તરફથી મળશે. તેમની લાગણી માટે આભારી છીએ. નિતીનભાઈ VSSM ના દરેક કાર્યોમાં હંમેશાં અમારી સાથે.. આમ તો નિતીનભાઈ ઘણા સેવાકાર્યોમાં છુટાહાથે દાન કરે.. તેમની આ સખાવતને પ્રણામ
આવા સ્નેહીજનોના કારણે જ આ બધા કાર્યો કરી શકીએ. નિતીનભાઈ, પ્રતિક્ષાબેન તેમજ તેમના પરિવારનો આભાર..
અમદાવાદના આદરણીય મહેન્દ્રભાઈ પટેલ - Lincoln Pharmaceuticals અનોખુ વ્યક્તિત્વ. માંગ્યા વગર મોકલી આપનાર પ્રિયજન. તેમણે અગાઉ 10 લાખની રકમ આપેલી એ સિવાય એમણે બીજા 5 લાખ પણ મોકલી આપ્યા. મહેન્દ્રભાઈ અને તેમના પરિવારજનોના અમે ઋણી છીએ.
આપ સૌને પણ આ ભગીરથ કાર્યમાં જોડાવા વિનંતી.
સોસીયલ મિડીયાના માધ્યમથી ઘણા સ્વજનો અમે જે કાર્ય કરીએ તેને જુએ.. આપ સૌને પણ આપનાથી થતો ટેકો કરવા વિનંતી.
વધુ વિગત માટે 9099936013 પર 10 થી 6માં સંપર્ક કરી શકાય. અથવા 99090-49893 પર Gpay પણ કરી શકાય
#MittalPatel #vssm #pansar#gandhinagar #vocationaltraining #vocationaleducation #nomadictribes #શિક્ષણ #શિક્ષણ_સંકૂલ
Ongoing construction at our Pansar Hostel |
Pansar construction site |
Mittal Patel with our hostel girls |
In the first phase we are constructing a hostel |
We bought a large piece of land in Pansar with the help of our well-wisher Shri Chandrakantbhai Gogri.& started construction of Hostel |
Pansar Construction site |