Monday, 8 April 2024

We wish that let all of us be instrumental in bringing a positive change in the lives of the deprived..

Mittal Patel with the nomadic children

Education is like a touchstone (Parasmani).  Life changes for whomever comes in it's contact. Under our education & vocation schemes we have provided loans to thousands of aspiring people and changed their lives for better. However, we are not satisfied with what we have done so far. We yearn for more people to live a better life. If many others think like us the world will be a much better place to live as more people will rise from abject poverty.

We are building an educational campus at Pansar near Gandhinagar. About 1000 Boys & Girls can stay comfortably there. Alongwith with education we will provide vocational training. We will have sports facilities including a playground. We will train them for competitive examinations. We will strive to do all that would facilitate their growth and become wonderful citizens of our country.

In the first phase we have almost completed the construction of Hostels. Now we shall start construction of a school and vocational training centre.

You all can join hands in this mammoth task. In this mission of providing education, your contribution will be valuable. Your help will ultimately help the deprived children. That is for sure.

You can send your assistance through GPay on 99090-49893. In case you would like to have more information please feel free to contact us on 90000-36013 between 10:00 AM to 6:00 PM.

If you know of any child whom we can admit in the campus, please do let us know.

We wish that let all of us be instrumental in bringing a positive change in the lives of the deprived..

શિક્ષણ એ પારસમણી જેવું. કોઈને અડી જાય તો એનું જીવન બદલાઈ જાય.

અમે શિક્ષણ અને સ્વાવલંબન કાર્યક્રમ થકી સ્વતંત્ર વ્યવસાય માટે લોન આપી હજારો લોકોનું જીવન બદલવામાં નિમિત્ત બન્યા છીએ. 

પણ જેટલું કર્યું એનાથી સંતોષ નથી.. હજુ વધુ લોકો સુખમય જીવન જીવે તે માટે મથવાની લાલસા છે. આ હકારાત્મક લાલસા છે આવી દરેક વ્યક્તિ રાખે તો દુનિયાના મોટાભાગના દુઃખો જે આર્થિક ગરીબાઈને લઈને વ્યાપેલા છે એ દૂર થઈ જાય.

અમે ગાંધીનગર પાસેના પાનસરગામામાં વલ્લભ વિદ્યા સંકુલનું નિર્માણ કરી રહ્યા છે. હજાર દિકરા દિકરી રહી શકે એવી વ્યવસ્થા છે.

ભણતરની સાથે બાળકોને વિવિધ વ્યવસાયની તાલીમ, રમતગમતમાં બાળકો અવલ્લ આવે તે માટે રમતગમતનું મેદાન, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ બધુયે આ સંકુલમાં બાળકોને કરાવીશું જેથી એ ઉત્તમ જિંદગી જીવી શકે. સાથે  દેશના એ ઉત્તમ નાગરિક  બની શકે.

પ્રથમ તબક્કામાં બે હોસ્ટેલ બીલ્ડીંગનું બાંધકામ પૂર્ણ થયું હવે નિશાળ અને વોકેશનલ ટ્રેનીંગનું બાંધકામ શરૃ  થશે. 

તમે સૌ પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ શકો. શિક્ષણરૃપી આદરેલા આ યજ્ઞમાં આપની આહુતી મહત્વની.. મદદ કરશો તો તકવંચિત બાળકોને સુંદર ભવિષ્ય આપી શકીશું એ નક્કી..

મદદ માટે Gpay - 99090-49893 કરી શકો..

વધુ વિગત સમજવા  90999-36013 પર 10 થી 6માં ફોન પર સંપર્ક પણ કરી શકો.

તમારા ધ્યાને આવા વંચિત બાળકો હોય તો એમના એડમીશન પણ આ સંકુલમાં કરાવી શકો...

સૌના શુભમાં આપણે સૌ સદાય નિમિત્ત બનીએ તેવી શુભભાવના... 

VSSM building educational campus at Pansar near 
Gandhinagar

Ongoing construction at our Pansar Campus of School and
vocational training centre