Wednesday, 1 May 2024

Nishaben, a very powerful lady...

Mittal Patel meets Nishaben

Nishaben, 

a very powerful lady. indeed. We came to know her through our association with  Dr K R Shroff Foundation. She becomes child-like with children & she is as much comfortable with the teachers, explaining to them in a very loving manner. She understands their situation and tries to be useful to them. She has all the qualities of a leader. She completed her Bachelor in Arts in 1998. To become a teacher she had to do B.Ed which she did 14 years after she left the college. She became a teacher. 

She joined the K R Shroff Foundation as a teacher.  She had qualities of a leader, very sensitive, and takes every one along. She has the responsibility of keeping a watch over 48 school teachers.

Being from Sabarkantha, she has a very lucid style of speaking.

Apart from overseeing the role of teachers she also takes care of the children studying under these 48 teachers. We have become good friends. She has interesting stories to tell. She is happy & full of pride that because of Shri Pratulbhai Shroff & Shri Udaybhai Desai  she got the opportunity to work. She smilingly says that she is carrying forward the legacy of Father and Grandfather. 

Similarly in Chitroda School there is one Jagrutiben. She is also very bold. When we went to meet her she said first let us take a photo and Vishal took one lovely picture.

For the growth of our country, we salute every such woman. Women milking the cows, drying the cow dung, doing household work and taking Donkeys and Goats to the grassland all are included. They are all a source of powerful energy.  We salute all of them.

નિશાબહેન...

આપણે કહીએ ને આ બહુ જોરદાર છે બસ એવા જોરદાર. અમારો પરિચય ડો.કે.આર.શ્રોફ ફાઉન્ડેશનના કામોના કારણે.. બાળકોની સાથે સાથે બાળકોને ભણાવતા શિક્ષકોને પણ એવું પ્રેમથી સમજાવે, તેમની સ્થિતિ સમજે ને તેમને ઉપયોગી થવાનું કરે. એક લીડરમાં હોય તેવા તમામ ગુણ.. 

બીએ 1998માં પુરુ કર્યું. પણ શિક્ષક થવા બીએડ કરવું પડે એમ હતું તે 14 વર્ષ પછી પાછુ કોલેજનું પગથિયું ચડ્યા ને શિક્ષીકા થયા. 

KRSFમાં શિક્ષીકા તરીકે જોડાયા. પણ લીડરશીપનો તેમનો ગુણ, સંવેદનશીલતા, સૌને સાથે લઈને ચાલવાની ભાવનાના લીધે આજે ફાઉન્ડેશને મુકેલા 48 નિશાળના શિક્ષકોની કામગીરી જોવાનું એ કરે..

સાંબરકાંઠાના વતની એટલે ભાષામાં મસ્ત સાબરકાંઠાનો લહેકો આવે. 

પોતાની હાથ નીચે કામ કરતા 48 શિક્ષકોની સાથે સાથે શિક્ષકો જે શાળામાં ભણાવે તે શાળાના બાળકોનું પણ એ પૂર્ણ ધ્યાન રાખે...

અમારી મજાની દોસ્તી થઈ ગઈ.. એમની પાસે જીવતી વાર્તાનો ખજાનો.. સેવાના ક્ષેત્રમાં આદરણીય પ્રતુલભાઈ શ્રોફ, ઉદયભાઈ દેસાઈના લીધે એમને કામ કરવાનો મોકો મળ્યો એનાથી એ ગર્વ અનુભવે. દાદા અને પિતાના વારસાને હું આગળ વધારી રહી છુ એવું એ મર્માળુ હસીને કહે...

અમે ચિત્રોડીની નિશાળમાં જાગૃતિબહેન - એ પણ બહાદુર બહેન, એમને મળવા ગયા ત્યારે એક મસ્ત ફોટો થઈ જાય એમ કહ્યું ને અમારા વિશાલે સુંદર ક્લીક કરી... 

દેશની ઉન્નતિ માટે ગામોમાં કાર્ય કરતા નિશાબહેન જેવા દરેક બહેનોને સલામ... આમ ગામમાં ગાય ભેંસો દોતા, છાણ વાસીદા ને ઘરનું કામ કરતા, ગઘેડા ને ઘેટાં બકરા ચરાવતા બધા જ બહેનો આવી ગયા. એ બધા ઊર્જાનો સ્ત્રોત...એ બધાને પ્રણામ...

#MittalPatel #vssm #teacherlife #leadershipinspiration


No comments:

Post a Comment