Wednesday 5 April 2017

I want to educate my children and live my life with dignity

Mittal Patel with Madhuben Devipujak
“Ben, please take my Meera along with you, if she continues to stay here her life will be ruined!!” appealed Madhuben Marwadi Devipujak, a resident of Surendranagar’s Dudhrej town. Madhuben has walked out of her marriage and stays with her mother. She accompanies her mother to work as manual labor and earn living to sustain her three children. Madhuben is way too mature for her age. She must be 35 but is wise enough to take well thought decisions for the benefit of her family. Since she desired to start her own small venture but lack of initial capital held her back, VSSM gave her a interest free loan of Rs. 10,000.

“I have to earn so I am not a burden to my parents, I don’t plan to return to stay with my husband. I plan to send my 3 children to your hostel cause otherwise they stare at a bleak future.” A determined and self-respecting Madhuben resented being perceived a destitute.  

“There have been many instances when, mothers have withdrawn their children after enrolling them. They end up giving reasons of not liking with their child or the younger siblings aren’t liking without the elder ones or the deity isn’t pleased with the child receiving education etc. etc. What if you do the same??” I questioned.  

“God has made me experience enough challenges, I know the difference between right and wrong. I promise I will never complain again. Children are my life, I have held them close to my heart and am prepared to send them away for their own good. Trust me, I will never come to you with any complains,” assured a very firm Madhuben.  

“Ben, I want a picture of us together!!”

ખુદ્દારી સાથે જીવવું છે ને બાળકોને ભણાવવા છે

‘બેન મારી મીરાને તમને દઈ દેવી સે. આંય રેશે ને તો બગડી જાહે.’

સુરેન્દ્રનગરના દૂધરેજમાં રહેતા મધુબહેન મારાવાડી દવીપૂજક પતિ સાથે મનમેળ ના રહેતા પિયરમાં ત્રણ બાળકો સાથે આવીને રહ્યા. મધુબહેન મા સાથે છૂટક મજુરી કરવા જાય. જો કે પોતે સ્વતંત્ર ધંધો કરી શકે તેમ હતી પણ તે કરવા પાસે પૈસા નહોતા. અમે VSSMમાંથી 10,000ની લોન આપી. 

‘પિયરીયાને ભારે નો પડીએ ને એટલે કમાવવાનું.’ એવું એ માને. નાનપણમાં લગ્ન કર્યા હશે, ઉંમર 35ની પણ નથી પણ સમજણ ગજબની છે. ‘નથી જવું હવે હાહરે. ત્રણ છોકરાંને તમારા ભેગા મેલી દેવા સે. એ ભણસે ને તો એમની દશા મારા જેવી નઈ થાય.’ એવું એ મક્કમપણે બોલે. ઓશિયાળી કોઈ કહી જાય એતો જરાય ના ગમે. 

‘બાળકોને અમારી હોસ્ટેલમાં ભણવા મુક્યા પછી મા જ બાળકને પાછી લઈ જાય છે, અમને એના વગર નોહોરવે, માતાજી ના પાડે સે, મારો નાનકો ઈના વગર ખાતો નથી વગેરે બહાના કાઢે તમે પણ મીરાને મુક્યા પછી આમ કરશો તો?’

‘ભગવાને બહુ દેખાડી દીધુ સે. હમજદારીએ આવી ગઈ સે. કોઈ ફરિયાદ નઈ કરુ. એમના હાતર તો જીવું સુ, છાતીએ ચાંપીને રાખ્યા સે પણ દૂરેય એમના હાતર જ મુકવાની સું ને. ભરોહો રાખજો કોય દી મારી ફરિયાદ નઈ આવે.’ 

ખુદ્દાર મધુ ‘મારી સાથે એક ફોટો પડાવો બેન’ અને બસ એની સાથે સરસ મજાનો ફોટો ક્લીક થયો...