Saturday 5 March 2016

Glowing performance at the district level sports meet by the students of Vatsalya Hostel….

 the winners with their medals
The 'Shri. Rajsobhag Satsan Maldal’ an organisation working in Surendranagar district organises an annul event to promote holistic and better quality in education in the region. As a part of this campaign activity it organises various sports competitions. This year the event took place in Sayla with participation from 132 schools. The children from VSSM’s Doliya based  Vatsalya hostel participated in the various competitions and races. Pravin stood first winning the gold medal in creative activities while the Vatsalya team stood first and won the gold medal  in building the human pyramid competition. 
Congratulations to all the winners and their bal-dosts for such a wonderful performance and special compliments to the team members Valji and Harkishan for working tirelessly in grooming the nomadic children at the hostels. You all make us really proud. 

vssm સંચાલિત હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધામાં અગ્રેસર 

સુરેન્દ્રનગર જીલ્લામાં કાર્યરત ‘શ્રી રાજ્સોભાગ સતસંગ મંડળ’ દ્વારા દર વર્ષે શિક્ષણ સુધારણા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં કાર્યકર શાળાઓના બાળકો વચ્ચે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૬માં ૧૩૨ શાળાઓને લઈને સાયલા ગામે વિવિધ સ્પર્ધાનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવ્યું. જેમાં vssm સંચાલિત અને આરતી ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી ચાલતી વાત્સલ્ય હોસ્ટેલમાં રહીને ભણતા બાળકોએ પણ ભાગ લીધો. જેમાંથી સર્જનાત્મક પ્રવૃત્તિમાં પ્રવીણનો પ્રથમ નંબર આવ્યો જયારે પિરામીડ બનાવવાની સ્પર્ધામાં પણ હોસ્ટેલ ટીમ પ્રથમ આવી.

પ્રવીણ અને પિરામીડ સ્પર્ધામાં ભાગ લઈને પ્રથમ આવનાર સૌ બાલદોસ્તોને અભિનંદન સાથે સાથે આ બાળકોને તૈયાર કરનાર vssmના કાર્યકર વાલજી અને હરકિશનને પણ અભિનંદન..
ફોટોમાં પોતાને મળેલાં ઇનામ સાથે પ્રવીણ અને પિરામીડ વિજેતા ટીમ




Friday 4 March 2016

VSSM receives Rs. 65 lakhs grant from Jain Yuvak Sangh, Mumbai towards construction of an Educational Enclave for the children of nomadic communities…

Receiving the Fixed Deposit of the donation
amount from the trustee of Jain
Yuvak Sangh and our well-wishers at
the program…..
Once the omni present and all important nomadic communities are  forgotten communities today, struggling to remain afloat and survive under absolutely inhuman  living conditions.  Not only do the survive under inhuman conditions,  they also confront on daily basis the  inhuman attitude of the society in general. It is not because they went wrong in the midst of all the growth and development it is because we chose to forget them. And why did we forget them; because they  no longer  hold that importance in our lives!!  

VSSM has chosen to work for the welfare and development of these forgotten nomadic communities. We at VSSM feel that the society today is indebted towards  the nomads for their contribution in the evolution of our present day society. The responsibility we have embraced,  the individuals and organisations that are joining in our efforts give us all  the privilege to experience the joy of giving back. On 20th February 2016 we experienced one such gratifying moment when Mumbai based Jain Yuvak Sangh donated Rs. 65 lakhs towards the construction of an Educational Enclave for the children of nomadic communities. 

We are extremely grateful to the Jain Yuvak for their generous contribution. We would also like to take this opportunity to thank all our dear well-wishers who remained present during the program and extended financial contribution towards the building of Educational Enclave. 

વિચરતી જાતિના બાળકોના અભ્યાસ માટે નિવાસી સંકુલ બનાવવા મુંબઈ જૈન યુવક સંઘે vssm ને ૬૫ લાખનું અનુદાન અર્પણ કર્યું

vssmને JYS દ્વારા વિચરતી જાતિના બાળકોના શૈક્ષણિક સંકુલ બનાવવા માટે ૬૫ લાખનું અનુદાન આપવામાં આવ્યું..
વિચરતા સમુદાયોનું આપણા માથે મોટું ઋણ છે અને એ ઋણ ચુકવવા સૌ સાથે મળીને કોશિશ કરે એ ક્ષણ જીવનની ધન્ય ક્ષણ છે. વિચરતી જાતિની પડખે જયારે પણ કોઈ ઉભા રહીને મદદ કરે ત્યારે ત્યારે એ ધન્યતા અનુભવાય છે. આવી જ એક અદભુત પળના સાક્ષી તા.૨૦મી ફેબ્રુઆરીના રોજ બનવાનું થયું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે વિચરતા સમુદાયના બાળકોના હોસ્ટેલ નિર્માણ માટે રૂ.૬૫ લાખનું અનુદાન સહર્ષ vssmને અર્પણ કર્યું. JYSના અમે સૌ આભારી છીએ.

JYS સિવાય આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વહાલાં સ્વજનોએ પણ પોતાનો અમુલ્ય આર્થિક સહયોગ આ નિમિત્તે નોંધાવ્યો એ માટે સૌના પણ આભારી છીએ.. 
ફોટોમાં ૬૫ લાખની FD આપતાં JYSના ટ્રસ્ટી અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સ્વજનો

Wednesday 2 March 2016

Foundation Stone laying ceremony for the construction of educational enclave for the children of nomadic communities….

The well-wishers of VSSM at the foundation
stone laying ceremony...
10 years ago when we began working with the nomadic communities of Gujarat we realised that  the challenges they faced were immense, we were absolutely clueless on how to begin, from where to begin, the lives of hundreds and thousands  of these families was in absolute shatters. Right from establishing them as citizens of this country to addressing their need for housing, livelihood, education, health and restoring their dignity everything had to addressed. We took baby steps and with perseverance we tackled one issue at a time. 10 years down the line we have made significant progress and much has changed for the better, but one issue that is Education of the nomadic children is a biggest challenge we face requiring very intensive efforts. 

From bridge schools in tents to hostels in rented premises, enrolling children in prominent education institutions across Gujarat, VSSM has made efforts in all these directions in its mission to educate the children of some of the most marginalised and extremely poor communities of this country.  But what we required was a premises and institute that addresses the specific needs of nomadic children, such children who have never lived settled lives and socialised in that manner. VSSM has had contemplated such facility but funds were always an issue. Mumbai based ‘Jain Yuvak Sangh’ helped us ease the need of funds by making a generous donation of Rs. 65 lakhs for the construction of an education enclave for the children of nomads. The land required for the same has been donated by ‘Sadvichar Parivar.’ 
The well-wishers of VSSM at the foundation
stone laying ceremony...

The foundation stone laying ceremony for the same was organised at Uvarsad  on 20th February….

Hoping to accomplish our much awaited dream of having a stand alone education facility for our beloved children from nomadic communities….

The well-wishers of VSSM at the foundation stone laying ceremony...
  
vssm દ્વારા વિચરતી જાતિના બાળકોના અભ્યાસ માટે નિવાસી સંકુલ બનાવવા માટે ભુમીભુજન યોજાઈ ગયું.

વિચરતા સમુદાયના પરિચયમાં આવવાનું થયું ત્યારે એ લોકો જે મુશ્કેલી વેઠી રહ્યાં હતાં એ જોઇને જ હેરાન થઇ જવાયું હતું. સમસ્યાઓ તો ગણ્યા ગણાય નહિ અને છાબડીમાં માય નહિ એટલી. ધીમે ધીમે બધું સમજાતું ગયું અને ઉકેલો સુઝતા ગયા એમ એમ આગળ વધતાં ગયા. નાગરિક તરીકેની ઓળખ, ઘર, રોજગાર અને શિક્ષણની દિશામાં નોંધપાત્ર કહી શકાય એવું કામ થઇ રહ્યું છે. 

પણ શિક્ષણમાં જેટલું કરીએ છીએ એના કરતા પણ વધારે કામની જરૂર હતી. વિચરતી જાતિઓની વસાહતોમાં જ તંબુશાળા અને ત્યારબાદ ભાડા પર હોસ્ટેલ શરુ કરી. આ બધામાં આ સમુદાયના બાળકોને અનુરૂપ શિક્ષણ સંકુલ થાય તે અત્યંત જરૂરી લાગતું હતું. મુંબઈમાં vssmના કામોમાં સદાય સહાયભૂત થતાં ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના ટ્રસ્ટીગણે રૂ.૬૫ લાખ બાળકોના શિક્ષણ અર્થે બાંધવાની થતી હોસ્ટેલ માટે એકત્રિત કરી આપ્યાં અને ‘સદવિચાર પરિવારે’ હોસ્ટેલ માટે જમીન આપી. આ જમીનનું ભૂમિપૂજન તા.૨૦ ફેબ્રુઆરીના રોજ ઉવારસદ મુકામે યોજાઈ ગયું.. 

બસ વિચરતી જાતિના બાળકો માટે સુંદર નિવાસી શાળાનું સ્વપ્ન ઝટ પૂરું થાય એવી પ્રભુ પ્રાર્થના..
ભૂમિપૂજન કરી રહેલાં vssm સાથે સંકળાયેલા સૌ સ્વજનો..