Monday 29 February 2016

The girls of VSSM Ahmedabad hostel shine at their school’s Annual Sports Day….

Nomadic Girls with their medals.

Looking at the way our charismatic and wonderful daughters residing at the Ahmedabad hostel are growing triggers the feelings of relief and joy…it makes us thank the moment we decided to start a hostel for these nomadic girls and  give them an opportunity to realise their potential, to grow and bloom in a secured and encouraging environment.  


Since last June, 35 girls haven been staying in a hostel initiated by VSSM just behind its Ahmedabad office. The girls are enrolled in a leading school of Ahmedabad  city - the H. B. Kapadia School where they are gradually improving in their studies. Thought one field they excel in is sports. 

On 22nd February during the school’s  Annual Sports Day event the girls won numerous medals, so many that when they began showing me the medals I could not stop myself from asking, “ were you all alone at the event or the event had other participants as well??” To which they replied, “Didi, there were so many other participants but we remained ahead of them, our teacher also told us that along with studies we are improving in sports activities too!!” After which they all broke into a carefree laughter. 

I asked them to line up with their medals and allow me to take a group photograph. “Didi, share this picture with our parents so that they get to know what we have accomplished, how understanding and clever we have become…”

Such amazing and resilient  daughters we are blessed to be taking care of….

vssm દ્વારા ચાલતી હોસ્ટેલની દીકરીઓનો સ્પોર્ટ્સમાં ઉત્તમ દેખાવ
Vssm દ્વારા અમદાવાદમાં વિચરતી જાતિની દીકરીઓની હોસ્ટેલ ચાલે જેમાં ૩૫ દીકરીઓ ભણી રહી છે. આ દીકરીઓ અમદાવાદની ખુબ જાણીતી સ્કુલ એચ.બી. કાપડીયામાં અભ્યાસ કરી રહી છે. ભણવામાં ધીમે ધીમે તેજસ્વી થઇ રહી છે પણ રમત- ગમતમાં અવ્વલ છે.
તા.૨૨ ફેબ્રુઆરીના રોજ દીકરીઓની સ્કુલમાં આયોજિત સ્પોર્ટ્સ ડેમાં હોસ્ટેલની દીકરીઓ ઢગલાબંધ મેડલ જીતીને આવી. જયારે એમણે મેડલ બતાવવાના શરુ કર્યા એટલે સાહજિક રીતે પૂછાઈ ગયું, 
‘સ્પર્ધામાં તમે એકલા જ હતા કે બીજા કોઈ હતા?’
અને અમારી વહાલી દીકરીઓએ કહ્યું, ‘દીદી બહુ બધા હતા પણ અમે બધામાં આગળ રહ્યાં. અમારા ટીચર કહેતાં કહેતાં હતા કે, આ છોકરીઓ તો ભણવાની સાથે સાથે હવે રમવા પણ પહેલી આવવા માંડી છે.’ આટલું કહી બધી જ દીકરીઓ ખુબ હસી..
મે બધાના ફોટો પડ્યા એટલે એમણે કહ્યું, ‘અમારા ઘરે આ ફોટો મોકલાવજો એ લોકો જુએ તો એમને ખ્યાલ આવે કે, અમે ક્યાં પહોચી ગયા છીએ!.. કેવી સમજદાર થઇ ગઈ છે..
ફોટોમાં એમણે મળેલાં મેડલ સાથે દીકરીઓ

Viram Vansfoda makes us all proud, stands first in long jump event at a block level sports meet…….

Viram with certificate he received, with his
house in the backdrop, soon these families
will be moving to their pucca homes...

Viram Vansfoda, son of Chaganbhai Vansfoda of Jesada village in Shankheshwar block of Patan studies in 5 standard at the village primary school. He has recently won a gold medal in the long jump event at a sports meet organised at the Sankheshwar block level. 


Chaganbhai  earns his living by selling plastic house-ware. These once nomadic Vansfoda families now lead settled lives with men wandering in neighbouring villages for selling such plastic ware.  VSSM has been instrumental in helping this families obtain residential plots in the village. Currently the construction of their houses in underway. 

Viram winning  a medal is a  matter of pride for his entire settlement. “ VSSM will  support you only on a precondition - you will have to send your children to school and ensure they receive continuous education,” was a requirement VSSM’s Mohanbhai had put forth these families before beginning to support them. This is how such barters pay off…. and we are definitely not going to have it any other way…..

Congratulations to Viram and Mohanbhai..

વિરમ વાંસફોડા તાલુકા કક્ષાની લાંબીકુદ સ્પર્ધામાં પ્રથમ આવ્યો..

પાટણ જીલ્લાના શંખેશ્વર તાલુકાના જેસડાગામમાં રહેતાં છગનભાઈ વાંસફોડાનો ધો.૫માં ભણતો દીકરો વિરમ તાલુકા કક્ષાની લાંબીકુદ સ્પર્ધામાં પ્રથમ આવ્યો.
વિરમભાઇ પ્લાસ્ટીકના તબકડા વેચવાનું કામ કરે છે. vssmના સતત પ્રયત્નથી આ પરીવારોને રહેણાંક અર્થે પ્લોટ અને ઘર બાંધકામ માટે મકાન સહાય મળી છે. એમના ઘરો બનવાનું કામ ચાલુ છે. આ પરિવારો હવે સ્થાઈ રહે છે અને એમના બાળકો સ્કુલમાં ભણવા જાય છે. પુરુષો કામ માટે આસપાસના વિસ્તારમાં વિચરણ કરે. 
આવામાં વિરમનું તાલુકામાં પ્રથમ આવવું આખી વસાહત માટે ગૌરવ સામાન છે. vssmના કાર્યકર મોહનભાઈની આ પરિવારોના પ્લોટ અને અન્ય કામોમાં મદદ કરવા માટે મુકેલી શરત કે ‘તમારા બાળકોને શાળામાં ભણવા મોકલશો તો જ હું તમારા કામમાં મદદ કરીશ’ એનું આ પરિણામ છે. 
વિરમ અને મોહનભાઈ બન્નેને અભિનંદન
ફોટોમાં વિરમ પોતાને મળેલાં પ્રમાણપત્ર સાથે જે હાલની એમની રહેણાંકની સ્થિતિ સાથે જે આગામી એક વર્ષમાં બદલાશે.

Monday 1 February 2016

The children from Doliya Hostels shine bright at an Art Competition...


Samata and Ravi Bjania with their medals….
The KALRAV and VATSALYA are two Hostel in Doliya is a VSSM managed hostel supported by The Giant Group of Central Mumbai and Arati Foundation. The Kalrav hostel (Nomadic girls hostel) first became operation to accommodate  girls from the nomadic families but as the demand from boys emerged Vatsalya hostel (Nomadic boys hostel) became operational to accommodate the boys of nomadic communities. Currently around 200 children stay with these hostels.

While the children stay with the hostel they school at the government schools in Doliya. Along with the regular studies emphasis is given on the all round development of the children and they are mentored lot of co-curricular activities.

Two children for both the hostels showed outstanding performance in the recently organised art and painting competition by the ‘Kala Shikshak Sangh.'

Samata Nakiya, a 9th grader from Digsar village in Surendranagar’s Muli block bagged a gold medal in her category. Samata comes from a family of 6 daughters. The economic condition of her family is so weak that educating his daughters was an impossible task for her father. VSSM asked her father to send his girls to Kalrav hostel. Samata wishes to be a teacher when she grows up.

Ravi from the Vatsalya Hostel went on to secure bronze medal in the competition. Ravi is from Kadi town, his father earned living by working as construction labour. The family was always on the move wandering in each of work. This affected the Ravi’s chances of receiving decent education. Hence he was enrolled in Vatsalya Hostel.

Such initiatives by VSSM supported by its well-wishers are enabling extremely marginalised children realise their potential and achieve their dream of a better brighter future.

Congratulations to Samata and Ravi and all the very best for future endeavours..

vssm સંચાલિત હોસ્ટેલમાં ભણતા વિચરતી જાતિના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં સિદ્ધિ હાંસલ કરી

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામે ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ સંચાલિત ‘જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈ’ અને ‘આરતી ફાઉન્ડેશન’ના આર્થિક સહયોગથી ચાલતી કલરવ કન્યા છાત્રાલય અને વાત્સલ્ય કુમાર છાત્રાલયમાં વિચરતી અને વિમુક્ત  જાતિઓનાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

છાત્રાલયમાં અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે. તાજેતરમાં જ ‘કલા શિક્ષક સંઘ’ દ્વારા આયોજિત ચિત્ર રંગપુરણી સ્પર્ધામાં બન્ને હોસ્ટેલના બે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.

કલરવ કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ ૯માં અભ્યાસ કરતી મુળી તાલુકાના દિગસર ગામની સમતા નાકીયા એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો . સમતાના પરિવારમાં ૬ બહેનો છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે સમતાને આગળ ભણાવી શકવાની એના પિતાની ક્ષમતા નહોવાના કારણે સમતાને vssm સંચાલિત હોસ્ટેલમાં ભણવા મૂકી છે. સમતા પણ ભણીને  શિક્ષક બનવા માંગે છે .  

વાત્સલ્ય કુમાર છાત્રાલયમાં રહીને ધોરણ ૯માં અભ્યાસ કરતો રવિ બજાણીયા એ ચિત્ર રંગપુરણી સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. રવિ મુળ નાની કડીનો વતની છે. તેના પપ્પા કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ મજુરી માટે વિચરણ કરતા રહે છે. આથી તેમણે રવિને હોસ્ટેલમાં ભણવા માટે મુક્યો છે.

વિચરતી જાતિના દરેક બાળકોનું ભવિષ્ય તેજોમય બને એવી શુભેચ્છા સાથે રવી અને સમતાને ખુબ ખુબ અભિનંદન.. 
ફોટોમાં vssm સંચાલિત હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓને ચિત્ર રંગપુરણી સ્પર્ધામાં મળેલી સિદ્ધી..

VSSM hostel Girls enjoying one day picnic


Girls, Mardaviben and her friends enjoying at Indroda nature park.

The girls hostel in Ahmedabad that became functional in June last year has been receiving lot of love and support from the community of our Ahmedabad based well-wishers and friends. One such ardent well-wisher is U. S. based  Mardaviben Patel .  On her recent visit to the city she decided to take the girls from these hostel  for a day trip to Inroad Nature Park situated in Gandhinagar. Everyone including Mardaviben was exited about this trip. She also asked her friends to join for this outing. The girls were so overwhelmed with the trip that they planned everything a day before. Had a good head bath so that they could have a desired hair style for the outing.

We are extremely thankful to you Mardaviben for taking this initiative and giving a special day full of fun memories to these girls. We were looking forward to plan an exposure trip for them, take them in lap of nature, you read our minds by planning this outing.  I am glad you are associated with us. A big THANK YOU DIDI on behalf of the girls  as well.

vssm સંચાલિત વિચરતી જાતિની હોસ્ટેલની દીકરીઓનો એક દિવસનો પ્રવાસ આયોજિત કર્યો..
Girls, Mardaviben and her friends enjoying at Indroda nature park.

vssm દ્વારા અમદાવાદમાં વિચરતી જાતિની દીકરીઓની હોસ્ટેલ ચલાવવામાં આવે છે. આ દીકરીઓને ખુબ લોકોનો પ્રેમ મળ્યો છે. અમેરિકામાં રહેતાં અને vssm ના કામોમાં સદાય સહાયભૂત થતાં માર્દવીબહેન પટેલે આ દીકરીઓને એક દિવસના પ્રવાસે લઇ જવાનું નક્કી કર્યું. દીકરીઓની સાથે સાથે માર્દવીબહેનને પણ ખુબ ઉત્સાહ. પોતે અને એમનાં મિત્રો પણ આ પ્રવાસમાં દીકરીઓ સાથે જોડાયા. પ્રિય અને વહાલાં માર્દવીબહેન - દીકરીઓનો એક દિવસ ખાસ બનાવવા માટે અમે આપના આભારી છીએ.. દીકરીઓ બહારની દુનિયા અને કુદરતનું સૌંદર્ય મહત્તમ માણે એવી અમારી ઈચ્છાને આપે પૂરી કરી છે અમે સૌ આપના આભારી છીએ અને આપ સાથે છો એનો આનંદ વ્યક્ત કરું છું.
ફરવા જવાનું છે એટલે દીકરીઓએ પણ પૂરી તૈયારી કરી લીધેલી. વાળ તો ગઈકાલથી જ ધોઈ નાખેલા જેથી હેરસ્ટાઈ કરી શકાય. આ દીકરીઓની ભાષામાં કહું તો thank you દીદી..
ફોટોમાં ઇન્દ્રોડા પાર્કની મુલાકાત લઇ રહેલી દીકરીઓ, માર્દવીબહેન અને તેમનાં મિત્રો અને vssmના બાલદોસ્તો

At last thing falling in shape at the VSSM managed girls hostel at Ahmedabad…….

Some beautiful moments we experience with our lovely daughters
The  hostel at Ahmedabad for the girls from nomadic families was initiated as a response to resolve the issue of education for the girls living marginalised lives in some remote part of the state. It was a challenge we had to embrace without being concerned about the way the program would move further. We had embarked upon this journey with no infrastructure or logistics in place. All we had was strong desire to give these girls a different life. Acclimatising the girls to the environment of learning and community living was the first and the hardest  challenge we had to tackle. Along with the girls we had to tackle their parents who always were prepared to fight with us and came up with hoards of issues. Dealing with them on daily basis was extremely exhausting…. all these while we are struggling to make room for 35 girls, mobilising ration, supplies, managing school admissions etc. Everyday I would be speaking so much that by the end of the day my mouth and ribs hurt. The day would be long, starting from 7. 45 (reaching office) stretching up to  some wee hours when the conditions would ease up for me to return home. The family especially young Kiara remained  neglected all the time …

During these times Vrutika and Hetal joined us as Baldosts for this hostel. They are an absolute treasure to the program. Extremely hard working, loving and selfless ladies who too had to endure the various allegations made by the parents. Gradually things began to calm down. The duo managed to calm the nerves of these girls, they began focusing  on studies and their life in the hostel. Vrutika and Hetal took charge of them as a mother does for her children. Without any disgust they cared and nurtured the girls. Cleaned them, bathed the small ones, nursed them during their illness. They became their mothers, their guardians.. Recently Reena also joined the team. She works in the VSSM office during the day and lives with these girls during the night. These Baldosts have made it possible for me to remain at home during Sundays. I can now come to office at 10 and travel for work with a relative ease..

The same applies for the other  deligent and dear  set of Baldosts at Doliya… Vandana, Valji, Jalpa, Harkishan and Harshad. Together this team cares for 200 children.

Having  such devoted team has enabled us to reach to hundreds of children from nomadic communities …A big Thank you. It is your dedication and whole hearted efforts that are bringing such amazing results to our education initiative. It is because of you that I can focus on other challenges the nomads face.

In the midst of such tumultuous teething times  we were joined by an enthusiastic and extremely  caring  volunteer Dimpleben, not only she worries about the girls but also about the activities of VSSM, a big thank you for being with us during such times of need.  We are immensely delighted to have with us.

VSSM’s team members Chayaben, Shardaben, Ilaben, Amiben worked round the corner to make sure the girls felt at home in their new residence.

Our dear friends Pragneshbhai, Kiritbhai, Namrataben, Direndrabhai, Satsang Parivar never left our side and made sure we had all the infrastructure and support we needed. Their warm support ensured we keep going on the mission we had embarked upon. I am grateful to for your presence in VSSM…

This doesn’t happen everyday… yesterday the girls who were heading to school  and Baldosts suddenly felt the need to have a group photograph clicked…. the moment captured in the camera…..such priceless moments wash away  all the pain,  both mental and physical, of working with these communities….

vssm દ્વારા વિચરતી જાતિની દીકરીઓની અમદાવાદમાં શરુ કરેલી હોસ્ટેલ હવે હવે થાળે પડી રહી છે..
અમદાવાદમાં vssm દ્વારા અને સમાજના સહયોગથી ચાલતી હોસ્ટેલમાં દીકરીઓ ભણવા આવી. શરૂઆતમાં દીકરીઓને ગોઠવવી ખુબ મુશ્કેલ હતી. દીકરીઓ અને એમના માં-બાપની ઢગલોબંધ ફરિયાદો. થાકી જવાય. ક્યારેક તો બોલી બોલીને પાંસળી દુખવા માંડે. સવારે ૭:૪૫ વાગે ઓફીસ આવી જાઉં અને રાતના ઘરે જવાનો સમય નક્કી નહિ. મૌલિક અને કીયારાને પણ અન્યાય કરું. 
આ સ્થિતિમાં વૃતિકા અને હેતલ આ દીકરીઓના બાલદોસ્ત તરીકે જોડાયા. બન્નેની ખુબ મહેનત. વૃતિકા ઉપર તો દીકરીઓ અને એના માં-બાપે ઘણા આક્ષેપો કર્યા. અમને વૃતિકા જોઈએ જ નહિ એવી માંગણી પણ કરી. પણ ધીમે ધીમે સમજાવટ અને આ બંનેનો દીકરી ઉપરના અપાર પ્રેમના કારણે અમારી દીકરીઓ શાંત થઇ, ભણવા માંડી. જે વૃતિકા ગમતી નહિ એ આજે બે કલાક માટે જવાનું કહે તો અનુ અને વિજયા તો એને પકડીને રડવા જ માંડે. વાગ્યા પરનો ઘા હોય કે આ દીકરીઓની સ્વચ્છતાનો મુદ્દો હોય, કોઈ છોછ વગર ખુબ પ્રેમથી બંને બાલદોસ્ત દીકરીઓને સાચવે.

હમણા એમાં રીના પણ જોડાઈ. આખો દિવસ ઓફિસમાં કામ કરે અને રાતના આ દીકરો સાથે રહે.. આ બાલદોસ્તોના કારણે હવે હું રવિવારે ઘરે રહી શકું છું. ઓફીસ પણ ૧૦ વાગે આવું છું.
આવા જ વહાલા ડોળીયા હોસ્ટેલના બાલદોસ્તો વંદના, જલ્પા, વાલજી, હરકિશન અને હર્ષદ જેઓ ૨૦૦ બાળકોને સાચવે છે..

આવા સરસ બાલદોસ્તોના કારણે જ વિચરતી જાતિના બાળકો સાથેનું કામ શક્ય બને છે.. મારા વહાલા બાલદોસ્તો thank you. તમે છો તો બાળકોને તમને સોપીને હું વિચરતી જાતિ સાથેનું બીજું કામ કરી શકું છું.
આવા જ ડીમ્પલ બેન કેટલી બધી ચિંતા બાળકો અને સાથે સાથે અમારી પણ કરે. thanks સાથે છો એના માટે.. શરૂઆતમાં vssm ટીમમાંથી છાયાબેન, શારદાબેન, ઇલાબેન, અમીબેન સૌની કેટલી દોડાદોડી. તો રશ્મિનભાઈ, પ્રદીપભાઈ ફ્રેન્ડ્સ ઓફ vssm, પ્રજ્ઞેશભાઈ, કિરીટભાઈ, નમ્રતાબેન, ધીરેન્દ્રભાઈ, સતસંગ પરિવાર વગેરે જેવા વહાલાં સ્વજનોનીની સતત સાથે હોવાની હુંફથી જ આ કામ થઇ શક્યું. સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
ગઈ કાલે અચાનક મને ખુરશીમાં બેસાડીને બાલદોસ્તોએ અને સ્કુલ જઈ રહેલી અમારી દીકરીઓએ ફોટો સેશન કરાવ્યું જે જોઈ શકાય છે.


Inculcating the principles of community living and life skills through Hostel living…

Nomadic Girls cleaning the space around Kalrav hostel
The hostel living in all the VSSM managed hostel facilities is targeted to build an environment of learning, community living, inculcating the universal human values in the children staying with us. The daily schedule is designed in such a way that children work to clean their surroundings and their living spaces, perform community prayers, the elder children have to take care of the needs of the younger ones, studying and picking up other co-curricular activities…All these daily activities help them become better students and citizens. 

In the VSSM managed and ‘Giant Group of Central Mumbai and Aarti Foundation supported Kalrav girls hostel at Doliya 93 girls are staying and continuing with their education. These girls are between the ages of 5 to 11 years. On 2nd October they took up the task of cleaning the main road just outside their hostel premises. This road is the Rajkot-Ahmedabad road. The cleanliness drive was to mark Gandhi Jayanti and remember the principles Gandhi practiced and preached. The Baldosts of the facility Vandana, Jalpa, Harshad who are taking remarkable care of this children designed this initiative to put into practice what the children  have been learning in their books. 

Such small yet thoughtful initiative go a long way……one has to make very conscious efforts to ensure that these universally relevant principles that Gandhiiji preached aren’t forgotten by the future generations. With all our efforts we make sure that such initiatives do not remain limited to special days but are followed as a way of life by our children…

ગાંધી જયંતિ નિમિત્તે vssm દ્વારા ચાલતી હોસ્ટેલની દીકરીઓએ સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો..

Nomadic Girls cleaning the space around Kalrav hostel
Vssm સંચાલિત અને ‘જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈ’ અને ‘આરતી ફાઉન્ડેશન’ના આર્થીક સહયોગથી સુરેન્દ્રનગર જીલ્લાના ડોળિયા ગામમાં કલરવ કન્યા છાત્રાલય ચાલે છે. વિચરતી જાતિની ૯૩ દીકરીઓ આ છાત્રાલયમાં રહીને ભણે છે. હોસ્ટેલમાં ભણવા આવતી દીકરીઓની ઉંમર ૫ વર્ષથી લઈને ૧૫ વર્ષ સુધીની છે. આમ તો આ દીકરીઓ રોજ પોતાની હોસ્ટેલ અને એની આસપાસના પ્રાંગણની સફાઈ કરે જ છે પણ આજે ગાંધીજયંતિ નિમિતે ખાસ હોસ્ટેલ બહારનો રાજકોટ –અમદાવાદ તરફનો રસ્તો એમણે સાફ કર્યો.. દીકરીઓ ગાંધીજીના જીવનને એમના મુલ્યોને સમજે એ માટે બાલદોસ્ત વંદના, જલ્પા, હર્ષદ એમને પુસ્તકની સાથે સાથે પ્રેકટીશમાં પણ ગાંધીના મુલ્યોને શીખવવા કોશિશ કરે છે.. નવી અને યુવા પેઢી ગાંધીના મુલ્યો સમજશે તો ભવિષ્યમાં હિંસા રહિત વિશ્વ જોઈ શકાશે.. જાણું છું આ ખુબ મોટી આશા છે.. કેટલાકના મતે અશક્ય. પણ સ્વપ્ન તો જોઈ જ શકાય અને એ સ્વપ્નને સાકાર કરવાનું પોતાના ઘરથી કરી જ શકાય.. અને એટલે જ vssm પરિવાર ગાંધીને સમજી એમના માર્ગે આગળ વધે એ કોશિશમાં અમે સતત લાગ્યા રહ્યા છીએ.. વળી આ કાર્ય ફક્ત ૨ જી ઓક્ટોબરે જ યાદ આવે અને એ થાય એ અજુગતું લાગે. આ નિરંતર પ્રક્રિયાની જેમ ચાલવું જોઈએ. vssm પરિવાર ગાંધી મુલ્યોને સમજી એને સમજદારી પૂર્વક અપનાવે એવી શ્રદ્ધા...
ફોટોમાં vssm સંચાલિત કલરવ કન્યા છાત્રાલય આસપાસના પ્રાંગણની સફાઈ કરતી દીકરીઓ