Monday 11 September 2017

Teachers' Day Celebration at Unnati Girls Hostel - Mittal Patel surrounded by the enthusiasm

Trust me, it is difficult to compete with them when it comes to dressing up. Try once, if you think otherwise!!
Mittal Patel with Nomad Girls celebrating Teacher's Day at Unnati Girls Hostel
Our sweet daughters, 76 of them stay together and we do not have a typical warden to take care. Gosh! I distinctly remember the first time they arrived here. So many disputes, anger, fights, swearing in abundance. The foul language they used, even I had never heard in my life… and they even taught me the meaning of each of the swear words they used!!
“Be good or I will appoint a saree clad warden!!” I would tell them.
‘Nooooo Didi, promise we will be good!!” they would refuse in chorus.
Those promises would last for some moments or couple of days.
Their first day at H. B. Kapadia school was also memorable. They saw the school bell and experienced the urge to ring it like a temple bell. And ring, they did!! The entire school was out. Helpless teachers had no choice but to ignore this act.

I remember the first time they went to school with their individual water bottles. The entire class turned into one wet mess. Each of them took numerous turns to the water cooler to fill the bottle and then to the washroom!! We were afraid the teachers would give-up on them one day. But, our salutations to the teachers who took care of our daughters. For us working for these girls is a choice we have made but the teachers had no compulsion and yet they have nurtured our daughters so well. Their learning has improved, they are doing good at school. They have turned mellow but still carry their inherent spark. On this Teacher’s Day, 20 of our daughters became teachers for a day and all these memories came rushing back as I saw them blooming into such confident young ladies.
They are headstrong but they are equally sweet and caring. And all our effort will blossom when they grow into fine humans!!

We will always remain grateful to all who have supported their 

‘તૈયાર થવામાં ને નાચવામાં અમે બધાને પાછળ પાડી દઈએ.. હરિફાઈ કરવી હોય તો એક વાર આવી જજો...’ સાચુ કહુ છુ તમે એમને ના હરાવી શકો...

અમારી મીઠડીઓ... પહેલાં કરતા વધુ ડાહી બની ગઈ છે. એકસાથે 76 ભેગી રહે ને એને સંભાળવા પાછા કોઈ કડક સો કોલ્ડ બેન – ગૃહમાતા નહીં. આવી ત્યારે ખુબ માથાકૂટો, અંદર અંદર ઝઘડાને, ગાળ તો મેય બાપગોતરમાં નહોતી સાંભળી એવી બોલે, પાછા એના મતલબ પણ એમણે જ સમજાવ્યા...
‘ડાહી બની જાવ નહીં તો સાડીવાળા ગૃહમાતા લઈ આવીશું....’ ને એકસામાટા ‘ના દીદી... હવે નહીં કરીએ આવું ને તેવું...’ ને પછી તો બધુ રાબેતા મુજબ...
એચ.બી.કાપડિયામાં પહેલા દિવસે ભણવા ગઈને નિશાળનો બેલ જોઈને મંદિરના બેલને વગાડવાનું મન થાય એમ મન થયું ને ઊભા થઈને વગાડી આવ્યા. આખી નિશાળ બહાર ને બિચારા શિક્ષક...
પાણીની બોટલ લઈને પહેલીવાર નિશાળમાં જવાનું થયેલું, તે આખો ક્લાસ પાણી પાણી... ઠંડા પાણીનું કુલર અને બોટલ. બસ પાણી ભરવાનું ને એમ કરતાં બાથરૃમ તરફની હડીઓ વધી ગયેલી.. શિક્ષકો કંટાળી જશે તેવો ભય હતો પણ એ લોકોને સલામ કરવી પડે અમારી આવી નટખટ દીકરીઓને એમણે સાચવી..અમે તો સ્વીકાર્યું હતું પણ એમણેય સ્વીકાર્યુ...
ભણવામાં ઠીક ઠીક હતી પણ હવે સરસ ભણે છે. એકદમ ડાહી બનીને... શિક્ષક દિને 20 દીકરીઓ શિક્ષક બની... રાજી થવાયું...
અમારી આ બધી માતાજીઓ... અમને ખુબ વહાલી ને મીઠી પણ.... 
સરસ માણસ બને તો અમે કરેલું બધુ વસુલ....
આ દીકરીઓના ભણતરમાં મદદરૃપ થનાર સૌનો આભાર...