Wednesday 27 May 2015

Doliya Girls Hostel for Nomadic Community Girls

"So that they are treated with love and care  and do not face discrimination…” was the sole reason that prompted us to begin  hostels for nomadic children. 
Doliya Girls Hostel for Nomadic Community Girls
Doliya Girls Hostel for Nomadic Community Girls
How to bring the children of nomadic communities to school was an extremely pressing issue for VSSM when it began working with the communities almost a decade ago. It began with enrolling  children from these communities to hostels and Ashram Shalas functioning in various parts of Gujarat. 

In the year 2011 VSSM enrolled 7 girls in a government aided hostel run by an organisation in Dodiya village of Surendranagar district. Some how we got a  feeling that the decision of enrolling the girls was forced upon them. The authorities and the warden both did not look prepared to host these girls but for the reasons best to their knowledge they did not refuse admission to the girls. All the time,  for three days the girls stayed there, we felt that they weren’t welcoming enough and heisted to embrace the girls. From the moment they walked in the hostel  the girls faced discriminatory behaviour from the authorities and fellow residents. VSSM’s Ilaben,  a Baldost,  who taught these girls was accompanying them so as to help them settle down. Ilaben was uncomfortable with the way these girls were treated by the warden. On the fourth day when she had to leave the hostel, she called us up saying, “ I don’t feel like leaving these girls here!! They aren’t received well here, in such circumstances whom to trust them with is the question nagging me!!” After learning in detail about the entire situation we decided to call the girls back in just three days. 

The episode made us believe that things hadn’t changed a bit since  2006-07 the year when we had enrolled a substantial number of nomadic children in various hostels and all of them came back within few weeks of enrolment.  6 years down the line  the situation remained the same.In any hostel that we enrolled the children from nomadic communities they faced same discriminatory behaviour from the authorities as well as fellow hostel mates. 

What next was the  question staring at us?? The Baldosts advised us to start our very own residential facility where each child is treated with love, care and dignity. We shared this thought with our well-wishers who whole heartedly accepted the suggestion. 

The Doliya Girls Hostel began with 7 girls in a rented premises at Jain Heetwardhak Mandal. Today 69 girls are staying with the Doliya hostel and studying at the government school in Doliya, the entire expense of which is supported by The Giant Group of Central Mumbai and whenever needed respected Shri. Chandrakantbhai Gogri also extends his support. 

જ્યાં દરેક બાળકને પ્રેમ મળે કોઈ ભેદ ના હોય...
વર્ષ-૨૦૧૧માં સુરેન્દ્રનગર જિલ્લાનાં ડોળિયાગામમાં એક સંસ્થા દ્વારા સરકારી ગ્રાન્ટથી ચાલતી હોસ્ટેલમાં વિચરતા સમુદાયની ૭ દીકરીઓને આપણે દાખલ કરી. આમ તો પરાણે દાખલ કરી એમ કહીએ તો ચાલે. હોસ્ટેલના ગૃહમાતા કે વહીવટ કરનારાને આ દીકરીઓને રાખવાનું જરાય મન નહીં, પણ તે વખતે તેઓ ના ન પાડી શક્યા. પણ આ દીકરીઓ સાથેનો તેમનો વ્યવહાર ભેદભાવપૂર્ણ હતો. દીકરીઓ ત્રણ જ દિવસ રહી. સાથે તેમના બાલદોસ્ત ઇલાબહેન પણ હતા. ઇલાબહેન દીકરીઓ સાથે થઇ રહેલો વ્યવહાર જોતા હતા. ત્રીજા દિવસે દીકરીઓને મૂકીને એમને પરત આવવાનું હતું. તેમણે ફોન કરીને કહ્યું, ‘ દીકરીઓને મૂકીને આવવામાં મારુ મન નથી માનતું! આ લોકો તો આપણી આ દીકરીઓને સ્વીકારતા જ નથી. આવામાં આમના ભરોસે દીકરીઓને મૂકીને કેમ આવું?’ ઇલાબહેન પાસેથી સર્વ સ્થિતિ જાણ્યા પછી આપણે દીકરીઓને પરત બોલાવી. વિચરતા સમુદાયો સાથે કામ શરૂ કર્યું તે અરસામાં એટલે કે વર્ષ ૨૦૦૬-૦૭માં પણ વિવિધ હોસ્ટેલમાં દાખલ કરેલા બાળકો સાથે આવો જ વ્યવહાર હતો. એટલે જ એ વખતે પણ બાળકો હોસ્ટેલમાં રહ્યા નહોતા, આજે એજ પરિસ્થિતિનું પુનરાવર્તન થઇ રહ્યું હતું. હવે શું કરવું તે પ્રશ્ન હતો. બાળકો સાથે કામ કરતા તમામ બાલદોસ્તોએ આપણી પોતાની જ હોસ્ટેલ કરવાનું સૂચન કર્યું. જ્યાં દરેક બાળકને પ્રેમ મળે કોઈ ભેદ નાં હોય.. આ સૂચના આપણા કામોમાં મદદરૂપ થતા તમામ સ્વજનો સમક્ષ મુક્યું. સૌએ તે વધાવી લીધું અને ડોળિયામાં જ જૈન હિતવર્ધક મંડળની ભાડાની જગ્યામાં જ ૭ દીકરીઓથી હોસ્ટેલની શરૂઆત થઇ. આજે તેમાં ૬૯ દીકરીઓ ભણી રહી છે. હોસ્ટેલનો તમામ ખર્ચ જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈ એ ઉપાડી લીધો છે. જરૂર પડે આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરી પણ તેમાં સહાયભૂત થાય છે.

દીકરીઓ આપણી હોસ્ટેલમાં રહે છે અને ભણવા ગામમાં આવેલી સરકારી શાળામાં જાય છે.

Right To Education For Bajaniya Community Children of Gujarat

Children - The invisible victims of some distressing social  practices of Bajaniyaa community and igniting the desire for learning…..

Right To Education for Kanubhai Bajaniya's Daughter
Right To Education for
kanubhai
 Bajaniya's daughters 
Bajaniya community is one the largest Nomadic Communities in Gujarat. Extremely deprived in all aspects -educational, social and economical. Rigid mindsets, unorthodox practices, ignorance, alcohol abuse, neglect are things one can easily associate with Bajanya Community of Gujarat. One of the most rampant practice this community follows is of divorce and remarriage. It is common to see men and women marrying as many as four times in this community. While it gives a right of choice to the couple the children from all the relationships are the ones who suffer the adverse impact of this highly liberated  practice. The father can’t take the responsibility if his next partner doesn’t wish and so is with the mother hence most of the times the grandparents from either side are left to look after the kids. Marriage and remarriage also means the women do not adopt family planning methods. 

Yash is the eldest of the four children  of Kanubhai Bajanya a resident of Vanod village of Surendranagar’s Patdi block. Yash and his three younger sisters are were left to be fended by their father when their mother walked out of the house due to some conflict with their father. The parents eventually divorced but Kanubhai chose to take care of his children. The children endured the trauma of living without their mother.  Yash an extremely  bright and intelligent child experienced the pain the most cause he was the eldest and much aware of the consequences. However, Kanubhai played the role of both the parents and provided all the care and love the children required.  

Right To Education for Yash Bajaniya of Gujarat
Right To Education for Yash Bajaniya of Gujarat
When the family came in to contact with Vicharta Samuday Samarthan Manch - VSSM we decided to enrol Yash in Hariyala Gurukul. Yash excelled in all  the curricular as well as the co-curricular activities here. The younger two girls are studying with Doliya Hostel of VSSM. Kanubhai wants to bring about a change in his community especially the practice of divorce and remarriages. “I want my kids to study well and be examples in my community. I want to be instrumental in bringing about a change in some rigid practices in our community. It pains me immensely to see any child remaining deprived of a mothers love and care. I have witnessed the pain of my children and do not want other kids experience the same,” shares Kanubhai. 

Apart from Yash the other kids of nomadic communities that we have enrolled with Hariyada Gurukul are Hardik in standard 5th, Sachin in 10th grade, Shailesh in 6th grade and Bharat in 10 grade. We are thankful to Shri. Chandrakantbhai Mataliya, Jitubhai Gandhi, Vinodbhai Bhagat, Kalpanaben Shah and Abhay Bhagat for sponsoring the education of these children. 

એક સ્ત્રી કે પુરુષના બે થી ચાર વાર લગ્ન અને છૂટાછેડા થવાની ઘટના જ્યાં સામાન્ય છે તેવા સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટી 

યશ સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાના વણોદગામનો વતની. કનુભાઈ બજાણીયાના ચાર સંતાનોમાં સૌથી મોટો યશ અને તેના પછી ત્રણેય બહેનો નાની. યશની મમ્મીને તેના પિતા સાથે અણબનાવ થતાં તેણે છૂટાછેડા લઇ લીધા અને બાળકો કનુભાઈ સાથે રહ્યા. ભણવામાં તેજસ્વી


Hariyala ગુરુકુળમાં ભણતા પાંચ વિદ્યાર્થી
યશને આપણે હરિયાળા ગુરુકુળમાં ભણવા દાખલ કર્યો. ગુરુકુળમાં આયોજિત વિવિધ સ્પર્ધામાં અને ભણવામાં યશ અવ્વલ છે. માતા મુકીને ગઈ તેનાથી એ ખુબ પરેશાન હતો પણ કનુભાઈની હુંફથી તે સ્વસ્થ થયો. બજાણીયા સમાજમાં બાળલગ્નનું અને છૂટાછેડાનું પ્રમાણ વધારે. પતિ –પત્ની કેટલો સમય સાથે રહેશે તે નક્કી નહોવાના કારણે સ્ત્રીઓ કુટુંબ નિયોજન ન અપનાવે. વળી એક સ્ત્રી કે પુરુષના બે થી ચાર વાર લગ્ન અને છૂટાછેડા થાય તો પણ આ ઘટના આખા સમાજ માટે ખુબ સામાન્ય ગણાય. પણ આ બધાની વિપરીત અસર બાળકો પર થાય. બાળક થયા પછીના છૂટાછેડામાં બાળક કોની સાથે રહેશે તે નક્કી ન થાય. બાળકને દાદા-દાદી કે નાના-નાની પોતાની પાસે રાખે અને માં-બાપ બીજે લગ્ન કરે.. કનુભાઈએ બાળકોની જવાબદારી સ્વીકારી. યશ ગુરુકુળમાં અને તેમની બન્ને દીકરીઓ આપણી ડોળીયા હોસ્ટેલમાં ભણે છે. કનુભાઈ કહે છે એમ,” મારા સમાજને આ બધી નીરક્ષરતામાંથી બહાર લાવવો છે. મારા બાળકોને સારું ભણાવી સમાજમાં ઉદાહરણરૂપ બનાવવા છે. કોઈ પણ બાળકનું બાળપણ માં વગરનું ના જાય તે માટે સમાજમાં જાગૃતિ આવે તે માટે પણ પ્રયત્ન કરું છું. જેમાં મારા બાળકો આધાર બન્યા છે.”
હરિયાળા ગુરુકુળમાં યશની સાથે હાર્દિક ધો.૫, સચીન ધો.૧૦, શૈલેશ ધો.૬ અને ભારત ધો. ૧૦માં ભણી રહ્યા છે. આ બાળકોનું ભણવાનું જેમના કારણે થઇ રહ્યું છે તેવા શ્રી ચંદ્રકાંતભાઈ માટલીયા , શ્રી જીતુભાઈ ગાંધી , શ્રી વિનોદભાઈ ભગત, શ્રી કલ્પાબેન શાહ, શ્રી અભય ભગતના અમે આભારી છીએ.  

Monday 25 May 2015

Education For All - VSSM initiative for Nomadic Communities of Gujarat

Success atlas to VSSM and parent’s  strive to bring a government school in the settlement


Education For All - VSSM For Nomadic Communities of Gujarat
Education for All - School Building at Dudhrej for
Nomadic Communities Children
There is a nomadic settlement  situated 2 kms away from the Dudhrej village of Surendranagar. The settlement consists of families from nomadic communities of Devipujak, Marwari Devipujak Community,Saraniyaa Community, Kangasiyaa Community etc. The settlement has substantial number of children of school going age. To access the nearest government school which is in Dudhrej village the kids have to  walk 2 kms. It is a substantial distance and  the parents  remain hesitant to enrol their kids in this school as Dhangadhara-Surendranagar Highway stands between the settlement and the school, the road accidents in the past have discouraged parents to send their children to school in Dudhrej.  As a remedial measure VSSM initiated a Bridge School in the settlement bringing education to their doorstep. VSSM’s Harshadbhai played a very important role in bringing these children to school and their eventual absorption in the mainstream education system. A system to ferry the children to and from the school was also worked out.  Simultaneously,  efforts to bring a government school to the settlement were also launched by Vicharta Samuday Samarthan Manch -VSSM and persistent efforts did result in sanctioning  of a school in the settlement. However, as it is in India approvals and implementation do not go together, the school never began. We were required to  relaunch our efforts towards getting the school started. This time it began in a makeshift rented structure which could hardly suffice for a proper school, hence the lobbying continued. Finally, the construction has began (as seen in the picture). 
Bridge School By VSSM at Dudhrej For Nomadic Communities Children
Bridge School By VSSM at Dudhrej For Nomadic Communities Children

The parents who normally decide  to keep their mouth shut and never utter a word  before authorities and villagers spoke up in the School Management Committee ( SMC ) just for the benefit of  their children and succeeded in bringing a government school in their settlement and thus answering the never ending inquires of their kids, “when will we have school in our settlement??” 

VSSM’s Harshadbhai has been instrumental in persuading the parents to work towards the benefit of their children….. 

vssm અને વાલીઓની મહેનતથી ઘર આંગણે નિશાળ આવી..
સુરેન્દ્રનગરનાં દૂધરેજમાં મારવાડી દેવીપૂજક, સરાણીયા, દેવીપૂજક, કાંગસિયા વગેરે પરિવારો રહે. વસાહતથી ગામની શાળા બે કી.મી દૂર અને વળી પાછો વચમાં ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે આવે એટલે બાળકોને શાળામાં મૂકતા વાલીઓ ડરે. અકસ્માતના અનુભવો પણ કારણભૂત. બે વર્ષ સુધી આપણે આ વસાહતના બાળકો માટે બાલઘર ચલાવ્યું. (જે ફોટોમાં જોઈ શકાય છે) બાલદોસ્ત હર્ષદની ખૂબ મહેનતથી છોકરાઓ શાળામાં જતા થયા. બાળકોને શાળામાં લેવા-મૂકવાની વ્યવસ્થા ગોઠવી પણ અગત્યનું વસાહતમાં જ શાળા થાય તે હતું. vssmની વારંવારની રજૂઆતના અંતે દૂધરેજ વસાહતમાં જ શાળાની મંજુરી મળી પરંતુ, મુશ્કેલી અમલીકરણની હતી. ખુબ મહેનત પછી કામચલાઉ શાળા એક ભાડાના મકાનમાં શરુ કરી પણ જરૂરિયાત તો એક અલાયદી શાળા થાય એની હતી. ઘણો વખત રાહ જોવાની થઇ. વાંરવારની રજૂઆતના અંતે હવે કામ શરૂ થયું છે. બાળકો સતત પૂછતાં અમારી વસાહતમાં શાળા કેમ નહિ? એ પ્રશ્નનો અંત આવ્યો.. જે ફોટોમાં જોઈ શકાય છે.

વસાહતના લોકો ગામલોકો સાથે વાત કરતાં ડરતાં. પણ બાલદોસ્ત હર્ષદના સતત માર્ગદર્શનથી હવે પોતાના બાળકો માટે SMC (સ્કુલ મેનેજમેન્ટ કમિટી)માં રજૂઆત કરતાં થયા અને પોતે પણ SMCનો હિસ્સો બન્યા અને પોતાનાં બાળકો માટે ઘર આંગણે નિશાળ લાવ્યા.. 


Monday 11 May 2015

Right To Education For Vadee Communities Children By VSSM

Nareshnath Vadee clears his 8th grade with a flying colours - scoring 93.39%

Intelligent, smart, hard-working, enthusiastic is how we would describe Nareshnath Vadee an exceptionally brilliant boy from one of the most marginalised nomadic communities the Vadee - Snake Charmers of India. The enforcement of the Wildlife Protection Act left huge number of Vadee population throughout India without any livelihood. No alternate sources or skills of earning income has brought these community to the threshold of abject poverty and deprivation. The Vadee community families have retorted to begging to sustain themselves. 
Nareshnath -A Vadee Community Child who get Education by VSSM
Nareshnath -A Vadee Community Child who get Education by VSSM
Hameernath Vadee, father of Nareshnath,  a very skilled and knowledgeable snake charmer lost the profession he grew up practicing  once the Wildlife Protection Act came into existence. Earning daily meal became a challenge for him and the families of his community. 8 years ago when VSSM began working with these families, the foremost  thing it did was begin a Bridge School for the children in this Vadee settlement. In the beginning whenever the parents set out to beg the children would go along but gradually VSSM pushed parents to stop this practice of taking the children along. The children had to stay back and continue studying. This helped a lot because it provided consistency to the kids who had a strong desire to learn and move forward in life. Apart fro Naresh, Hameernath has other sons. The eldest could never go to school, he studied for a while with VSSM Bridge School but soon had to become an earning member of the family. He refused to accompany his father on begging expeditions hence VSSM’s Shardaben got him a job at a shop in the town.  Hameernath’s daughter’s were already married and living with their husband.  

Nareshnath and Ajit the youngest of the lot were both brilliant and hard-working. Both wanted to continue with their schooling but their father wasn’t very enthused about the idea. Basically he did not have money to afford even basic elementary education of these boys. So when VSSM initiated ANAND hostel in Tharad, Nareshnath and Ajit got enrolled with the facility. The boys just flourished with the continuous guidance they received at the hostel.  This was much evident with this year’s result where Nareshnath scored 93.38% marks. His father says, “ I have no means to educate them, they’ll study till you support, later its  God wishes!!” For now we are determined to educate Naresh and Ajit all the way, till they want to study. 

Naresh is gifted child, he recently made a helicopter  model and gifted it to Rashminbhai, VSSM’s friend, philosopher and guide, who was visiting the ANAND hostel. 

At this juncture we would like to thank respected Shri. Chandrakantbhai Gogri for adopting ANAND hostel. Chandrakantbhai thanks a million, without your support ANAND wouldn’t have become a reality.  

In the picture Naresh with Rashminbhai and Naresh’s mark sheet. 

નરેશનાથ વાદી ધોરણ ૮માં મેળવ્યા ૯૩.૩૯ ટકા
નરેશનાથ વાદી ધોરણ ૮માં ૯૩.૩૯ % સાથે પાસ થયો. નરેશના પિતા હમીરનાથ નાથવાદીનો પરંપરાગત વ્યવસાય સાપના ખેલ બતાવી લોકોને મનોરંજનની સાથે સાથે સાપની જાતો અંગેનું જ્ઞાન આપવાનો પણ ‘વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ’ આવતાં સાપના ખેલ કરવા પર પ્રતિબંધ આવ્યો. હમીરનાથ અને થરાદમાં રહેતાં અન્ય નાથવાદી ભિક્ષા માંગીને પોતાનો ગુજારો કરવા માંડ્યા.
Right To Education for Vadee Community Child by VSSM
Right To Education for Vadee Community Child by VSSM
હમીરનાથને બાળકો ભણે કે ના ભણે એનાથી કંઈ ફરક ના પડે. રોજ રોજની માથાકૂટમાંથી ઊંચા આવે તો એ બીજું કંઈ વિચારી શકેને? vssm દ્વારા આ વસાહતમાં ૮ વર્ષ પહેલાં બાલઘર શરૂ કર્યું હતું અને તમામ બાળકો એમાં ભણવા આવતાં.એ સમયે માં-બાપ ફરવા(માંગવા) જાય ત્યારે બાળકોને પણ સાથે લઈને જતા. પણ ધીમે ધીમે આપણે એ બંધ કરાવ્યું અને બાળકો નિયમિત શાળાએ જવા માંડ્યા. 
નરેશ અને અજીત પરિવારમાં નાના. બાકી મોટો ભાઈ આપણા બાલઘરમાં થોડું ભણ્યો પછી એના પિતા હમીરનાથે એને ભિક્ષા માંગવા પોતાની સાથે લઇ જવાનું શરુ કર્યું પણ એણે ભીખ નહિ માંગે એમ સ્પસ્ટ જણાવ્યું. vssmના કાર્યકર શારદાબહેને એને એક દુકાનમાં નોકરીએ રખાવ્યો. બહેનો તો પરણીને ક્યારનીયે સાસરે જતી રહી હતી..
 નરેશ અને અજીત ભણવામાં ખુબ હોશિયાર પણ હમીરનાથ એનાં ભણવા પાછળ ખર્ચ કરવા તૈયાર નહિ. મૂળ તો આર્થિક હાલત જ એટલી ખરાબ એમાં એ પણ શું કરે. થરાદમાં vssm દ્વારા આનંદ છાત્રાલય શરૂ કર્યું. નરેશ અને અજીત ત્યાં ભણવા આવ્યા. ટેકનીક બાબતોમાં પણ બન્ને ખુબ હોશિયાર. થોડા સમય પહેલાં vssmના શુભેચ્છક સ્વજન એવા શ્રી રશ્મિનભાઈ સાથે હોસ્ટેલની મુલાકાતે જવાનું થયું ત્યારે નરેશે એમને હેલીકોપ્ટર બનાવીને ભેટ આપ્યું. જે ફોટોમાં જોઈ શકાય છે.. આ નરેશ ધો.૮માં ખુબ સારા ગુણ સાથે પાસ થયો. એના બાપા કહે છે ‘મારી તાકાત નથી એને ભણાવવાની તમે ભણાવશો ત્યાં સુધી એને ભણવા દઈશ બાકી હરિ ઈચ્છા.... જયારે નરેશની ઈચ્છા ખુબ ભણવાની છે અને અમે પણ એની ઈચ્છા હશે ત્યાં સુધી ભણાવીશું... 
આનંદ હોસ્ટેલ જેમણે દતક લીધી છે એવા આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરીના અમે આભારી છીએ એમની મદદ વગર આ બધું થવું અશક્ય હતું. 
ફોટોમાં નરેશ શ્રી રશ્મિનભાઈ સાથે અને એનું ધો. ૮નુ પરિણામ