Saturday 25 August 2018

Freedom from Boredom through E-Learning

Boys at G U Hostel Parading on Independence Day
Not one or two but two hundred boys study while staying in our G U Shah hostel at Naroda. Who likes to put their head in the book and study all day? Moreover, all our children ace in mischief. Sitting for an hour seems like punishment to them. 

Sparsh Trust and Maharshibhai Dave made an arrangement of E-Learning to make such kids study without getting bored. Thank you Maharshibhai and Sparsh Trust. 

Children celebrated 15th August- Independence Day cheerfully. They did parade in the Hostel. They won the prize of Rs. 1500/- in Pyramid competition at the school they are studying. 

Students paraded in G U Shah Hostel
You can see everything in the photos that is written here.                                                   
ગુજરાતીમાં અનુવાદ

E-Learning at G U Hostel run by VSSM
દીકરાઓ એય પાછા એક બે નહીં પણ બસો અમારી જી.યુ.શાહ હોસ્ટેલ નરોડામાં રહીને ભણે. ચોપડાંમાં આખો દિવસ માથુ રાખીને ભણ્યા કરવું કોને ગમે? પાછા અમારા આ બધા બાળકો શેતાનીમાં પાવરધા. એકાદ કલાક બેસાડી રાખવા એય સજા જેવું લાગે.

આવા આ બાળકો જરાય કંટાળો લાવ્યા વગર મોજથી ભણી શકે તે માટે ઈલર્નીગંની વ્યવસ્થા મહર્ષીભાઈ સ્પર્શ ટ્રસ્ટે કરી. આભાર મહર્ષીભાઈ અને સ્પર્શ ટ્રસ્ટ.

Mittal Patel attended the E-Learning screening and Independence Day 
15 ઓગષ્ટની ઊજવણી બાળકોએ ઉત્સાહભેર કરી. આખી હોસ્ટેમાં એમણે પરેડ કરી. પાછુ જે નિશાળમાં એ લોકો ભણે ત્યાં પિરામીડ સ્પર્ધામાં અવલ્લ આવ્યાને રૃા.1500નું ઈનામ લઈ આવ્યા.

ફોટોમાં લખ્યુ એ બધુએ જોઈ શકાય છે.


Thursday 16 August 2018

Love of the Little Girls of Unnati Hostel

Mittal Patel with the litle ones of Unnati Hostel
Our little girls….

Actually their time for coming to my office is 6.00 pm i.e. after their school time is over.  But today they showed up in the morning itself.

In the beginning, before the talk starts, they feel very shy but once they start talking, they make such questions that you will not stop laughing.  They have the habits like putting their fingers in the mouth, put their lower lip in the mouth etc. Priti, Anokhi, Anandi and Rami such fantastic names, I tell them that lip has to be cut because you are putting it in your mouth, then they start laughing loudly.

When asked “what will you become when you grow old?” One of them replied ‘police’. Then all would say police.

‘Why Police?’

They say, ‘if we go in the settlement wearing uniform, it will look impressive, that is why.’

Immediately Neha said, ‘I want to become an engineer.’

‘Ok. What does engineer do, you know?’

‘No, that I don’t know.’

‘Then how you thought of becoming an engineer?’

She was silent, the others started saying, “I like Gulabjamun, Rasgula, Mango juice….

‘Didi, what do you like?’

There, Neha said, “Didi, I don’t want to become an engineer, I will also become Police.”

‘Why did you change the idea?’

‘Just like that. Keep it police.. .’

Hearing the talk of Neha everybody laughed. Priti, whose front teeth had fallen also laughed very much.  All stopped laughing but Neha continued to laugh.

‘Priti, laughs adorably, so, the mouse thought that this girl has very nice teeth. Mouse took the teeth thinking they also can laugh nicely by having teeth like Priti. So, when Priti was asleep, mouse took the teeth.’

All looked at Priti and said,

‘Is it true, Priti?’

Priti said, “No no, I was very mischievous. So, once my mother was cleaning utensils and she warned me stop doing mischief, but I did not stop. So, she threw a saucepan at me and my front teeth broke.’

O my God… Now I understood why Priti is not getting front teeth since last two years. We take a lot of care of children, but this again drew our attention while talking with little girls.

We will provide dental treatment to Priti. ‘Would you like getting new teeth?’ when we asked, Priti covered her front portion of mouth with her hand and said yes.

And we all said, ‘but we like very much this Priti without teeth because even when she gets angry still she can’t bite us.’

All started laughing a lot.

We have to be like kids to understand the changing dreams and all other things…

It is true that those little children teach us patience…

They hide beneath my table and start murmuring…

Once while talking on phone, I spoke that I have got headache. As soon as I finished the conversation, all girls started saying, “I will rub your head, I will rub your head!”. Just imagine what would happen if all the mischievous girls seen in the photo start rubbing my head?

A lot of love for those sweet girls…………

ગુજરાતી અનુવાદ
અમારી ટબુડીઓ...

આમ તો મારી ઓફીસમાં એમના આવવાનો સમય નિશાળ છુટ્યા પછી સાંજના છ નો. પણ આજે તો સવારના પહોરમાં દર્શન દીધા.

વાતની શરૃઆત કરતાં પહેલાં શરમ તો આખા ગામની આવે પણ એક વખત જીભ છુટી થઈ જાય પછી તો એવા જાત જાતના પ્રશ્નો પુછે કે હસવું આવી જાય. મોંઢામાં હાથ રાખવો, નીચલો હોઢ મોઢામાં દબાવીને રાખવો વગેરે જેવી આદતો તો ખરી જ. પ્રિતી,અનોખી આનંદી, રામી કેવા સરસ નામ હું કહુ કે આ હોઠ મોંઢામાં દબાવો છો તે કાપી જ નાખવો છે તો જોરથી હસે.. 

'મોટા થઈને શું બનવું છે' એવું પુછ્યું તો એકે કહ્યું પોલીસ ને પછી બધાએ કહ્યું પોલીસ. 

'કેમ પોલીસ?'

તો કહે, 'ડ્રેસ પહેરીને વસાહતમાં જઈએ તો અસલ લાગે ને એટલે'

ત્યાં તો નેહાએ કહ્યું, 'મારે તો એન્જીનીયર બનવું છે.'

'અચ્છા એન્જીનીયર શું કરે ખબર છે?'

'ના એ નથી ખબર.'

'તો એન્જીનીયર બનવાનો વિચાર ક્યાથી આવ્યો?'

એ ચૂપ થઈ ગઈ ત્યાં બીજી બધી પાછી બોલવા માંડી મને ગુલાબજાંબુ, રસગુલ્લા, કેરીનો રસ બહુ ભાવે.. દીદી તમને શું ભાવે?

ત્યાં નેહા વચમાં બોલી, 'દીદી હવે એન્જીનીયર નથી બનવું હું પણ પોલીસ જ બનીશ.'

'કેમ બદલી નાખ્યું?'

'એમ જ હવે પોલીસ રાખો...'

નેહાની વાત સાંભળી ઊભેલા બધા હસ્યા.. પ્રિતિના આગળના દાંત પડી ગયેલા એ પણ બહુ હસી બધાનું હસવું બંધ થયું છતાં તે હસ્યા કરે. 

'આ પ્રિતિ બહુ સરસ હસે છે તે ઉંદરોને થયું કે, આ છોકરીના દાંત બહુ સરસ છે ને એટલે જ એ આવું સરસ હસે છે 

આપણે એના દાંત લઈ લઈએ તો આપણેય એના જેવા હસમુખા થઈ જઈશું. એટલે પ્રિતિ સુતી હતી તે વખતે ઉંદર એના દાંત લઈ ગયા.'

બધાએ એકદમ પ્રિતિ સામે જોયું અને કહ્યું

'હે પ્રિતિ?'

પ્રિતિ એ કહ્યું, 'ના ના, હું બહુ મસ્તી કરતી'તી. મારી મા વાસણ ઘસતી'તી એણે મસ્તી ના કરવા કહ્યું પણ હું ના માની તે એણે કંટાળીને છુટી તપેલી મારી તે આગળના દાંત પડી ગયા.'

બાપ રે... હવે સમજાયું કે પ્રિતિને બે વર્ષથી આગળના દાંત કેમ નથી આવતા. આમ તો અમે બાળકોનું ઘણું ધ્યાન રાખીએ પણ આ ચુકાયેલું ધ્યાન ટાબરિયા સાથે વાતો કરતા પાછુ આવ્યું.


પ્રિતિની દાંતની ટ્રીટમેન્ટ કરીશું.. નવા દાંત આવે તો ગમે એવું પુછ્યું તો પ્રિતિએ એજ રીતે મોંઢું હાથથી સંતાડીને હા પાડી... 

ને અમે સૌએ કહ્યું, પણ અમને તો આવી દાંત વગરની પ્રિતિ બહુ ગમે કોઈક વાર ગુસ્સો આવી જાય તો બચકુ તો ના ભરી શકે ને એટલે.

ને બધા ખડખડાટ હસ્યા..

બદલાતાં સપનાં ને અન્ય સઘળું સમજવા માટે તેમના જેવડા બનવું પડે... 

આ ટબુડિયા ધીરજ શીખવાડે છે એ નક્કી.. 

મારા ટેબલ નીચે ઘુસવાનું ને ગુસપુસ કરવાનું.. 

એક વાર ફોન પર વાત કરતા કરતા માથુ દુખ્યુ એવું બોલાઈ ગયું ને પછી તો આવી જ બન્યું. હું માથુ દબાવુ હું દબાવું..વિચારો એક સાથે ફોટોમાં દેખાય છે એટલી માતાજીઓ માથુ દબાવે તો શું થાય?


પણ એમનો આ મીઠો પ્રેમ ... ને આ મીઠુડીઓને લખલૂટ વહાલ...