Thursday 14 July 2016

Sharing some more of VSSM's bitter-sweet experiences

Kamlaben with her 3 sons when she
was at the VSSM office..
Kamalaben Gadaliyaa was at  VSSM’s  office to drop her sons Mangal and Kamlesh both of who had ran away without informing from the newly initiated Vatsalya hostel. “Ben, we have given them birth, but you are their true parent because you have cared to educate them. We Gadaliya are considered to be tough hearted people however it was with great difficulty and a heavy heart I chose to send my children to this hostel. Ahmedabad is quite far from Vakaner you see!! But my boys proved to be worthless, you cared for them like a mother and yet  they decide to run away from school without informing anyone. How much stress you much have undergone worrying about the whereabouts of my children. When Valjibhai called up to convey that the boys had not reached back to the hostel more than them I worried about was you, how would you have felt!! You must have thought that Kamla’s sons are useless. The moment they arrived in the settlement i beat them up..they simply don’t get it what will happen of them if they do not study..we have endured so much of pain because we never got to go to school. We want our children to study and have a better future, we work hard to ensure they remain in school and look at these boys they do not want to study. I have told them if they do not want to remain in school the have no place in the house so do not return back home..” a visibly upset  Kamlaben continued speaking and crying at the same time. 

Seeing her cry the atmosphere in the office turned a bit heavy but we were glad to see such commitment from a parent to educate her children. The sons while assuring not to repeat the mistake tried  comforting her. They even promised  me something like this will not happen again  and will focus on studies!  

Rakesh who happens to be the elder to Mangal and Kamlesh also wanted to join the hostel. “Ben, enrol me in the hostel as well I too want to study!!” he requested and his mother also joined him. We have decided to enrol him, let’s see how much he can study..

We are experiencing many such incidents everyday. Some parents come complaining some thanking but all are trying to give their future generation a better tomorrow. The families shave absolutely nothing to contribute hence VSSM has taken complete responsibility of their children by trying its best to educate them.  However though VSSM wouldn’t have succeed in taking such leaps without the support of our well-wishing  friends. Many-many of you have helped us provide food, stationary, clothes to  our 350 children. 

I am sure through our collective strength we shall be able to educate  not just 350 but 3000 children and provide the mothers like Kamlaben freedom from painful drudgery she has endured all her life…..

Thank you for standing by us….

વિચરતી જાતિના બાળકો માટે વી.એસ.એસ.એમ. દ્વારા શરૃ કરેલી હોસ્ટેલના ખાટા મીઠા અનુભવો

‘બેન અમે તો છોકરાંઓને જનમ જ આપ્યો છે પણ તમે તો એના ખરા મા-બાપ છો. અમારા ગાડલિયા મને કઠણ કાળજાની કે છે. છોકરાંઓને આમ વાંકાનેર થી છેક અમદાવાદ ભણવા મુક્યા છે તે. પણ મેય મારા કાળજા પર પથરો મુકીને તેમને મારાથી દૂર મુક્યા છે. પણ આ છોકરાંઓ કપાતર પાક્યા. વગર કીધે નિશાળમાંથી આમ ભાગી આવાય? મને છોકરાં કરતાંય વધારે તમારી ચિંતા થાતીતી. તમે એમને માવીતરની ઘોડે હાચવો અને છોકરાં આમ કીધા વગર ભાગી આવે તો તમને કેટલી ચીંતા રે. 

છોકરાં હોસ્ટેલમાં ના પુગ્યા એટલે વાલજી સાહેબનો ફોન આયો. મને તમારી જ ચિંતા હતી. તમને કેવું લાગશે આ કમલાના છોકરાં આવા કપાતર પાક્યા એમ થાતુ હશેને બેન. છોકરાં વસાહતમાં આયા એવા પેલા તો બે ધોલ મારીતી બેન. એને હમજ નહીં પડતી કે નહીં ભણે તો શું થાશે. અમે ગધા મજુરી કરીએ છીએને તોય બે ટંક ભેગા થાતા નથી. લાબાચા લઈને આખી દુનિયામાં ભટક્યા કરવાનું. આમના નસીબમાં આ બધુ ના આવે એટલે એમને ભણાવવા મેનત કરુ છુ તે આમને ભણવું નથી. પણ બેન મે હવે એમને કહી દીધુ છે કે, ભણવું ના હોય તો ઘરમાં તમારી માટે કોઈ જગ્યા જ નથી. એટલે ત્યાં તો આવતા જ નહીં.’

મંગળ, કમલેશને પાછા હોસ્ટેલમાં મુકવા આવેલા ગાડલિયા કમલાબેન અવીરત બોલ્યા જ કરતા હતા.
કમલાબેનની ભણતરની સમજણ જોઈને આનંદ થયો. બાળકોને પાછા મુકવા તેઓ આવ્યા અને ઉપરની વાત કરતા છોકરાંઓની સામે જ રડી પડ્યા. ઘડીક તો વાતાવરણ ગમગીન થઈ ગયું. મંગળ અને નાના કમલેશે ‘મા હવે ભણીશું નહીં ભાગીએ પણ તુ રડમા’ એમ કહીને માને દીલાશો આપ્યો તો મને ‘હવે નહીં ભાગીએ અને ખુબ ભણીશું તેવું વચન આપ્યું.’

મંગળ અને કમલેશનો મોટોભાઈ રાકેશ જે ભણતો નથી. તેને ભણવું છે એટલે ‘હોસ્ટેલમાં મને રાખો બને મારે ભણવું છે’ તેવી વિનંતી સાથે કમલાબેન સાથે આવ્યો. અમે હાલ પુરતો એને રાખ્યો છે એને ભણાવશું. જોઈએ એ કેટલું કરી શકશે.

પણ આવા કાંઈ કેટલાય ખાટા મીઠા અનુભવો થઈ રહ્યા છે. કેટલાક વાલીઓ ફરિયાદ લઈને આવે તો કેટલાક કોઈ ફરિયાદ વગર ઉપકારભાવથી તેમની ભાવી પેઢી પોતે જે યાતના વેઠી રહ્યા છે તેવી યાતના ના વેઠે તે માટે બાળકોને ભણાવવા મથી રહી છે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી એટલેvssm તેમની સંપૂર્ણ જવાબદારી લઈને તેમને ભણાવવા કોશીશ કરે છે.

આ બધુ સમાજના સહયોગ વગર શક્ય નથી. જે લોકો આ કામમાં મદદરૃપ થઈ રહ્યા છે તે તમામના અમે આભારી છીએ સાથે સાથે અનાજ, સ્ટેશનરી વગેરેની ૩૫૦ બાળકોની ઘણી મોટી જરૃરિયાતને પહોંચીવળવા ખુબ લોકો મદદમાં જોડાય તેવી અપેક્ષા રાખીએ છીએ.

એક વ્યક્તિ ધારે તો થોડું કરી શકે પણ આપણા જેવા હજારો લોકો ભેગા થશે તો 3૫૦ શું 3000 બાળકોને પણ આપણે ભણાવી શકીશું અને કમલાબેન જેવી હજારો માને તેમણે વેઠેલી વેદનામાંથી મુક્તિ અપાવી શકીશું.
સૌ સાથે જોડાય તેવી અભ્યર્થના સાથે....

ફોટોમાં કમલાબેન તેમના ત્રણે બાળકોને હોસ્ટેલમાં પરત મુકવા આવ્યાં તે વેળાની તસવીર