Janaki reciting the prayer ‘Unda Andhare thi Prabhu Param Teje Tu lai ja’ during the evening prayer at one of the VSSM operated hostels. |
A few days back we mentioned about our need for food grains to feed the children of the nomadic communities staying with the hostels we operate. We were both hopeful and apprehensive while sharing the appeal on the social media platforms. However, we couldn’t be more grateful as it has been few days and the campaign to raise handful of grains has received an extremely compassionate response from the members of the society.
In couple of days after the appeal, Dr. Neelam Patel called us up, she resides in Ahmedabad but we hadn’t met before, she had called up after reading the appeal, asking us to connect with Amitabh Shah of ‘Yuva Unstoppable’. Infact Dr. Neelam arranged our initial meeting with Amitabh. Amitabh assured us of all possible support from ‘Yuva Unstoppable’ and just a while ago Riya one of his team members called up to get a list of stationary we required for the children.
The feel is such positive when we come across such selfless individuals whose only concern is to be mutually helpful to create a better society.
We are extremely grateful to you Dr.Neelam. Along with the gratitude, we feel delighted when devoted individuals like you associate with the grater cause of nomadic communities.
Ever since we have embarked upon this journey of creating an environment where the nomadic communities attain a life of dignity, we have experienced this divine intervention many a times, when we meet the right kind of people at right time and this caravan of like minded and concerned individuals is only growing. It makes our belief even stronger ensuring us that we are on the right path.
A big thank you and loads of love from the children of nomadic communities to Amitabh and his team, Dr. Neelam and all of you have supported our appeal.
The picture has been captured by UK based Bharatbhai Patel. Bharatbhai is our well-wisher who has stood by us in many of our endeavours.
With all of us collectively becoming instrumental in her and her peers education, Janaki’s prayers seem to have been answered!!
એક મુઠ્ઠી અનાજને મળી રહેલો સુંદર પ્રતિસાદ.. સૌનો આભાર... કૃતજ્ઞતા...
એક મુઠ્ઠી અનાજની અપીલ સોસીયલ મીડીયા પર વહેતી મુકી ત્યારે ખબર નહોતી કે આની શું અસર થશે. પણ કંઈક તો સારુ થશે તેવી આશા ચોક્કસ હતી. ડો. નીલમ પટેલ અમદાવાદમાં જ રહે અમે ક્યારેય મળ્યા નહોતા. પણ અનાજની અપીલ વાંચીને એમણે ફોન કર્યો અને યુવા અનસ્ટોપેબલના અમીતાભને આ સંદર્ભે મળવાનું કહ્યું. ડો.નીલમે જ એની ગોઠવણ કરી અને આજે અમે સૌ મળ્યા. કોઈનો કોઈ સ્વાર્થ નહીં પણ મદદરૃપ થવાની સૌને ભાવના. અમીતાભે શક્ય મદદ માટે ખાત્રી આપી. તેમણે સ્ટેશનરીની તો તુરત મોકલી દેવા ક્હયું. હમણાં જ એમની ઓફીસથી રીયાનો ફોન આવ્યો અને સ્ટેશનરીની વિગતો મોકલાવવા કહ્યું. કેવા સરસ માણસો કેવી સરસ રીતે એક બીજાને સહયોગ કરી રહ્યા છો.
ડો. નીલમ અમે સૌ આપના આભારી છીએ. આમ તો હવે આપ અમારી સાથે અને આ કામમાં ભાગીદાર છો એટલે આભારની સાથે સાથે આપ જેવા સંનિષ્ઠ વ્યક્તિઓ અમારી સાથે છે એનો વિશેષ આનંદ વ્યક્ત કરુ છું.
કુદરત સારા કામમાં કેવા સરસ માણસોને શોધીને ભોગા કરી દે છે એનો અનુભવ આ કામ શરૃ કર્યું ત્યારથી અનુભવુ છુ પણ આવા અનુભવો દિવસે દિવસે વધી રહ્યા છે. કુદરત અમારી સાથે છે એના પરની શ્રદ્ધા વધારેને વધારે દ્રઢ થતી જાય છે.
અમીતાભ આપ, આપની ટીમ સાથે ડો નીલમ અને આ કામમાં મદદરૃપ થનાર સૌને વિચરતી જાતિના બાળકોનું ખુબ વહાલ અને આભાર...
vssm સંચાલિત કલરવ હોસ્ટેલમાં ભણતી જાનકી જે ઈશ્વરને ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા’ ની પ્રાર્થના કરે છે જેનો ફોટો UKમાં રહેતાં અને vssmના કામોમાં સદાય સહાય કરતા ભરતભાઈ પટેલ દ્વારા લેવાયો છે.
જાનકીની પ્રાર્થના ઈશ્વર સાંભળી રહ્યો છે અને આપણને સૌને બાળકોના શિક્ષણમાં નિમિત્ત બનીવી રહ્યો છે.
No comments:
Post a Comment