Friday, 10 February 2017

LIC of India gifts VSSM a bus to ferry hostel children to and from the schools.

LIC Golden Jubilee Foundation donates school bus to VSSM
When VSSM embarked on its mission to educate the children of nomadic and de-notified communities little was it aware of the challenges it would require to tackle to ensure these children cross the threshold of schools and class-rooms.  It has been a humongous task and the challenges have been both, from within and outside the communities. Nonetheless, we remained persistent and continued with our heuristic approach to bring these children to school. From enrolling the children to ashram-shalas and village schools to sensitizing the society, authorities and communities to setting up bridge-schools in settlements and now starting hostels for these children, we have tried all possible methods to make sure  these children get absorbed in the mainstream education system.

The Bus gifted to VSSM by LIC of India.
The most effective of all the above-mentioned initiatives has been the approach of setting up hostels. The concept is, the children stay with the VSSM operated hostels and are enrolled in the best of the private schools. The two hostels functioning in Ahmedabad demonstrate our philosophy of educating the children of extremely marginalized nomadic communities. As the children stay with the hostel, they attend some of the best private schools of Ahmedabad. But, the distance between hostels and schools has always been a concern. The children travelled to and from the school in vehicles that have been hired by VSSM.

A while ago, our well-wisher based in Baroda, Shri Bharatbhai Desai paid a visit to the hostel. He gathered his impressions on the daily commute issue faced by these children. Shri Desai appealed the LIC of India to support the cause. The LIC of India, decided to donate a Bus from its Golden Jubilee Fund. Apart from this the RTO Commissioner also obliged and exempted 95% of RTO tax that was required to be paid to secure the bus permit.
LIC officials handover the bus to the nomad chidren of VSSM
hostel children 
 We recently had a Bus dedication ceremony. It was specially attended by Shri. Venugopalji, Zonal Manager, LIC of India.  The officials from LIC were highly appreciative of the work VSSM does and has committed further assistance if required. We are glad to have amongst us friends and well-wishers like Shri Bharatbhai, who are eager to help when needed. We are thankful to have such compassionate friends walking alongside us all the time!! It is they who have been instrumental in easing our worries!!



VSSM સંચાલીત હોસ્ટેલના બાળકોને શાળામાં લાવવા લઈ જવા એલ.આઈ.સી દ્વારા બસ ભેટમાં આપવામાં આવી.

ભણતર સાથે અમારે કાંઈ લેવા દેવા નહીં તેવું માનતી વિચરતી જાતિની કેટલીયે વસાહતોમાંના બાળકોને ભણાવવાનો અમે સંકલ્પ કર્યો. શરૃઆત તંબુશાળાથી કરી અને તેમાંથી પછી હોસ્ટલ થઈ. હાલમાં vssm દ્વારા અમદાવાદમાં જ બે હોસ્ટેલ ચાલ છે. બાળકો હોસ્ટેલમાં રહીને અમદાવાદની સારામાં સારી નિશાળમાં ભણવા જાય છે.

બાળકોની હોસ્ટેલથી શાળાનું અંતર વધારે. ભાડેથી અમે વાહન બંધાવ્યું છે જે બાળકોને શાળામાં લઈ જાય છે. વડોદરામાં રહેતા vssmના શુભેચ્છક સ્વજન શ્રી ભરતભાઈ દેસાઈ સંસ્થાની મુલાકાતે આવ્યા તેમણે બાળકોને શાળામાં જવા માટે બસ વ્યવસ્થા માટે વિચાર્યું અને એલ.આઈ.સીમાં તેમણે અપીલ કરી. એલ.આઈ.સી.એ પોતાના ગોલ્ડન જ્યુબલી ફંડમાંથી બસની વ્યવસ્થા કરી આપી. બસ અર્પણ વિધી વખતે એલ.આઈ.સી.ના ઝોનલ મેનેજર શ્રી બી.વેનુગોપાલજી ખાસ ઉપસ્થિત રહ્યા. તો સાથે બસનો ભરવો આર.ટી.ઓ.ટેક્ષમાંથી આર.ટી.ઓ.કમીશનરે 95 ટકા માફી આપી. 

એલ.આઈ.સી.માંથી ઉપસ્થિત તમામ અધિકારીઓએ vssmના કામને બિરદાવ્યું અને કામમાં કોઈ પણ રીતે વધારે મદદરૃપ થઈ શકાય તો તે માટેની તત્પરા દર્શાવી. vssmના કામો સાથે ભરતભાઈ જેવા ઘણા શુભેચ્છકો જોડાઈ રહ્યા છે અને તેમના જેવા સૌ સ્વજનોના કારણે જ આ કામો થઈ રહ્યા છે તે સૌનો આ તબક્કે આભાર માનીએ છીએ. 

ફોટોમાં એલ.આઈ.સી. દ્વારા vssmને આપવામાં આવેલી બસ જોઈ શકાય છે. 

Wednesday, 1 February 2017

Manisha Devipujak shared her feelings after video call to Pakistan on Republic Day - VSSM

Manisha Devipujak sharing her feelings with the media
“Didi, I always wondered how are the people from this country, what is life like in their country?? Will they understand our language?? But, after talking to them I realized they are so much like us….”

“Didi you know, that Nilofur aspires to be a doctor and I also want to be one, it is raining there right now while its cold here, they like to watch and sing Salman Khan songs and movies, when they are so much like us why does everyone call them different??”

This are the expressions and thoughts of Manisha Devipujak, after her SKYPE interaction with the children from a school in Peshawar- Pakistan.

There is so much the children can teach us, if only we are willing to learn…

In the picture – Manisha sharing her feelings with the media after her video call interactions with fellow  children of Pakistan..

“દીદી મને બહુ મન થતું કે ત્યાના લોકો કેવા હશે ? શું કરતા હશે ? આપડે એમને કૈંક કહીશું તો એ કેવી રીતે સમજશે ? પણ તેમની સાથે વાત કરી તો ખબર પડી કે આતો આપણા જેવા ને જેવા જ છે.. 

દીદી એ નીલોફરને ડોક્ટર બનવું છે ને મારે પણ... 
ત્યાં હાલ વરસાદ પડે છે અને અહિયાં ઠંડી છે...
એને સલમાન ખાન ગમે છે, પીચ્ચરનાં ગીતો ગાવા ગમે છે, નાચવું ગમે છે અને મને પણ... 
આ લોકો આપણા જેવાને જેવા જ છે તો બધા એમને જુદા કેમ કહે છે ?”

મનીષા દેવીપુજક વિડીયો કોલમાં પાકિસ્તાનનાં બાળકો સાથે વાત કર્યા પછી મને પોતાના મનની વાત કહી રહી હતી..... 
બાળકો પાસેથી કેટલું બધું શીખી શકાય નઈ ? 

(ફોટોમાં મનીષા વિડીયો કોલ પછી મીડિયા સામે પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરી રહી છે)

VSSM celebrates Republic Day in a unique way….

Nomadic Children standing up in respect for the
national anthem
The occasion was  the Republic Day of India, the national anthems were being played on SKYPE and the children of Baccha Khan High School in Peshawar and the nomadic children of VSSM operated hostels stood up in respect for the national anthems of both these countries.

It had been decided that the children of both these institutes located in distant lands will interact over SKYPE for 35 minutes where they will share with each other insights of their lives and lands. But once the children got talking it was difficult to keep track of the time limit. They talked about Mohenjo-Daro and Harrapan civilizations, Bollywood, Salman Khan, foods and places of interest, festivals, their aspirations and so much more and the 35 minutes got extended to 3 hours.

The article was mentioned in Divya Bhaskar
The children on both the sides felt why can’t they be friends when there was so much of similarity… invites to  visiting each other’s countries were exchanged before saying their goodbyes...

Wish we could be this simple and innocent,  the world definitely would have been a better place….

As seen in the picture,  the article was very well mentioned in Divya Bhaskar and children standing up in respect for the national anthem.

The entire though of observing the occasion in such a unique way was conceptualized and executed by one of our youngest team members Maulikraj. We are so glad he is part of the VSSM team…

vssm દ્વારા અનોખી રીતે ઊજવાઈ 26મી જાન્યુઆરી

ભારત અને પાકિસ્તાનનું રાષ્ટ્રગાન તા.26મી જાન્યુઆરી 2017ના રોજ સ્કાઈપ પર ગવાયું અને બચ્ચાખાન મોર્ડન  હાઈસ્કુલ પેશાવરના વિદ્યાર્થીઓ અને વિચરતા સમુદાય સમર્થન મંચ સંચાલિત હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ ઊભા થયા અને એકબીજાના રાષ્ટ્રગાનને સન્માન આપ્યું. 

35 મીનીટ વાતો કરવાનું નક્કી કર્યું હતું તેની જગ્યાએ વાતો ખૂટતી જ નહોતી. મોહેંજો દરોથી લઈને હડ્ડપન્ન સંસ્કૃતિ, સલમાનખાન, હિન્દીફિલ્મો, ગુજરાતના ફરવા લાયક સ્થળો, અહીંયા બનતી વાનગી, ઊજવાતા તહેવારો, મોટા થઈને શું બનવું છે, વગેરે વગેરે કાંઈ કેટલીયે વાતો થઈ. લગભગ 3 કલાક વાતો કરી.

બાળકોની નિર્દોષ વાતો તમે અમારા જેવા જ છો. આપણે દોસ્તી કરી શકીએ. તો સામે હમ દોસ્ત હૈ એટલે જ વાત કરીએ છીએ. છેવટે તમે પાકિસ્તાન – પેશાવર આવજો અને તમે ભારતમાં અમદાવાદ આવજોની મીઠી યાદ સાથે વાતો બંધ થઈ. 

બધા જ આવા નિર્દોષ થઈ જાય તો કેટલું સારુ..

ફોટોમાં રાષ્ટ્રગાનને સન્માન આપી રહેલા બંને દેશના બાળકો તથા દિવ્યભાસ્કરે ખુબ સરસ રીતે આખી વાતને પ્રકાશીત કરી તે જોઈ શકાય. 
આવો અનોખો વિચાર આપનાર અમારી ટીમનો સૌથી નાનો મૌલિકરાજ. સાથે છે એનો આનંદ..