Tuesday, 31 October 2017

Our precious girls have come a long way, it has been a remarkable journey!!

Gujarat Samachar a leading Gujarati daily did an apt story
on the hostel and our girls

The normal visual that sweeps across our minds when we think of our girls who had just initiated into the hostel was something like this, shouting at each other, feast-fighting for irrelevant matters, using foul and abusive language, never liked to follow any time-table, disliked going to the school (as good as H. B. Kapadia)! The school hours seemed constraining to them as they could hardly sit still at one place beyond 15-20 minutes. The white leggings that are a part of their school uniform turned greyish black by the time they had finished their day at the school.  School shoes were something they dreaded to wear because they are used to walking without any footwear. They always looked for an opportunity where they could escape our sight and go to school wearing chappals. To escape doing homework they formed a habit of hiding the home-work notebook at such a place that it would be practically impossible find it!! The food was always eaten oh, not eaten gulped down with two hands!  Our nomadic girls were required to change their social skills in more than one way….


We wouldn’t say this was a wrong conduct but to help them socialize better we needed to groom them.  Nurturing these girls required a trained warden but, the wardens are usually believed to be stern, a quality our girls feared. Hence, we managed it with our own team and gradually noticed change all of them underwent. They began getting involved in the daily operation of the hostel, took responsibility of their peers and changed their conduct for better. At times, we needed to threaten them, “if you all refuse to behave properly, we will need to assign these tasks to a house warden!!” And such soft threats always made a proactive impact.

At times when the going gets difficult, they need to be lectured to which they say, “why don’t you make a CD of your lectures, whenever we experience the urge to behaving the old way, we will play this CD and remain sober!” Aren’t they smart, witty, sharp and extremely naughty?
  
 Gujarat Samachar, a leading Gujarati daily did an apt story on the hostel and our girls…

We are grateful to our donors who have been instrumental in helping these girls achieve their dreams…

ગાળો બોલવી, એક બીજાને સાવ સરળ રીતે મારી લેવું. નિયમ કે ટાઈમ ટેબલ પ્રમાણે જરાય વર્ચવાનું નહીં. એચ. બી.કાપડિયા જેવી ખુબ સારી નિશાળમાં ભણે પણ એ નિશાળ શરૃઆતમાં જરાય ગમે નહીં. બે કલાક બેસાડી રાખે એટલે મોટી સજા પામ્યા જેવું લાગે. સ્કુલ ડ્રેસની સફેદ લેંધી તો સાંજે હોસ્ટેલ પર આવે ત્યારે કાળી મેશ થઈ ગઈ હોય. ઘરે ચંપલ પણ નિયમિત પહેર્યા ના હોય એમાં બુટ તો ક્યાંથી ગમે. બસ અમારી નજરમાંથી છુપાઈને બુટ પહેર્યા વગર સ્કુલમાં ભાગી જવાનું. ગૃહકાર્યની નોટ લેશન કરવું ના પડે એટલે હોસ્ટેલમાં એવી જગ્યાએ સંતાડી દેવાની કે કોઈ શોધી જ શકે... જમવાનું પણ બે હાથે ને ચાવ્યા વગર બસ ઊતારવાનું... આવું તો કાંઈ કેટલુંયે...

સમાજની નજરે આવી દીકરીઓને સુધારવાની હોય ને એના માટે તાલીમબદ્ધ ગૃહમાતા જોઈએ. પણ આવા તાલીમબદ્ધ ગૃહમાતાથી અમારી દીકરીઓ ડરે. ગાળો બોલશો, લડશો આવું કરશો તેવું કરશોતો ગૃહમાતા લઈ આવીશું ને બધી એક અવાજે ના પાડે..

ધીમે ધીમે પોતે જ સંચાલનમાં આવી.. ગૃહમાતા વગર બધા પોતાની જવાબદારી ઉપાડે..
ને આ મજાની વાત ગુજરાત સમાચારે કવર કરી...

હા બધુ હંમેશાં સરસ ચાલે એવું ના પણ હોય એટલે પંદર દિવસે તો ક્યારેક અઠવાડિયે લેક્ચર આપવું પડે ને પછી પાછુ બધુ રાબેતા મુજબ...

ક્યારેક પાછી આ બધી જ માતાજીઓ તમારા ભાષણની એક સીડી બનાવી દઈએ એટલે જ્યારે અમારી અંદરની મસ્તી વધે ત્યારે એને વગાડી દેવાની એમ કહે... છેને બધી હોંશિયાર, જબરી ને સખત મસ્તીખોર....
અખબારમાં તેમના વિષે લખાયેલી વિગતો...

આ કાર્યમાં મદદરૃપ થનાર સૌ સ્વજનોના કારણે જ આ બધુ શક્ય બને છે. નિમિત્ત બનનાર સૌનો હૃદયપૂર્વક આભાર...

#NomadicTribes #NomadsOfIndia #nomadicGirls #GirlsHostel #MittalPatel #VSSM #EducationForAll #RightToEducation