Wednesday, 8 November 2017

Manisha is the brightest amoungst Babiben and Bhagabhai Devipujak’s 8 children.


Smiling Manisha Devipujak with Mittal Patel after the
emotional moments
Manisha Devipujak's parents came to drop her for the
first time at our hostel
Manisha is the brightest amoungst Babiben and Bhagabhai Devipujak’s 8 children. “Ben, I suffer from ulcers and remain ill most of the time. It would be impossible for me to come to drop Manisha every time. Consider her your own child and take care of her like so,” Bhagabhai had requested me when he had come to drop Manisha to the hostel for the first time. “I sell vegetables to earn living for the entire family, my husband  cannot work hard because of his medical condition, I travel to Rajkot every morning to buy vegetables at wholesale rates. I have a desire to make Manisha a doctor but we are too poor to afford her educational expenses.  I have heard that you educate children of poor like us hence, have brought my Manisha here. Now you are her parent, make her a doctor please!!” Babiben had shown so much confidence in us.

This was two years ago.

Manisha Devipujak on TV
Manisha is sharp and smart but a very sensitive and emotional child. Today she returned back to hostel after the Diwali vacation. On return she immediately came to my office, she utters “Didi….” And starts crying… we tried consoling her. After she could stop crying, “I feel sad at looking at my mother’s plight. She changes three rides to reach Rajkot to buy vegetables and does the same on her return. Two days back her finger got crushed while trying to shut the tempo door she was traveling in, she had fever because of that yet, she did not take a day off. She is worried the family will not have enough to eat if she takes a day off. Today she was very sad a because I had to return to the hostel and no one was in position to come and drop mel! I want to help her but just cannot do anything from here. Can’t you do something to help her?”

We asked Manisha to inquire what her mother needs and we told her to work very hard and focus on her studies so that she could be an earning member of her family and share her mother’s burden.

Manisha, as such is a very brave, intelligent and smart child but today she in distress and she got extremely emotional while talking to us. “Didi, will I be able to become a doctor one day?” she shared her turmoil.

“Why not? If you work hard you definitely will and don’t worry if we do not get you into medical course we will surely get you into nursing program. It is a similar profession.” This brought a smile on her face. On her way out she shared, “Didi, it takes quite a while to walk to school and all the three tuitions. If I get a cycle the commute will become a bit faster. Sir comes and picks me up if we request him to do so but it does not look nice to call up three different tuition teachers who are otherwise very busy with their own schedule.”

We definitely need to get a cycle for this committed and loving little girl.

The moment Manisha walked out of the office, we received a call from her mother, to inquire if Manisha had reached well and to bless us all. “Next year I am coming there with 10 Devipujak girls who are eager to come and study there. They all got excited when they saw Manisha on TV during 26th January program. Can you imagine a vegetable vendor’s daughter speaking on TV. Everyone in my village saw her on TV and began asking me to take their daughters to the same hostel where Manisha is studying…. They have realized education ensures better future!!”

That is Babiben who has not climbed a single step to school. How we wish all mothers have the same vision like her!!

“Manisha, you continue to work hard and realize your dream of becoming health provider in your village. Much love to you my child.”

In the pictures….Manisha on TV, when her parents came to drop her for the first time at the hostel and smiling Manisha after the emotional moments.

મનીષા બબીબહેન અને ભગાભાઈ #દેવીપૂજક ની દીકરી. સાત બહેનો ને એક ભાઈમાં મનીષા ખુબ #હોંશિયાર. અમારી #હોસ્ટેલમાં એ ભણવા આવી ત્યારે ભગાભાઈએ કહ્યું, ‘બેન મને અલ્સરની બિમારી સે હું કાંઈ મનીષાને આમ વારે ઘડીએ મુકવા નઈ આવી હકુ. તમારી ગણી ઈને હાચવજો.’ તો બબીબહેને કહ્યું, ‘હું બકાલુ વેચીને આખા ઘરનું પુરુ કરુ. ઈના બાપાથી ભારે કામ નથ થાતું. હું રોજ હવારના જીવાપરથી ઠેઠ રાજકોટ જાઉંને ન્યાંથી બકાલુ લાવું. મારી મનીષાને ડોક્ટર બનવાની લગની લાગી સે પણ અમે ગરીબ માણહ. ઈના ભણવાના ખર્ચા અમને નો પોષાય. અમારા ગરીબના છોકરાં તમે ભણાવો ઈ હાંભળ્યું એટલે ઈને આંય લઈન આયાં. હવે તમે જ ઈના માવતર ઈને #ડોક્ટર બનાવજો.’ બે વર્ષ પહેલાંની આ વાત...
મનીષા તદન લાગણીશીલ દીકરી. આજે વેકેશન પછી સીધી ઓફીસ આવી. ‘દીદી...’ બોલતા જ રડી પડી.... ધીમે ધીમે શાંત થઈ એટલે ભીના અવાજે બોલી, ‘મને મારી મમ્મી ઉપર ખુબ જીવ બળે છે. ત્રણ વાહન બદલીને એ બકાલુ લેવા રાજકોટ જાય ને ત્યાંથી ત્રણ વાહન બદલીને પાસી આવે. બે દી પહેલાં એ ટેમ્પામાં #બકાલુ લઈન આવતી તે એ વખતે ટેમ્પાનું ઠાંકણું બંધ કરતા ઈની આંગળી ચગદાઈ ગઈ. તાવ આવી ગ્યો તોય એક દી ઘેર ના રહી. કામ તો કરવું પડે નહીં તો ખઈએ શું? આજે હોસ્ટેલ આવવા હું એકલી નીકળી એટલે એ સાવ ઢીલી થઈ ગઈ. કોઈ મૂકવા નહોતું આવી શક્યું ને એટલે. મારે એના માટે કાંઈક કરવું છે પણ હું કાંઈ નથી કરી શકતી. તમે કાંઈ ના કરી શકો?’
મનીષાને એની મમ્મીને શાની મદદની જરૃર છે એ પુછવા કહ્યું ને ખુબ મન દઈને ભણવા કહ્યું. જેથી ભવિષ્યમાં એજ એની મમ્મીની મદદગાર બની શકે. 
મનીષા આમ તો ખુબ બહાદુર, હોંશિયાર અને જબરી દીકરી પણ આજે એ ખુબ ઢીલી હતી એના અવાજમાં પણ એ જેટલો સમય ઓફીસ પર રહી એટલો સમય ભીનાશ દેખાઈ. એ જઈ રહી હતી ત્યારે પાછી બોલી,
‘દીદી હું ડોક્ટર થઈશ ને?’
કેમ નહીં? તુ મહેનત કરીશ તો થવાની જ છે અને ના પણ થાય તો ચિંતા ના કર. તને મેડીકલ લાઈન ગમે છે તો અમે તને નર્સીંગમાં તો દાખલ કરાવી જ દઈશું. એય ડોક્ટર જેવું જ કહેવાય હ... એ પછી એ હસી ને.. જતા જતા દીદી સ્કુલ અને ત્રણ ટ્યુશન ચાલતા જવામાં ઘણો સમય જાય છે. સાયકલ હોય તો મને ઠીક રે. આમ તો હોસ્ટેલમાંથી સર ને ફોન કરુ તો એ લોકો લઈ જાય પણ ત્રણ #ટ્યુશન અલગ અલગ સમયે એ લોકોય કામમાં હોય મને વારે વારે ફોન કરવો ના ગમે એટલે...
સાયકલ તો આપવી જ રહી.. આવી સરસ મજાની ને પાછી ફુટડી ને એકદમ પ્રેમાળ દીકરીને...
મનીષા હોસ્ટેલમાં ગઈને એની મમ્મીનો ફોન આવ્યો. મની પોંગી ગઈનું પુછવા ને સાથે ઢગલો આશિર્વાદ આપવા. એમણે કહ્યું, ‘આવતા વરહે અમારી દેવીપૂજકોની બીજી દસ દીકરીઓનું કમઠાણ લઈન તમારી કન આવવાની સુ. 26મી #જાન્યુઆરીએ મનીષાએ ટીવીમાં #ભાષણ આલ્યુ તુ ઈ અમે જોયું. લો બકાલુ વેચવાવાળીની દીકરી ટીવીમાં ભાષણ આલતી થઈ ગઈ. અમાર ગામમાંય બધાયે જોયું તે મે બધાન કીધુએ ખરુ, તમારી દીકરીઓને હોત ભણવા મુકો. અન ભણતર એજ ભવિષ્ય સે...’
નિશાળનું એકેય પગથિયું નહીં ચડેલા બબીબહેન જેવી જ સ્વપ્ન દૃષ્ટા બધી ‘મા’ થઈ જાય તો કેવું સારુ....
ને મનીષાને ખુબ ભણ ,આગળ વધ ને તારા ગામમાં #ઓરોગ્યલક્ષી સેવામાં મદદરૃપ થવાની ભાવનાને પુરી કર...ખુબ વહાલ મારી દીકરી....
બબીબેનની ભાષામાં ટીવીમાં ભાષણ આપતી મની, પહેલીવાર મનીષાને સોંપવા આવેલા બબીબેનને ભગાભાઈ અને આજે થોડી લાગણીભરી પળો પછી હસતી મનીષા..

#Right_To_Education #VSSM #MittalPatel #Devipoojak #HostelForNomadicgirls #NomadicTribes #DenotifiedTribes #HumanApproach #Education #Droctor #Human_interest_news #Education_story #વિચરતીજાતિ #દેવીપૂજક



No comments:

Post a Comment