Friday, 28 May 2021

The once shy and fearful girl is now a confident 10th grader...

Mittal Patel visits Ganga and her family during her
Surendranagar visit
Ganga lives in Surendranagar’s Doodhrej.

The school is a little away from her settlement. The parents remain at work throughout the day. There was no one to bring her to and from the school. But they wanted their daughter to study. However, from the 7th standard Ganga started getting teased and harassed while commuting to school and back. The fear of these anti-social elements resulted in her refusing to go to school. Like all parents,  Ganga’s parents also wanted her to have a better future hence,  they wanted her to continue with her schooling. They shared their dilemma with VSSM’s  Harshadbhai. This is how Ganga reached our hostel in Ahmedabad.

The guidance and mentoring of VSSM’s education team consisting of Dimpleben, Vanita, Kokila ironed away all the academic deficiencies Ganga had when she first arrived at the hostel. Initially, for the fear of being harassed, she hesitated going back to her village.  The once shy and fearful girl is now a confident 10th grader.

“I wish to have a job and build a house of my own when I grow up,” she shares.

The safety a house provides might have made her aspire for one, we wish and pray her aspirations to turn into reality.

“Once the schools reopen, along with Ganga,  I want to send my other two daughters to study at VSSM.” Ganga’s mother had mentioned when I was in Surendranagar recently and decided to visit her.

Such good intents are always welcome…

ગંગા... સુરેન્દ્રનગરના દૂધરેજમાં રહે. 

સાતમાં ધોરણમાં ભણતી એ વેળા એની છેડતીના પ્રશ્નો થવા માંડ્યા. મૂળ એના છાપરાંથી નિશાળ દૂર. મા -બાપ બેય મજૂરી કરે. નિશાળે લેવા મૂકવા જવાનું એ કરી ન શકે. પણ બેઉની લાગણી પોતાની દીકરી ભણે એવી. 

આવામાં ગંગા અસમાજિક તત્વોના ડરથી નિશાળ જવાની ના કહેવા માંડી. પોતે ભણ્યા નથી એટલે આજે દુઃખોનો પાર નથી. દીકરી નહીં ભણે તો એની દશાય પોતાના જેવી..એમણે આ મૂંઝવણ અમારા કાર્યકર હર્ષદને કહી ને ગંગા આવી અમદાવાદ અમારી હોસ્ટેલમાં. 

ભણવામાં નબળી પણ અમારા ડિમ્પલબેન, વનીતા, કોકીલા વગેરેની મહેનતથી ધીમે ધીમે એ બધુ શીખવા માંડી. હાલ દસમુ ધોરણ ભણે. શરૃઆતમાં વેકેશનમાં કોઈ હેરાન કરશે તો એવો ડર એને સતાવતો. પણ હવે એ આત્મવિશ્વાસથી ભરપૂર છે. 

'મોટા થઈ ને નોકરી કરીશ અને પોતાનું પાક્કુ ઘર બનાવીશ' એવું ગંગા કહે. 

ઘર બનાવવાની વાત કદાચ સુરક્ષીત વાતાવરણના પરીપેક્ષમાં એ કરતી હશે.. પણ એની આ ભાવના કુદરત પૂર્ણ કરાવે.

થોડા સમય પહેલાં સુરેન્દ્રનગર જવાનું થયું ત્યારે ગંગાને ખાસ મળવા ગઈ.. એની મા કહે છે, 'આ નિશાળો ખુલે એટલે ગંગા ભેગી મારી બીજી બે દિકરીઓને પણ તમારી પાહે ભણવા મુકી દેવી છે.. 

'આ તો મંગલ વાત વધાવવાની જ હોય ને... 

#MittalPatel #VSSM #education

#educationforall #RightToEducation

#GirlChildren #GirlChildRights

#surendranagar #gujrat #india

No comments:

Post a Comment