Friday, 20 October 2023

Please support us in the development of Vallabh vidhya Vihar Pansar...

Respected Shri Jigneshbhai Patel 
of MH - Xorbian Tech Pvt. Ltd. 
handed over cheque to Mittal
Patel for Pansar Camps

Nelson Mandela said that "Education is the most powerful weapon to change the world". However, I feel the word more apt than "weapon" is "tool". Whatever, education has the power to change the life of an individual.

We at VSSM are building a hostel campus at Pansar near Gandhinagar for the benefit of  under privileged children.

In the first phase we are building the facilities for about 1000 children to stay & study. The project cost is quite high and our well wishers are helping us as always. 

Respected Shri Jigneshbhai Patel of MH-Xorbian Tech Pvt Ltd is regularly helping us in our work and has  donated Rs 2 lakhs by personally coming to Pansar. He believes that ' a person once educated will face less hurdles & difficulties in his life. Building an education complex is like building a temple and I like to be associated with such work" Thank you Jigneshbhai.

Similar sentiments were also expressed by respected Shri Mahendrabhai Patel of Lincoln Pharmaceuticals of Ahmedabad. He has donated a sum of Rs10 lakhs. We are extremely obliged to him.

Our major support in this work comes from citizens of Mumbai. Our invitation & request to residents of Ahmedabad ,Gandhinagar to join us in this mission.

Things would move fast if we get support from the society for whom we are developing this facility. However they are economically not strong.  We therefore invite the financially strong pillars of our society to come forward to help us achieve our goal. 

Through social media many see our work. We request all to contribute their might for this project.

For more information please contact on 9099936013 between 10:00 AM to 6:00 PM. One can even contribute by GPay on 99090-49893.

શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેની મદદથી તમે દુનિયા બદલી શકો છો - નેલ્સન મંડેલા

જો કે મને હથિયાર કરતા ઓજાર શબ્દ વધારે મજાનો લાગે.. પણ ખેર શિક્ષણથી માણસનું જીવન બદલાય એ તો ચોક્કસ છે. 

અમે ગાંધીનગર પાસેના પાનસર ગામમાં તક વંચિત સમુદાયના બાળકો શિક્ષણ લઈ શકે તે માટે વલ્લભ વિદ્યા સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ.

પ્રથમ તબક્કામાં 1000 બાળકો અહીંયા રહી શકે અને ભણી શકે તે માટે હોસ્ટેલ નિર્માણનું કાર્ય કરી રહ્યા છીએ. ખર્ચ ઘણો મોટો છે. જેને પહોંચી વળવા ઘણા પ્રિયજનો સહયોગ કરી રહ્યા છે. 

આદરણીય જીજ્ઞેશભાઈ પટેલ - MH Xorbian Tech Pvt. Ltd અમારા કાર્યોમાં શક્ય મદદ કરે તેમણે પાનસરની વિગત જાણીને 2 લાખનું અનુદાન ખાસ પાનસર આવીને આપ્યું.

તેમના મતે, 'માણસ એક વખત શિક્ષીત થઈ જશે તો પછી એને કોઈની ઓશિયાળી વેઠવાની નહીં થાય. વળી શિક્ષણ સંકુલનું નિર્માણ એ મંદિર નિર્માણ જેટલું જ અગત્યનું.. માટે મને આ શુભકાર્યમં મદદરૃુપ થવું ગમે..' આભાર જીજ્ઞેશભાઈ..

જીજ્ઞેશભાઈ જેવી ભાવના અમદાવાદના આદરણીય મહેન્દ્રભાઈ પટેલ - Lincoln Pharmaceuticals ની પણ. તેમણે પણ 10 લાખની રકમ આ કાર્ય માટે આપી. આપના અમે ઋણી છીએ. 

આમ તો આ કાર્યમાં મુખ્ય ટેકો મુંબઈમાં બેઠેલા લોકો કરે. ગુજરાતમાં રહેતા અને ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદમાં રહેતા લોકો આ કાર્યમાં જોડાય એવી વિનંતી.

હું જે સમાજથી આવું એ સમાજ પોતાના સમાજના બાળકો માટે હોસ્ટેલ બાંધવા ટહેલ નાખે તો બધુ ચપટીમાં થઈ જાય. પણ જેમના માટે અમે કાર્ય કરીએ એમાં એવા ધનપતિઓ નથી કે એ મદદ કરે. ત્યારે સમાજનો સબળો વર્ગ આમાં સાથે આવે તે માટે વિનંતી.

એ સિવાય સોસીયલ મિડીયાના માધ્યમથી ઘણા સ્વજનો અમે જે કાર્ય કરીએ તેને જુએ.. આપ સૌને પણ આપનાથી થતો ટેકો કરવા વિનંતી.

વધુ વિગત માટે 9099936013 પર 10 થી 6માં સંપર્ક કરી શકાય. અથવા 99090-49893 પર Gpay પણ કરી શકાય.



Ongoing Pansar Campus Construction

Ongoing Pansar Campus Construction

Ongoing Pansar Campus Construction


Thursday, 19 October 2023

VSSM hostel students stood first at the District level Kabaddi Competition...

VSSM hostel students stood first in Kabbaddi competition
at the District level

Importance of sports in our lives is immense. We believe that we can play only upto a particular age. However it is not necessarily so. One can play sports till the very end of one's life & the one who can do so will mostly remain young & fit. 

In the school our sports teacher tells us to participate in various competitions. For that teacher also trains us. When one plays any sport it helps us in our mental & physical growth. It also builds our self confidence & imbibes us with the team spirit. 

You may wonder why I have written so much about sports since I normally do not.

The reason is that something special happened that has given us a lot of pride.

In one of our hostels jointly run with Vishwa Mangalam, our students in Kabbadi Competition came 2nd at Taluka level. Five members of the team got selected to play at the District level & this team at the District level came first. This team will now play at the Zonal level. 

The major credit for this achievement of our boys go to our sports teacher Shri Dillipbhai who gave the boys gruelling training & motivated them to practice hard. Along with him, working hard was our ex-student & our colleague at VSSM, Shri Karsanbhai.

All the children staying in our hostel have to mandatorily take part in sports & games. The girls team in various sports is also getting ready. Our Dimpleben Parekh works dedicatedly with the children. Her guidance & support of all who work in the hostel has played a big role in developing sports culture. Our best wishes for the success of our children.

રમતગમતનું આપણા જીવનમાં ઘણું મહત્વ. આમ તો આપણે સૌ રમવાની એક ઉંમર હોય એવું માની પણ જે માણસ જીવનના અંત સુધી શારીરિક રમત રમી શકે તે માણસ મોટાભાગે નરામયી રહે.

નિશાળમાં અભ્યાસ દરમ્યાન આપણને વિવિધ હરીફાઈઓમાં ભાગ લેવડાવવાનું કામ આપણા રમતગમતના શિક્ષક કરે. એ માટે આપણને સજ્જ પણ કરે. આમ તો રમત રમવાથી આપણો શારીરિકની સાથે સાથે માનસીક વિકાસ થાય, સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય. અને ટીમ તરીકે ક્યાંક જવાબદારી લેવાનો ગુણ પણ વિકસે.

તમને થશે આમ રમતગમત વિષે આટલું લાંબુ કેમ લખ્યું...

પણ વાત જરા ગૌરવ લેવા જેવી બની.

વિશ્વ મંગલમ અનેરા અને VSSM ના સંયુક્ત ઉપક્રમે ચાલતા અમારા છાત્રાલયના વિદ્યાર્થીઓ કબડ્ડીમાં તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમે જીત્યા. ટીમમાંથી પાંચ વિદ્યાર્થીઓની પસંદગી જિલ્લાકક્ષાની ટીમમાં થઈ ને આજે જિલ્લામાં આ ટીમ પ્રથમ ક્રમે આવી. જેમાં અમારા છાત્રાલયમાં ભણતા પાંચ વિદ્યાર્થીઓ હતા. હવે આ ટીમ ઝોનલકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેશે.

અમારા છાત્રાલયમાં આ બાળકોને કબડ્ડી માટે સતત પ્રેકટીસ  કરાવનાર અમારા રમતગમતના શિક્ષક શ્રી દિલીપભાઈ, તેમજ ઘનજીભાઈનો સિંહફાળો રહ્યો એમની સાથે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ સંસ્થામાં ફરજ બજાવતા કરશનભાઈની પણ ઘણી મહેનત..

અમારા છાત્રાલયમાં ભણતા દરેક બાળકે કોઈને કોઈ રમતગમતમાં ફરજિયાત હિસ્સો લેવાનો હોય છે. દિકરીઓની પણ વિવિધ રમતોમાં ટીમ તૈયાર થઈ રહી છે.. 

અમારા ડીમ્પલબેન પરીખ બાળકો માટે ખુબ જહેમત ઉઠાવે.. તેમનું માર્ગદર્શન અને સ્થાનીક સ્તરે હોસ્ટેલમાં ફરજ બજાવતા સૌનો ફાળો આમાં મોટો... 

બાળકો ખુબ સફળ થાય એવી શુભેચ્છા...

#MittalPatel #vssm #districtlevelcompetition #sports #nomadictribe



Our Hostel boys participated in sports activities

Our hostel students with our hostel sports teacher

Our hostel students with our hostel sports teacher

The girls team in various sports is also getting ready


Monday, 17 April 2023

VSSM is grateful to the well-wishing friends who have made significant contributions to bring the Vallabh Vidhya Enclave to life...

Mittal Patel with VSSM Coordinator Jayantibhai Bajaniya
at Pansar Campus

As most of you who have been part of our education interventions know, VSSM operates two hostels, one for girls and another for boys. And since the introduction of this initiative, these hostels have functioned in rented properties that have required us to keep relocating for some or other reasons. And each relocation not only gives us logistical challenges but also disrupts the stability of children. If we had our own space, we could focus properly and channel our energies on the education and development of the children. On comprehending our challenges, the respected Shri Chandrakantbhai Gogri – Aarti Family bought land to help us create Vallabh Vidhya Enclave. After performing Bhoomi Pujan, the construction of two hostels, one each for girls and boys, has been initiated.

The upcoming hostels will be large enough to host 1000 children at a time. In addition, the proposed campus will have a school, vocational training canter, sports facilities, and much more.

The campus will also serve as a learning center for those willing to study the nomadic and de-notified communities and understand the efforts required for their rehabilitation and development.

I am grateful to the following well-wishing friends of VSSM who have made significant contributions to bring the Vallabh Vidhya Enclave to life.

Sheth Shri Motisha Sadharmik Bhakti Mandal, Smt. Bhoomi Malbari, Shri Chetan Amaratlal Choksi, Smt. Jayalakshmi Choksi, Shri Pranav Vora, Reeth Properties LLP, Paramount Health Services and Insurance Pvt. Ltd., Estate of Bhanu Chandulal Shah, Arpan Foundation, Shri Suren Kapadia, Dr. K. R. Shroff Fondation, Shri Suresh Manilal Shah, Shri Dilip Ghisalal Shah, Shri Mahendra Pukhraj Jain, Aarti Industries Ltd., Kacheria Foundation, Lincoln Pharmaceuticals, Estate of Bhanu Chandulal Shah, HD Fire Protect,Sri Prakash Sakarlal Gandhi Charitable Trust, Siddhi Trading, Smt. Amoli Prakash Shah, Smt. Rashi Gaba, Mazda Limited, Shri Dharmin Patel and Family, Shri Darshil Rambhia, Smt. Harsha Desai, Shri Aleem Adatia , Shri Narendra Gajrawala, Shri Vallabh Foundation,  Smt. Dayaben Girjashankar Sheth Charitable Trust, Sophos Technologies Pvt. ltd., Listenlights Pvt. Ltd.,Aarti Drugs Limited, Acuite Ratings and Research Limited, Shree Pre Fab Steels Pvt. Ltd., Kiritbhai Shah, and VSSM I Forum,

Many other well-wishers have made donations, but it is impossible to mention their names in a single post. We are grateful to all of you for your support and compassion for the cause. As we reach the threshold of fulfilling the dreams of thousands of children, we will continue to need your help. Hope to find you beside us as we work to raise some outstanding citizens of this country

વર્ષોથી ભાડાની જગ્યા પર આપણે છાત્રાલય ચલાવીએ. આ છાત્રાલયની જગ્યાઓ પણ વારંવાર બદલવાની થાય અને એના લીધે બાળકોને ઘણી તકલીફ પડે. પોતાની જગ્યા હોય તો બાળકો શાંતિથી ભણી શકે આપણે પણ તેમની કેળવણીમાં સરખુ ધ્યાન આપી શકીએ. બસ પાનસરમાં આદરણીય ચંદ્રકાન્તભાઈ ગોગરી - આરતી પરિવારે આપણને જમીન આપી અને ત્યાં વલ્લભ વિદ્યા સંકુલના પાયા નંખાયા. ભૂમીપૂજન થયા પછી હવે આ જગ્યા પર બે છાત્રાલયના નિર્માણનું કાર્ય શરૃ થયું. એકમાં દિકરાઓ રહી શકે અને એકમાં દીકરીઓ રહી શકે તેવી વ્યવસ્થા આ છાત્રાલયમાં થશે.

1000 બાળકો રહી શકે એવી આ વ્યવસ્થામાં આગળ નિશાળ, વૈક્લિપક વ્યવસાયની તાલીમ લઈ શકે તે માટે તાલીમ કેન્દ્ર, રમતગમતનું મેદાન વગેરેનું નિર્માણ પણ આગામી દિવસોમાં કરીશું.

આ સિવાય આ સંકુલમાં દેશ અને દુનિયાભરના લોકો વિચરતી જાતિઓના કલ્યાણના કાર્યો કેવી રીતે થઈ શકે તેમનું પુનઃવસન કેવી રીતે કરવું તે શીખવા આવી શકે તે પ્રકારનું બનાવવાનું આયોજન છે. 

વલ્લભવિદ્યા સંકુલના નિર્માણમાં મદદ કરનાર મુખ્ય દાતાઓ કે જેમણે ઘણી મોટી રકમની મદદ કરી છે તેવા Sheth Shri Motisha Sadharmik Bhakti Mandal, Smt. Bhoomi Malbari,Shri Chetan Amaratlal Choksi,Smt. Jayalakshmi Choksi,Shri Pranav Vora,Reeth Properties LLP, Paramount health services and insurance Pvt. Ltd., Estate of Bhanu Chandulal Shah,Arpan Foundation, Shri Suren Kapadia, Dr. K. R. Shroff Fondation, Shri Suresh Manilal Shah, Shri Dilip Ghisalal Shah,Shri Mahendra Pukhraj Jain,Aarti Industries Ltd.,Kacheria Foundation,Lincoln Pharmaceuticals,Estate of Bhanu Chandulal Shah,HD Fire Protect,Sri Prakash Sakarlal Gandhi Charitable Trust,Siddhi Trading,Smt. Amoli Prakash Shah,Smt. Rashi Gaba, Mazda Limited, Shri Dharmin Patel and Family, Shri Darshil Rambhia, Smt. Harsha Desai, Shri Aleem Adatia , Shri Narendra Gajrawala, Shri Vallabh Foundation,  Smt. Dayaben Girjashankar Sheth Charitable Trust, Sophos Technologies Pvt. ltd.,Listenlights Pvt. Ltd.,Aarti Drugs Limited, Acuite Ratings and Research Limited, Shree Pre Fab Steels Pvt. Ltd., Kiritbhai Shah and VSSM i Forum, વગેરે સૌનો ઘણો આભાર માનુ છું. આ સિવાય પણ ઘણા સ્વજનોએ પોતાનાથી થતી મદદ કરી છે. બધાના નામો લખવા શક્ય નહોતા પણ તમારુ અનુદાન અમારા માટે ઘણું મહત્વનું છે અને તમારી લાગણી પણ એ રીતે માથે ચડાવું છું.  હજુ આગળ પણ આપની મદદની જરૃર પડવાની. મૂળ હજારો બાળકોના સ્વપ્ન આ સંકુલમાં સાકાર થવાના છે. તો બસ સાથે રહેજો. સાથે મળીને આ દેશના ઉત્તમ નાગરિકોનું આપણે આપણા સંકુલમાં  નિર્માણ કરીશું. 

#MittalPatel #vssm #pansar #vallabhvidhyavihar #Sankul



Ongoing Construction at  Pansar Campus

Ongoing Constaruction atPansar Campus

Nomadic children 

Mittal Patel with nomadic children