Friday 20 October 2023

Please support us in the development of Vallabh vidhya Vihar Pansar...

Respected Shri Jigneshbhai Patel 
of MH - Xorbian Tech Pvt. Ltd. 
handed over cheque to Mittal
Patel for Pansar Camps

Nelson Mandela said that "Education is the most powerful weapon to change the world". However, I feel the word more apt than "weapon" is "tool". Whatever, education has the power to change the life of an individual.

We at VSSM are building a hostel campus at Pansar near Gandhinagar for the benefit of  under privileged children.

In the first phase we are building the facilities for about 1000 children to stay & study. The project cost is quite high and our well wishers are helping us as always. 

Respected Shri Jigneshbhai Patel of MH-Xorbian Tech Pvt Ltd is regularly helping us in our work and has  donated Rs 2 lakhs by personally coming to Pansar. He believes that ' a person once educated will face less hurdles & difficulties in his life. Building an education complex is like building a temple and I like to be associated with such work" Thank you Jigneshbhai.

Similar sentiments were also expressed by respected Shri Mahendrabhai Patel of Lincoln Pharmaceuticals of Ahmedabad. He has donated a sum of Rs10 lakhs. We are extremely obliged to him.

Our major support in this work comes from citizens of Mumbai. Our invitation & request to residents of Ahmedabad ,Gandhinagar to join us in this mission.

Things would move fast if we get support from the society for whom we are developing this facility. However they are economically not strong.  We therefore invite the financially strong pillars of our society to come forward to help us achieve our goal. 

Through social media many see our work. We request all to contribute their might for this project.

For more information please contact on 9099936013 between 10:00 AM to 6:00 PM. One can even contribute by GPay on 99090-49893.

શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેની મદદથી તમે દુનિયા બદલી શકો છો - નેલ્સન મંડેલા

જો કે મને હથિયાર કરતા ઓજાર શબ્દ વધારે મજાનો લાગે.. પણ ખેર શિક્ષણથી માણસનું જીવન બદલાય એ તો ચોક્કસ છે. 

અમે ગાંધીનગર પાસેના પાનસર ગામમાં તક વંચિત સમુદાયના બાળકો શિક્ષણ લઈ શકે તે માટે વલ્લભ વિદ્યા સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ.

પ્રથમ તબક્કામાં 1000 બાળકો અહીંયા રહી શકે અને ભણી શકે તે માટે હોસ્ટેલ નિર્માણનું કાર્ય કરી રહ્યા છીએ. ખર્ચ ઘણો મોટો છે. જેને પહોંચી વળવા ઘણા પ્રિયજનો સહયોગ કરી રહ્યા છે. 

આદરણીય જીજ્ઞેશભાઈ પટેલ - MH Xorbian Tech Pvt. Ltd અમારા કાર્યોમાં શક્ય મદદ કરે તેમણે પાનસરની વિગત જાણીને 2 લાખનું અનુદાન ખાસ પાનસર આવીને આપ્યું.

તેમના મતે, 'માણસ એક વખત શિક્ષીત થઈ જશે તો પછી એને કોઈની ઓશિયાળી વેઠવાની નહીં થાય. વળી શિક્ષણ સંકુલનું નિર્માણ એ મંદિર નિર્માણ જેટલું જ અગત્યનું.. માટે મને આ શુભકાર્યમં મદદરૃુપ થવું ગમે..' આભાર જીજ્ઞેશભાઈ..

જીજ્ઞેશભાઈ જેવી ભાવના અમદાવાદના આદરણીય મહેન્દ્રભાઈ પટેલ - Lincoln Pharmaceuticals ની પણ. તેમણે પણ 10 લાખની રકમ આ કાર્ય માટે આપી. આપના અમે ઋણી છીએ. 

આમ તો આ કાર્યમાં મુખ્ય ટેકો મુંબઈમાં બેઠેલા લોકો કરે. ગુજરાતમાં રહેતા અને ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદમાં રહેતા લોકો આ કાર્યમાં જોડાય એવી વિનંતી.

હું જે સમાજથી આવું એ સમાજ પોતાના સમાજના બાળકો માટે હોસ્ટેલ બાંધવા ટહેલ નાખે તો બધુ ચપટીમાં થઈ જાય. પણ જેમના માટે અમે કાર્ય કરીએ એમાં એવા ધનપતિઓ નથી કે એ મદદ કરે. ત્યારે સમાજનો સબળો વર્ગ આમાં સાથે આવે તે માટે વિનંતી.

એ સિવાય સોસીયલ મિડીયાના માધ્યમથી ઘણા સ્વજનો અમે જે કાર્ય કરીએ તેને જુએ.. આપ સૌને પણ આપનાથી થતો ટેકો કરવા વિનંતી.

વધુ વિગત માટે 9099936013 પર 10 થી 6માં સંપર્ક કરી શકાય. અથવા 99090-49893 પર Gpay પણ કરી શકાય.



Ongoing Pansar Campus Construction

Ongoing Pansar Campus Construction

Ongoing Pansar Campus Construction


No comments:

Post a Comment