Thursday, 20 February 2025

The dreams that we envisioned for the nomadic children and with them are now becoming a reality

Srushti has become the most loved one in the entire hostel

Our Srushti. She is the youngest among all the children studying in the hostel. When her father came to place her elder sister in the hostel, Srushti said, "I want to stay here too," and that's how she stayed. Today, she has become the most loved one in the entire hostel.

The children from our background don’t usually get much attention towards their education. That’s why we have separate classes where the children learn and grow at their own pace. Among these classes, the class for younger children is the most fun. Some of the children in this class study, while our Srushti, like others, falls asleep with her head on the desk when she gets tired.

When the hostel started, there were many difficulties. We had a vision of providing the best for the children, but construction and setting things up brought certain challenges. However, now everything is coming together.

Today, some of the children who go to schools in our area have started becoming the best in their class. We are proud of this. Even those who aren’t at the top are working hard with their own goals. They are very interested in sports. In the sports competition, our children from Kalol Taluka stood out. They also secured top positions at the district level.

The dreams that we envisioned for the children and with them are now becoming a reality. Our vision is very big, and I pray to God every day that these dreams will come true, and I truly believe they will.

અમારી સૃષ્ટિ. હૌસ્ટેલમાં ભણતી બધી ટાબરમાં એ સૌથી નાની. એના પપ્પા એની મોટી બેનને હોસ્ટેલમાં મુકવા આવેલા ને સૃષ્ટીએ કહ્યું, મારે પણ અહીંયા રહેવું છે ને એ બસ રહી પડી. આજે એ આખી હોસ્ટેલની વહાલુડી થઈ ગઈ છે.

અમારા બાળકો જે બેકગ્રાઉન્ડમાંથી આવે ત્યાં ભણતર પર ખાસ ધ્યાન આપવાનું ન થાય. એટલે અમે ખાસ અલાયદા વર્ગો બાળકો સરખુ શીખે- ભણે એ માટે લઈએ. આ વર્ગોમાં નાના બાળકોનો વર્ગ સૌથી મજાનો. આ વર્ગમાં કેટલાક બાળકો ભણતા હોય ને અમારી સૃષ્ટિ જેવાને ઊંઘ આવે તો માથુ ઢાળી એ સુઈ પણ જાય. 

હોસ્ટેલ શરૃ કરી એ વખતે ઘણી અગવડો હતી. બાળકોને ઉત્તમ આપવાનો મનોરથ પણ બાંધકામ ચાલુ હોય તો કેટલીક તકલીફ પડે એ સ્વાભાવીક. પણ હવે બધુ ગોઠવાઈ રહ્યું છે. 

આજે અમારા બાળકો જે નિશાળોમાં ભણવા જાય છે ત્યાંની નિશાળોમાં કેટલાક તો અવલ્લ આવવા માંડ્યા છે. અમને એનો રાજીપો. જે અવલ્લ નથી એ બધા પણ પોતાના કોઈને કોઈ ધ્યેય સાથે લાગી પડ્યા છે. રમતગમતમાં તો એમને ખુબ રસ પડે. ખેલ મહાકુંભમાં કલોલ તાલુકામાં અમારા બાળકો છવાઈ ગયા. જિલ્લા કક્ષાએ પણ નંબર મેળવીને આવ્યા. 

બાળકો અને એમની સાથે અમે જોયેલા સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે. મનોરથ બહુ મોટા છે ને એ બધા પુરા કરવા ઈશ્વરને રોજ પ્રાર્થના કરુ છું ને એ થશે એવો વિશ્વાસ પણ છે. 

#vssm #Mittalpatel #education #nomadictribes

VSSM's hostel have separate classes where the children learn
and grow at their own pace

Srushti falls asleep

Children studying in their classrooms




No comments:

Post a Comment