Monday, 10 March 2025

We hope to be the reason for many such daughters to get an education, with God's blessings.

Mittal Patel with our hostel girls

 On International Women's Day, a story of our daughters...

"What will you do after studying?"

I asked this to the little girls standing in front of me—Khushi, Dipali, Drishti, Sonu, Manisha, and Neha.

At that time, none of them responded, as seen in this photo. They just looked ahead and gave me a beautiful smile as if to say, "We will carry on."

They had been with us since they were very young, coming to study at our hostel. Over the years, they studied here and passed their 12th grade. Later, there was concern about whether their families would allow them to continue their education.

But our joy came when one of them boldly said, "If we aren't allowed to study, we will run away from home."

I laughed and replied, "Such cases where daughters run away to study hardly ever happen. If that happens, you’ll be one of the rare cases."

After hearing this, all the girls burst into laughter.

Then I told them, "You should talk and explain to your family. If you convince them, they will let you study." And that's exactly what they did. The girls convinced their parents, who were initially concerned that if the daughters studied too much, they wouldn’t find suitable husbands. In a way, this concern was not entirely unreasonable.

But in the end, everything worked out.

Many girls who studied at our hostel have gone on to pursue nursing and diploma engineering. Some of these girls I recently met at a community wedding in the Bajaniya community.

I had no idea they would be there, but as soon as I entered the wedding hall, they ran to greet me. And then, there was a flood of conversations. Khushi said, "Didi, you should go on stage and talk to all the other girls about the importance of education."

So, we all went up on stage and spoke at length.

Our hope, as we shared with the girls, was this: "A daughter should be able to earn. If she can earn, she can face any challenges that come her way. She won't need anyone's support."

What a wonderful thought, and we are happy that the girls are now understanding it.

A special thanks to our Dimpleben, Harshad, Vanita, Jayantibhai, Bijol, and others for playing a crucial role in helping these girls reach this level of success.

We hope to be the reason for many such daughters to get an education, with God's blessings.

વિશ્વ મહિલા દિને અમારી દીકરીઓની વાત...

‘ભણીને શું કરશો?’ 

મારી સામે ઊભેલી નાનકડી ખુશી, દિપાલી, દૃષ્ટિ, સોનુ, મનીષા, નેહાને પુછ્યું.

એ વખતે આ ફોટોમાં દેખાય એ બધી સાવ ટબુડિયો એટલે કોઈ જવાબ ન આપ્યો.. બસ સામે જોઈને ઓવારી જઈએ એવું સુંદર સ્મિત આપ્યું.

અમારી હોસ્ટેલમાં બહુ નાની હતી ત્યારથી ભણવા આવેલી. વર્ષો સુધી અમારા ત્યાં ભણી ને ધો. 12 પાસ કર્યું. હવે બધાને ચિંતા હતી ઘરેથી આગળ ભણવા નહીં દે તોની.

પણ અમારી ખુશી તો જબરી એણે કહ્યું, ‘નહીં ભણવા તે દો ઘરેથી ભાગી જઈશું.’

એ વખતે હસી ને કહેલું,  ‘ભણવા માટે દિકરી ભાગી આવા કિસ્સા દુનિયામાં ભાગ્યેજ બને. એ કિસ્સામાં તમારી ગણતરી થશે જો આવું થશે તો’ વાત સાંભળી બધી દીકરીઓ ખુબ હસેલી.

એ પછી, તમે સંવાદ કરજો ને પરિવારને સમજાવજો એ ભણવા મોકલશે એવું કહેલું. અને દિકરીઓએ મા-બાપને સમજાવ્યા. દિકરીઓ ભણી જશે તો પછી એમને લાયક દિકરો નહીં મળે તો ની ચિંતા મા-બાપને.  એક રીતે આ ચિંતા વ્યાજબી પણ હતી. પણ બધુ ગોઠવાયું.

અમારી હોસ્ટેલમાં ભણીને ઘણી દીકરીઓ નર્સીગ અને ડિપ્લોમા એન્જીનીયરીંગમાં ગઈ. આ દીકરીઓમાંથી કેટલીકને હમણાં બજાણિયા સમુદાયના સમુહ લગ્નમાં મળવાનું થયું. 

જરાય અંદાજ નહોતો કે આ બધા ત્યાં હશે. પણ  હું જેવી મંડપમાં દાખલ થઈ કે, દોડીને ભેટી પડી. પછી તો વાતોના તડાકા. ખુશીએ તો કહ્યું, ‘દીદી તમે સ્ટેજ પર જઈને બીજા બધા દીકરીઓ ભણાવે એની વાત કરોને..’ને પછી અમે સૌ પહોંચ્યા સ્ટેજ પર ને ઘણી વાતો કરી..

અમારી આશા કહે, ‘દીદી દીકરી કમાતી હોવી જોઈએ. એ કમાય તો એના પર આવતી તમામ મુસીબતનો એ સામનો કરી શકે. એને કોઈના ટેકાની જરૃર ન પડે.’

વાત કેવી સરસ પણ દીકરીઓ હવે આ સમજી રહી છે એનો અમને આનંદ છે..

અમારા ડિમ્પલબેન, હર્ષદ, વનિતા, જયંતીભાઈ, બિજોલ અનેકોનો ફાળો આ દિકરીઓને આ સ્તરે પહોંચાડવામાં મહત્વનો. 

બસ આવી અનેક દીકરીઓના ભણતરમાં નિમિત્ત બનીએ એવી ઈશ્વરને શુભભાવના... 

#VSSM #MittalPatel #WomensDay #મિત્તલપટેલ #વિચરતીજાતિ #nomadictribes #મહિલાદિન 


Mittal Patel and Maulik Patel with our hostel girls



Mittal Patel addresses community at wedding function

Mittal Patel at Bajaniya Community wedding function


No comments:

Post a Comment