Monday 28 May 2018

Manisha Devipujak of VSSM comes out with flying colours in HSC Science Stream Exam...

Mittal Patel with Manisha Devipujak

How proud you will be when your child performs up to the mark? I am feeling the same pride looking at the result of Manisha’s 12th Science. Manisha’s father Bhagabhai Devipoojak is suffereing from ulcer. Manisha would see his plight but they could not meet both ends due to medical expenses.     

NEET exam results are yet to declared. Then we will be able to see what happens. But as per the present situation, she can get the admission in Nursing.  
Manisha Devipujak's HSC result
See, how this daughter of uneducated mother passed with flying colours? Manisha, who has been staying in our hostel showed the wish to go to Medical stream and decide to serve in villages.  

All the expenses for the tuitions for science stream as well as NEET exam were provided with the help of near and dear ones.

Dimpleben was continuously after her studies and tuitions. Jayantibhai, Vandana, Bharat became her support in pickup and drop to the school and tuitions. Entire Hostel team was with her wherever there was a need. I am grateful to the hostel team. And we wish for Manisha’s bright future. 

Manisha had cried a lot when she came back from the office saying what if she doesn’t get good result. She spoke a lot about her concern of not being able to help her family. We made lot of efforts to make her smile and eventually she smiled. The photo with that light smile is kept here. Today, her family is also proud of her like we are.

The photograph of Manisha’s result of 12th standard is kept here. 

પોતાનું બાળક જ્યારે ખરા અર્થમાં તીર મારીને આવે ત્યારે કેવો ગર્વ થાય? બસ એવો ગર્વ અમારી મનીષાનું ધો.12 સાયન્સનું પરિણામ જોઈને થાય છે. મનિષાના પિતા ભગાભાઈ દેવીપૂજક અલ્સરની બિમારીથી પિડાય. મનિષા તેમની હાલત જુએ, દવાના ખર્ચને ધક્કા બેય ક્યાં પહોંચી વળાતા હતા.

એટલે જ મનિષાએ મનથી ડોક્ટર બનવાનું નક્કી કર્યુ. નીટની પરિક્ષાનું પરિણામ આવવાનું બાકી છે. એ આવી જાય પછી ખબર પડે કે શું થાય. બાકી હાલની સ્થિતિમાં નર્સીગમાં એને એડમીશન મળી જશે.
મનિષાની મા શાકભાજી વેચે ને પરિવારનું ગુજરાન ચલાવે. અભણ માની આ દીકરી કેટલા સારા માર્કસ સાથે ઊતીર્ણ થઈ. છેલ્લા કેટલાક વર્ષોથી અમારી હોસ્ટેલમાં રહીને ભણતી મનીષ।એ મેડીકલના ફીલ્ડમાં જવાનુ નક્કી કર્યું ને મોટા થઈને ગામડાંમાં જ સેવા આપવાની ઈચ્છા દાખવી.

12 સાયન્સના ટ્યુશન નીટની પરિક્ષાનો મસમોટો ખર્ચ બધુએ મદદ કરનાર સૌ સ્વજનો થકી પાર પડ્યું. આપ સૌનો આભાર.

ડીમ્પલબેન સતત એના ભણતર ટ્યુશન માટે લાગ્યા તો જયંતીભાઈ, વંદના, ભરત ટ્યુશનથી લઈને સ્કુલમાંય એને લેવા મુકવા એ સિવાય જ્યાં પણ જરૃર પડી મનિષાની પડખે રહ્યા અમારી હોસ્ટેલની આ ટીમનો પણ આભાર સાથે મનિષાના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના...

દિવાળી પછી ઘરેથી સીધી ઓફીસ પર મનિષા આવેલી ને પકડીને ખુબ રડેલી, દીદી હું સારુ રીઝલ્ટ નહીં લાવું તો.. હું મારા પરિવારને મદદ નહીં કરી શકુ તો વગેરે કાંઈ કેટલુંએ એ બોલેલી એને હસાવવા કેટલું કર્યું ત્યારે માંડ થોડું હસેલી એ તસવીર અમે કેમેરામાં કેદ કરી જે અહીંયા મુકી છે. પણ આજે અમારી જેમ જ એના પરિવારને પણ એના ઉપર ગર્વ થાય છે.

સાથે ૧૨ સાયન્સમાં એણે મેળવેલું પરિણામ ફોટોમાં જોઈ શકાય છે

No comments:

Post a Comment