Hina Bhanushali talking to Mittal Patel |
The work and cause VSSM strives for has helped create a strong and dependable community of well-wishing friends and patrons. However, seldom do we come across young volunteers and donors who join us because they wish to be part of the process that enables change, who are willing to contribute their time, money and energy to spread the joy and bring light in someone else’s life.
Recently we happen to meet Hina Bhanushali, a compassionate and wise 23 years old who thrives at the idea being helpful to others. Having relocated to Ahmedabad to prepare for examinations to government job, Hina lives by herself. Her father sends her a regular allowance to help meet her living expenses.
Hina is extremely mindful of her expenses and spends thriftily. The money she saves helps pay-off education expenses of three needful children. After spending some time in Ahmedabad she realized that if she wants to save more she needs to live in a place with low cost of living. The thought made her move to Gandhinagar. The relocation indeed helped her save more! Apart from helping with the education of 3 children Hina spent her increased savings on helping a barber set-up a small hair-cutting kiosk, distribute woolen pull-overs to the children in the government school in her hometown and assist a friend meet her educational expenses.
Hina, Mittal Patel and hostel girls with the cycle Hina has given |
One day I received a message from Hina, on my Facebook account. She expressed her desire to meet me. We did meet up and talked to learn about her and VSSM’s work. After a few days of our meeting she calls up to tell me that she has managed to save Rs. 4000 and would want to donate that amount to the hostel, which she did.
A few days before Rakshabandhan she spoke to VSSM’s Dimpleben to understand more on the needs of the girls staying with our hostel. Dimpleben mentioned o n the need of a bicycle. A couple of days later she comes over to VSSM with a bicycle for the girls. On Rakhi instead of clothes or any other gifts she asked for money from her brothers. Once the brothers learnt the reason behind this strange demand they happily obliged.
“Didi, the clothes would eventually wear-off but my help to others will bring hope and twinkle in their life. I wish to go ahead like you, didi. I haven’t been able to decide between to be or not to be a government officer, I might opt out of that wish but I sure want to work like you,” Hina expressed.
“You should work towards becoming a government officer. We need officials like you amidst us.” I pushed her to not give up on something she has been working towards for so long.
“But can I come here and work with you, if I don’t like it there??”
“Of course, our doors are always open for you.” How could I not make such compassionate human part of VSSM!!
We hope that this desire to do better for fellow human beings never diminishes in Hina. We wish that she clears her exams and gets appointed as a government officer and goes on to bring change in lives of hundreds and thousands of individuals she would work for.
In the picture Hina with the girls she brought the cycle for.
ગુજરાતીમાં અનુવાદ
હીના ભાનુશાળી...
બહુ નાનકડી છોકરી. પણ તકવંચિતોને મદદ કરવાની ભાવના જબરજસ્ત.
માંડ ત્રેવીસની ઉંમર હશે. અમદાવાદ સરકારી નોકરી માટેની તૈયારી માટે આવી. પપ્પા પોકેટ મની આપે. એમાંથી રહેવાનું ને જમવાનું કરે સાથે થોડી બચત કરે ને એ બચતમાંથી જ એ જરૃરિયાતમંદ ત્રણ બાળકોને ભણાવે.
આવામાં પાછો વિચાર આવ્યો અમદાવાદની જગ્યાએ ગાંધીનગર રહેવા જવું તો થોડા વધુ પૈસા બચી શકે. ને ઉપડી ગઈ ગાંધીનગર ને બચત વધારી. ત્રણ બાળકો ઉપરાંત એક વ્યક્તિને હજામની દુકાન કરવા માટે પણ હીનાએ મદદ કરી. પોતાના ગામની સ્કુલમાં બાળકોને સ્વેટર આપ્યા થી લઈને સાથે ભણતી મિત્રેને પણ ભણવામાં મદદ કરી.
એક દિવસ ફેસબુક પર મેસેજ આવ્યો મળવું છે. ને એ આવી. અમે ખુબ વાતો કરી..
થોડા દિવસ પછી ફોન આવ્યો. મારી પાસે બચેલા 4000 છે. હોસ્ટેલમાં આપવા છે. ને એ આવીને આપી ગઈ.
રક્ષાબંધન પહેલાં પહેલાં અમારા ડીમ્પલબેન સાથે વાત કરી ને દીકરીઓને શાની જરૃર છે એવું પુછ્યું. ડીમ્પલબેને સાયકલ માટે વાત કરી.
રક્ષાબંધનના દિવસે હીનાએ ભાઈઓ પાસે મોંધી ભેટ કે કપડાંની જગ્યાએ પૈસા માંગ્યા. ભાઈઓને નવાઈ લાગી પણ પછી એણે કહ્યું, મારે હોસ્ટેલમાં ભણતી તકવંચિત દીકરીઓને સાયકલ ભેટમાં આપવી છે. તો ભાઈઓએ પણ હોંશે હોંશે મદદ કરી.
ને બે દિવસ પહેલાં એ સાયકલ લઈને હોસ્ટેલ પર આપવા આવી...
સમાજને પાછુ આપવાની વાત હીનાની જેમ આપણે સૌ શીખી લઈએ તો સમાજ કેવો રૃડો થઈ જાય.
પોતાના મોજ શોખ માટે વાપરવાની જગ્યાએ હીના જરૃરિયાતમંદ વ્યક્તિઓને મદદ કર. દીદી કપડાં તો ઘસાઈ જાય. પણ કોઈને મદદ કરેલી નીખરી જાય એવું હીના કહે..
મને તમારી જેમ કામ કરવું છે. અધિકારી બનવું ના બનવું એની થોડી અવઢવ છે પણ તમારી જેમ કામ કરવામાં જરાય અવઢવ નથી. કદાચ અધિકારી ના પણ બનું. એવું હીનાએ કહ્યું ત્યારે એને કહ્યું, અધિકારી બની જાય. પછી ત્યાં ના ફાવે તો આવી જજે અહીંયા. પણ એક વખત સરકારમાં જજે ખરી.
એણે કહ્યું જઈશ પણ ના ગમે તો અહીંયા આવી શકુ ને?
આટલી લાગણીશીલ છોકરી ને ના પાડવી કોને ગમે?
તારે જ્યારે આવવું હોય ત્યારે આવજે તારા માટે દરવાજા ખુલ્લા છે...
આવી સરસ હીનાની વંચિતો માટેની લાગણી ઘણી જુદી છે...
હીનામાં માણસાઈની આ મશાલ હંમેશાં જલતી રહે તેવું ઈચ્છીએ.. ને પરીક્ષા પાસ કરીને એ અચ્છી અમલદાર બની ખુબ લોકોને મદદરૃપ બને એવી લાગણી...
ફોટોમાં સાયકલ આપવા આવેલી હીના જેમના માટે સાયકલ લાવી તે દીકરીઓ સાથે...
No comments:
Post a Comment