Thursday 7 July 2022

When kids like Yagnesh do good in life after working so hard, they will have many stories to share and inspire others....

Mittal Patel with Yagnesh

 “My father sells peanuts, and my mother works as a diamond polisher. I,  want to begin earning and contribute to the family income pool.” Eighteen years old Yagnesh shares his aspirations.

 After finishing his 10th grade, Yagnesh got enrolled in a 1-year paramedical course. After completing the course, he got a job at a private hospital in Surat with a monthly remuneration of Rs. 9,500. Yagnesh aspires to study further in the field of medicine by pursuing a General Nursing Course (GNC). Dr Mayurbhai, the employing doctor at the hospital Yagnesh currently works, is a sensitive individual; he has agreed to Yagnesh continuing with his studies and working at the hospital. This has been a great relief as Yagnesh can now complete his class 12th studies, after which he will apply for the GNC course.

The privileged will never be able to comprehend the struggle it is to study and do well in life, for the children on the margins. The hardships one endures are the best teacher to shape any individual’s character. When kids like Yagnesh do good in life after working so hard, they will have many stories to share and inspire others.

I am sure each child from our hostel will have such stories to share.

VSSM’s education team led by Dimpleben Parikh, Vanita Dave, Bijol Desai, Kokila Chamtha, Pravin Chamtha are the best mentors these children will ever have. The team ensures the children are placed in vocational courses that suit their aptitude, attitude and family background. They identify suitable course taking the mentioned aspects into consideration and also that they get gainfully employed after completing the course. It was Dimpleben who got Yagnesh placed at this private hospital in Surat because she knew the doctor.

Currently, 450 children stay and study at VSSM-operated hostels. We wish continued success to our children

"મારા પપ્પા સીંગ વેચે. મમ્મી હીરા ઘસવાનું કામ કરે. મારે કમાઈને એમને મદદ કરવી છે”

18 વર્ષના બોટાદના યજ્ઞેશે આ કહ્યું.

એ ધો.10 ભણ્યો એ પછી અમે એને પેરામેડીકલનો એક વર્ષનો કોર્સ કરાવ્યો. જેના લીધે એને સુરતની એક હોસ્પીટલમાં 9,500ના પગારથી કામ મળ્યું. એની ઈચ્છા મેડીકલ લાઈનમાં જ આગળ વધવાની. એ જનરલ નર્સીગનો કોર્સ કરવા ઈચ્છે. જે હોસ્પીટલમાં એ કામે લાગ્યો એના ડોક્ટર મયુરભાઈ ખુબ માયાળુ એમણે કહ્યું, મારા ત્યાં કામ કરતા કરતા એ ભલે GNM કરે.

યજ્ઞેશને આનાથી મોટી રાહત મળી. હવે એ ધો.12ની પરિક્ષાની તૈયારી કરી રહ્યો છે. ધો.12 પાસ કરી એ જીએનએમ કરશે.

સુખી સંપન્ન પરિવારના બાળકો યજ્ઞેશ જેવું વિચારી શકે? મારુ માનવું છે સંઘર્ષ આપણને ઘડે છે, ઘણું શીખવે છે. યજ્ઞેશ જેવા બાળકો આ પ્રકારની મહેનત પછી આગળ વધશે ત્યારે એમની પાસે એમની સફળતાની વાર્તાઓ હશે. જે બીજા લોકોને પ્રેરણા આપશે.

અમારી હોસ્ટેલમાં ભણતા દરેક બાળક પાસે આવી વાર્તાઓ છે. અમે બાળકને તેમની ક્ષમતા તો ક્યાંક તેમની ઘરની સ્થિતિ સમજી યોગ્ય રોજગારી મળે તેવા કોર્સમાં દાખલ કરાવતા હોઈએ છીએ. અમારી શિક્ષણ ટીમ જેમાં ડીમ્પલબેન પરીખ, વનીતા દવે, બીજોલ દેસાઈ, કોકીલા ચામઠા, પ્રવિણ ચામઠા વગેરેનો આ કાર્યમાં ઘણો મહત્વનો રોલ.

એ લોકો જ કોર્સ શોધી જે તે જગ્યાએ બાળકોને ગોઠવવાનું કરે ને કોર્સ પત્યા પછી નોકરી માટે પણ વ્યવસ્થા કરે જેમ કે યજ્ઞેશને ડીમ્પલબેને જ સુરતની હોસ્પીટલમાં એમના પરિચીત ડોક્ટરના ત્યાં ગોઠવ્યો.

હાલમાં અમારી પાસે યજ્ઞેશ જેવા 450 બાળકો ભણે છે.. બસ આ બધા બચ્ચાઓ પણ સફળતા પામે તેમ ઈચ્છીએ.


 

No comments:

Post a Comment