Sunday, 12 June 2022

VSSM is grateful to the sponsors and donors who have helped us bring education to the threshold of these extremely impoverished families/children...

Mittal Patel with our nomadic children

 "You wake up our girls at 4 in the morning; you don't even allow them a goodnight's sleep. So we do not wish to send them to the hostel anymore."

"You are right, but we wake them early to study, to give them a brighter future. Isn't that ok?"

"Whatever, but this doesn't seem right."

"The parents of girls studying para-medical nursing courses while completing their 12th grade came to us with this complaint."

They have all the reasons to be upset because the regime these girls follow is very tight. The extra coaching they need to cope with their studies requires them to wake up at 4 am. They study till 6.30 am, after which they finish the morning rituals and prepare to leave for Shalby Hospital at 8 am, where they attend the theory and practical classes for their para medical nursing course from 9 am to 6 pm. Once they return to the hostel at 7 pm, they have dinner- freshen up and study until 10 p. The Sundays too are spent studying for the course. 

The recently announced results of 12th-grade were a reflection of the rigorous efforts. 23 of the 25 students who appeared have cleared the exams with good grades. 2 of them have failed but will be taking a retest. 

As usual, the parents felt the pressure of the children's intensive schedule, but the girls were more than happy with their studies. Two girls aspire to join BSc nursing, and 10 want to enrol for General Nursing (GNM). Both of these are three years programs. These courses can promote them to the position of the head nurse. Some girls also wish to join BSc IT.

The seven students who have already completed their Nursing Diploma have found jobs at various hospitals with a starting salary of Rs. 14,400. 

The role of Vandanaben Nayak, who took a daily coaching class at 4 in the morning, is significant to these students' success. The incredibly selfless and devoted, Vandanaben has been tutoring our children for the last seven years. Likewise, our Bal Dost Jay also ensures that the children put in the effort required to complete this course successfully. And the result of both these hard-working individuals is seen in the results of our children.

Dimpleben Parikh, our senior team member who steers the education initiative, has played a vital role in ensuring the children at our hostels receive uninterrupted education and enrol in aptitude and market-appropriate vocational courses. And her efforts are matched by our education team members Vanita, Bijol, Pravin, Kokila and Vijay.

Educating the children from various nomadic communities has not been an easy ride for us; these sunny moments usher memories of the days when parents refused to send the children to the hostel, our attempts to deal with parents who did not prioritize the education of their children, who did not dream of their better future and how we had to counsel, threaten use force to bring the children to the hostels. Thankfully, now these are all matters of the past.

The children of these communities are also not inclined towards learning; they are not habituated to remaining stationed at one place and putting in focused efforts. But the continuous mentoring and nurturing (at times it may seem harsh) has enabled these children to reach an unheard-of and unimagined stage until 5-6 years ago. Therefore, I am sure these children will herald a better future for their community's other children.

We are grateful to the sponsors and donors who have helped us bring education to the threshold of these extremely impoverished families/children; because of you, we do not need to worry about the finances and concentrate our efforts on educating these children.

We will always look forward to your help and support. 

An 18-year-old, living in a hut and earning Rs. 14,400 indeed is a huge milestone for all of us. We wish all these children a better and brighter future.

તમે અમારી દીકરીઓને સવારે ચાર વાગે ઊઠાડી દો છો.. સરખી રીતે સુવા પણ દેતા નથી.. 

અમારે હવે એમને હોસ્ટેમાં ભણવા નથી મોકલવી.  

વાત સાચી પણ  એને  4વાગે કામ કરવા ઊઠાડીએ છીએ.. 

એ ભણે એનું ભવિષ્ય ઊજ્જળ બને તે માટે ઉઠાડીએ છીએ ને?એ જે હોય તે પણ આવું તે કાંઈ હોય?આવી નારાજગી અમારા ત્યાં પેરા મેડીકલ નર્સીગનો કોર્સ કરવાની સાથે ધો. 12  ભણતા દીકરા દીકરીઓના વાલીઓની. 

એક રીતે  તેમની નારાજગી પણ વ્યાજબી.  સવારે 4 વાગે તેમના ટયુશન ચાલુ થઈ જાય. એ માટે એમને થોડું વહેલાં ઉઠવાનું. સાડા છ સુધી ભણવાનું  ચાલે.પછી  નાહવા ધોવાનું  અને દૂધ નાસ્તો. એ પતે કે 8  વાગે નર્સીગના કોર્સ માટે હોસ્ટેલ છોડી શેલ્બી હોસ્પીટલ આવવાનું.  9 વાગ્યાથી એ  ભણવાનું ચાલુ થાય.ત્યાં થીયરીની સાથે પ્રેકટીકલ પણ ચાલે અને સાંજના 6 વાગે એ છૂટે. એ પછી હોસ્ટેલ પર પહોંચી જમીને પાછા ટ્યુશન  પર લાગે તે રાતના 10 વાગ્યા સુધી.. રવિવારે રજાના દિવસે સતત વાંચવાનું..

આ  સખત મહેનત સાથે 25 બાળકોએ ધો.12ની પરીક્ષા આપી. તેમાંથી  23 બાળકો પાસ થયા એ પણ સારા માર્કસ સાથે. જ્યારે બે બાળકો એક વિષયમાં ફેઈલ થયા. એ પણ ફરી પરીક્ષા  આપી પાસ થઈ જશે.

જોકે વાલીઓને આ પ્રેશર  લાગતું પણ બાળકો તો હોંશે હોંશે ભણતા.એ ભણવાના ભાગ  રૃપે હવે ધો. 12 પાસ થયેલામાંથી બે બાળકો Bsc નર્સીગમાં તેમજ 10 બાળકો જનરલ નર્સીગ (GNM)નો ત્રણ વર્ષનો  કોર્સ  કરવાની ખેવના રાખી... આ કોર્સ પછી  હેડ નર્સ બનીશકે. આ સિવાય Bsc IT માં કેટલાક બાળકો જશે.  આ સિવાય ડિપ્લોમા નર્સીગનો કોર્સ કરી રહેલા 7 બાળકોને જુદી જુદી હોસ્પીટલમાં નોકરી પણ મળી ગઈ એ પણ શરૃઆતી પગાર 14,400 થી. 

આ બાળકો આ પરિણામ સુધીૂ પહોંચ્યા એમાં  સૌથી મોટો ફાળો એમને  સવારે 4 વાગે ટ્યુશન કરાવતા વંદનાબેન નાયકનો. નિસ્વાર્થ પણે છેલ્લા સાત વર્ષથી એ અમારા  આ બાળકોને ભણાવવાનું  એ કરે.  જય  અમારો  બાલદોસ્ત  જે રાતના મોડે સુધી બાળકોને ભણાવવાનું કરે. આ બેઉની સખત મહેનતના પરિણામે બાળકો આ સ્તરે પહોંચ્યા. 

જો કે આ સ્તરે પહોંચાડવા અમારા ડીમ્પલબેન પરીખનો ફાળો મોટો. એ વંદના બહેન, જય સાથે સતત ફોલોઅપમાં. બાળકો ધો. 12 પાસ કરીને આગળ શું ભણશે તે માટે સતત તેમની સાથે વાત કરવાનું એ કરે.. અમારી વનીતા, બીજોલ, પ્રવીણ, કોકીલા અને વીજયનો ફાળો પણ વિશેષ. 

વિચરતી જાતિના બાળકોને જ્યારે પહેલીવાર અમારી હોસ્ટેલમાં ભણવા લાવવાનો વિચાર કર્યો એ દિવસો યાદ આવે છે. વાલીઓ બાળકો માટે સ્વપ્ન ન જુએ ભણીને વળી એ શું કરવાનો. બેન નાહક માથાકૂટ કરો રહેવા દો ને.. એના કરતા એ ચાદરો વેચશે,  છરી ચપ્પુની ધાર કાઢશે ટૂંકમાં અમારા પરંપરાગત ધંધા છે એ કરશે.. ત્યારે જબરજસ્તીથી બાળકોને ઉપાડી લાવતા. ક્યારેક ધમકી આપીને લઈ આવતા..

વળી ભણવામાં મોટાભાગના બાળકો સાવ નબળા આવામાં એમની ઉપર કડક પણ થવું પડ્યું હશે પણ એ કડકાઈના લીધે જ આ બાળકો અહીંયા સુધી પહોંચ્યા..જે બાળકો નોકરીએ લાગ્યા તેમને જોઈને આ સમાજના અન્ય બાળકો પણ ભણવા આવશે.. 

અમારી હોસ્ટેલમાં ભણતા 450 બાળકોના ભણતરમાં મદદ કરતા સૌ સ્વજનોના અમે આભારી છીએ. તમે મદદ કરી એટલે આ બાળકો નિરાંતે ભણી શક્યા. બાકી વાલી તો એક રૃપિયો પણ બાળકોના ભણતર માટે ખર્ચી શકે તેવી ક્ષમતા નહીં..અમારા આ કાર્યમાં આપ સૌની મદદ હંમેશાં આવકાર્ય.... ઝૂંપડામાં રહેનાર બાળક 14,400 18 વર્ષની ઉમેરે કમાતા થાય એ બહુ મોટી વાત.. બધા જ બાળકને ખુબ તરક્કી કરોની શુભભાવના...



The recently announced results of 12th-grade were
a reflection of the rigorous efforts.

Mittal Patel with our nomadic children

Educating the children from various nomadic communities
has not been an easy ride for us

Dimpleben Parikh, our senior team member who steers
the education initiative


No comments:

Post a Comment