Showing posts with label education for girls. Show all posts
Showing posts with label education for girls. Show all posts

Monday, 8 December 2025

Empowering Girls, Building Tomorrow

Education doesn’t just benefit one person—it uplifts an entire generation.”

Our girls at the hostel have studied well and are now pursuing nursing. Some of them will become pillars of their families in a year or two.

It fills us with joy to play a role in guiding their lives in the right direction.

શિક્ષણ આપવાથી એક વ્યક્તિનું ભલું નથી થતું પણ આખી પેઢી તરી જાય છે..

આ અમારી બચુડિયો અમારી હોસ્ટેલમાં ભણી.. હવે નર્સિંગમાં ભણે. કોઈ એક તો કોઈ બે વર્ષમાં પગભર થશે.. 

રાજીપો એમના જીવનને એક દિશામાં લઈ જવામાં નિમિત્ત બનવાનો. 

#vssm #mittalpatel

Mittal Patel at our Vallabh Vidhya Vihar Campus


Education Changes Lives...

Mittal Patel with our hostel kids

When Drishti first came to the VSSM-run hostel, she was very young. At that time, it seemed that perhaps she wouldn’t continue her studies beyond the 10th grade. But she stayed determined, worked hard, passed the 12th standard, and gained admission into a nursing course.

While studying nursing, she started her duties at the hospital, attending to patients. She was assigned to the children’s ward. She says, “When I hold a small child in my hands, the feeling is so profound that it’s difficult to put into words.” ❤️

In the community Drishti comes from, very few girls get the opportunity to study. Many girls she studied alongside have now become mothers. But Drishti got a chance, received trust, and that changed her life.

Many girls like Drishti study in our hostel. After the 12th standard, we enroll them in various technical courses so that they can become independent and ease the struggles of their families. At Goraj Muni Sevashram, many of our hostel students are pursuing nursing.

Sometimes, if a child feels discouraged or faces difficulties, we must run to them, place a hand on their shoulder, and explain: “Success in life doesn’t come without struggle. Accept the struggle.” We continue to motivate them enthusiastically so they regain confidence and progress in their studies.

Rekha, Pinkal, Neeta… all of them were very young when they first came to the hostel. Today, they are filled with confidence—some aspire to master nursing, while others are ready to go abroad for further studies.

In their eyes, there are dreams; in their hearts, curiosity; and in their minds, a single purpose—to learn and give back to society.

Hearing such words from them fills one with immense joy.

અમારી દૃષ્ટિ જ્યારે પહેલીવાર VSSM સંચાલિત હોસ્ટેલમાં આવી, ત્યારે એ બહુ નાની હતી. એ વખતે લાગ્યું કે કદાચ દસમા પછી એ આગળ નહીં ભણે. પણ એણે હિંમત રાખી, મહેનત કરી, બારમું ધોરણ પાસ કર્યું અને નર્સીંગના કોર્સમાં પ્રવેશ મેળવ્યો.

નર્સીંગ ભણતા ભણતા એ હોસ્પિટલમાં ડ્યુટી કરતી, દર્દીઓને તપાસતી. નાના બાળકોના વોર્ડમાં એની ડ્યુટી આવી. એ કહે — “જ્યારે નાનાં બાળકને હાથમાં લઉં છું, એ વખતે જે લાગણી થાય છે એ શબ્દોમાં કહેવી મુશ્કેલ છે.” ❤️

દૃષ્ટિ જે સમાજમાંથી આવે છે, ત્યાં દિકરીઓ બહુ ઓછું ભણે. એની સાથે ભણતી અનેક દિકરીઓ તો હવે બાળકોની મા બની ગઈ છે. પણ દૃષ્ટિને તક મળી, વિશ્વાસ મળ્યો, એટલે એની જિંદગી બદલાઈ.

અમારી હોસ્ટેલમાં દૃષ્ટિ જેવી અનેક દિકરીઓ ભણે છે. અમે ધોરણ 12 પછી તેમને વિવિધ ટેકનિકલ કોર્સમાં દાખલ કરાવીએ છીએ — જેથી એ પગભર બને, પોતાનો અને પરિવારનો સંઘર્ષ હળવો કરે. ગોરજ મુની સેવાશ્રમમાં અમારા ત્યાં ભણતા અનેક બાળકો નર્સીંગ ભણી રહ્યા છે. આ બાળકોમાંથી ક્યારેક કોઈ બાળક નિરાશ થાય, મુશ્કેલી અનુભવે ત્યારે અમારે દોડવું પડે, એના ખભા પર હાથ રાખી સમજાવવું પડે કે — “સંઘર્ષ વગર જીવનમાં સફળતા નહીં મળે. માટે સંઘર્ષને સ્વીકારો.” ઉત્સાહભેર વાતો સતત કરીએ એનાથી પાછા એ પ્રોત્સાહીત થાય ને ભણતરમાં આગળ વધે. 

રેખા, પીંકલ, નીતા… આ બધા તો હોસ્ટેલમાં આવ્યા ત્યારે સાવ નાનાં હતા. આજે એ બધા આત્મવિશ્વાસથી ભરેલા  છે — કોઈ નર્સીંગમાં માસ્ટર કરવા ઈચ્છે છે, તો કોઈ વિદેશ જઈ વધુ ભણવા તૈયાર થયા છે.

એમની આંખોમાં સપના છે, હૃદયમાં જિજ્ઞાસા છે, ને મનમાં એક જ ભાવના ભણીને સમાજને પાછું આપવાની છે.

એમના મોંઢે આવી વાતો સાંભળીએ ત્યારે રાજી થવાય.



Mittal Patel with our hostel kids

Mittal Patel with our hostel kids

Mittal Patel with our hostel kids


Empowering Marginalized Communities Through Education...

VSSM's Vallabh vidya vihar campus

“Education is the most powerful weapon you can use to change the world.” – Nelson Mandela’s words are absolutely true.

Today many deprived individuals received the opportunity to study and transformed their lives. But many people from the wandering and nomadic tribes are still deprived of this opportunity. We firmly believe that the entire society along with the government must work with love and responsibility for the welfare of these communities.

VSSM is making efforts so that the light of education spreads within these communities. We have established two hostels.

In Banaskantha’s Kakar, at the Shrimati Viraben Medhajibhai Shah (Chanderiya) Hostel, 110 children are currently studying. The hostel is still taking its early steps, but we hope that many students will study here and move ahead towards a bright future.

We have set up another institute, Vallabh Vidya Vihar, in Pansar, Gandhinagar. Two hostel blocks, a kitchen, and a dining hall have already been completed. The school building is yet to be constructed, and its work will begin soon. At present, more than 500 children study here.

It is equally necessary for the government to create special provisions—such as reservation and dedicated schemes—for the education and dignified employment of children belonging to these communities.

The fruits of independence have still not reached these communities living at the margins of society. Much work remains to be done, and for that, society must move forward along with the government.

Education is not merely academics—it is the power to transform lives. That is why we strive to make maximum efforts for the education of children from these communities.

“શિક્ષણ એ સૌથી શક્તિશાળી ઓજાર છે, જેનાથી તમે દુનિયા બદલી શકો છો.” – નેલ્સન મંડેલાનું આ વાક્ય એકદમ બરાબર. 

આજે અનેક વંચિત વ્યક્તિઓને ભણવાની તક મળી ને એમની જીંદગી બદલાઈ. પણ વિચરતી વિમુક્ત જાતિઓમાંના ઘણા હજુયે આ તકથી વંચિત. આ સમુદાયોના કલ્યાણ માટે પ્રેમથી આખા સમાજે સરકારે લાગવું જોઈએ એવું અમે દૃઢપણે માનીયે.

VSSM શિક્ષણરૂપી પ્રકાશ આ સમુદાયોમાં પથરાય એ માટે પ્રયત્નો કરે. અમે બે હોસ્ટેલ સ્થાપી. બનાસકાંઠાના કાકરમાં શ્રીમતી વીરાબહેન મેધજીભાઈ શાહ (ચંદેરિયા) છાત્રાલયમાં હાલ 110 બાળકો ભણે છે. આમ તો આ છાત્રાલય પાપા પગલી ભરી રહ્યું છે. પણ આશા છે અહીંયાથી અનેક બાળકો ભવિષ્યમાં ભણીને બહાર નીકળશે. 

આવું જ બીજુ વલ્લભ વિદ્યા વિહાર અમે ગાંધીનગરના પાનસરમાં સ્થાપ્યું. અહીંયા બે હોસ્ટેલ બ્લોક, રસોડુ, ડાયનીંગ હોલ તૈયાર થઈ ગયો છે. હજુ નિશાળ બનવાની બાકી. થોડા સમયમાં નિશાળનું બાંધકામ પણ શરૃ કરીશું. હાલ અહીંયા 500 ઉપરાંત બાળકો ભણે. સરકાર દ્વારા આ સમુદાયના બાળકોના ભણતર માટે તેમજ તેમના શિક્ષણ અને તેમને સ્વમાનભેર કામ મળે તે નોકરીઓમાં અનામત જેવી અલાયદી વ્યવસ્થાઓ થાય તે પણ એટલી જરૃરી. સમાજના છેવાડે વસતા આ સમુદાયો સુધી આઝાદીના ફળ પહોંચ્યા નથી.. ઘણું બધુ કરવાનું બાકી છે ને એ માટે સરકારની સાથે સાથે સમાજ પણ આગળ આવે તે ઈચ્છનીય..

શિક્ષણ માત્ર ભણતર નથી પણ તે જીવન બદલવાની શક્તિ છે. એટલે જ આ સમુદાયના બાળકોના ભણતર માટે મહત્તમ પ્રયત્નો કરવાનું કરીએ.



Vallabh Vidhya Vihar Campus

Vallabh vidhya vihar campus

Vallabh vidhya vihar campus


Sunday, 7 December 2025

Nurturing Nature with Young Minds...

“At our hostel in Kakargam, Banaskantha, we carried out tree plantation with the children studying here — along with a small procession of the Tree Deity. It is important that children become sensitive towards nature along with their studies.”

બનાસકાંઠાના કાકરગામમાં આવેલી અમારી હોસ્ટેલમાં ભણતા બાળકો સાથે વૃક્ષ રોપણ કર્યું એ પણ વૃક્ષ દેવની નાનકડી શોભાયાત્રા કરીને.. બાળકો પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બને એ પણ ભણતર સાથે જરૂરી..


Mittal Patel with the children
of our Kakar Hostel


Thursday, 6 March 2025

Patience is key, and today, the results of that patience are visible in our Vallabh Vidya Vihar hostel children...

Mittal Patel address our children at Vallabh Vishta Vihar Hostel

 For years, we have been working to educate and uplift children from marginalized communities. More than 200 children from our program are now pursuing various technical courses, nursing, and engineering. 87 of them have completed their education and are now working in small or large jobs or running their own businesses. Two children have even secured government jobs.

Many years ago, I saw the need to educate thousands of children. Even though there were no facilities, we started teaching children with whatever resources we had, working through the challenges. If we had waited for better resources, perhaps those 200 children wouldn’t have reached the point they are at today. Even the children who are studying in grade 10 and 12 might not have continued their education.

At first, we had a hostel in a rented space, but we faced many challenges with the location. Just like our families who have no fixed address, our children also needed a permanent address. That’s when we found a place in Pansar, Gandhinagar, where the honorable Shri Chandrakantbhai Gogari provided land, and we started building the hostel. The children began attending classes there in June 2024, although it will take another two years to set up the school. Currently, 13 children go to various schools, and while managing everything is a challenge, we understand that gold needs to be melted first to become a beautiful ornament.

This is how it has been for us. After facing the hardships, everything seems to be coming together. One of the hostel buildings is fully ready, and the other will be finished soon. The children are eagerly learning and growing.

In sports, our children achieved the highest positions in the sports competition held in Kalol Taluka, securing first, second, and third places. We have teachers for subjects where children are struggling, as well as for sports and music.

The sports ground will also be ready soon. It feels like our journey is picking up speed. But throughout all this, we’ve had the constant support of the honorable Shri Pratulbhai and Shri Chandrakantbhai, who kept reminding us that every construction takes time. Patience is key, and today, the results of that patience are visible.

Many of our children, who stayed in the hostel, are now performing excellently in their classes, securing first and second positions. We are proud to see their progress, but there is still much more to be done. We are committed to fulfilling all the plans we’ve set for Vallabh Vidya Vihar by 2028.

God has always been with us, and it is because of that support that all these works are being accomplished. The dream of achieving something big was given to us by nature, and we will continue working hard towards it. May God always be the cause of everyone’s success. 🌺🙏

વર્ષોથી વિચરતા તેમજ વંચિત સમુદાયના બાળકો ભણે એ માટે મથીયે. અમારા ત્યાં ભણેલા બાળકોમાંથી ૨૦૦ થી વધુ બાળકો વિવિધ ટેકનિક કોર્સ, નર્સિંગ, એન્જિયરિંગ ભણી રહ્યા છે. ૮૭ એ ભણવાનું પૂરું કર્યું આજે એ નાની મોટી નોકરી, પોતાનો ધંધો કરી રહ્યા છે. બે બાળકો તો સરકારી નોકરીમાં પણ લાગ્યા..

એક સમણું વર્ષો પહેલા હજારો બાળકોને ભણાવવાનું જોયું. બધે સગવડ તો નહોતી છતાં જે હતું એની વચ્ચે એટલે કે અગવડોમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. જો કે સગવડની વાટ જોઈ હોત તો ૨૦૦ બાળકો આજે જ્યાં પહોચ્યા ત્યાં કદાચ ન પહોચ્યા હોત. આજે ધો. અને ૧૨ ભણતા બાળકોમાંથી પણ કદાચ કેટલાનું ભણવાનું છૂટ્યું હોત.

ભાડાની જગ્યા તો કોઈએ વાપરવા આપેલી જગ્યામાં હોસ્ટેલ ચાલતી પણ જગ્યા બદલવામાં થાક્યા.

સરનામા વગરના અમારા પરિવારોની જેમ અમારા બાળકો માટે સરનામું જોઈતું હતું. જે ગાંધીનગરના પાનસરમાં મળ્યું. આદરણીય ચંદ્રકાંતભાઈ એ જમીન આપી. ને હોસ્ટેલ બાંધવાનું શરૂ કર્યું. અધૂરા બાંધકામ વચ્ચે જૂન ૨૦૨૪ થી બાળકો ત્યાં ભણવા આવ્યા. અમે હોસ્ટેલ શરૂ કરી પણ શાળા કરવામાં હજુ બે વર્ષ જશે. હાલ ૧૩ શાળામાં બાળકો ભણવા જાય. અમને આ બધું મેનેજ કરવામાં તકલીફ પણ પડે પણ કે છે ને સોનાનું ઘરેણું બનવા માટે સોનાએ પ્રથમ ઓગળવું પડે. 

બસ આવું જ કંઈક અમારું થયું. તપ્યા પછી હવે જાણે બધું ગોઠવાયું. હોસ્ટેલના મકાનોમાંથી એક મકાન સંપૂર્ણ તૈયાર થયું ને બીજું હવે ટૂંકમાં પતશે.. બાળકોના પણ મજાનું ભણવા મંડ્યા.

રમતગમતમાં તો કલોક તાલુકામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં મહત્તમ અમારા બાળકો પ્રથમ, દ્વિતીય અને તૃતીય નબર લઈ આવ્યા. 

ભણવામાં નબળા બાળકો માટે શિક્ષકો, રમતગમત તેમજ સંગીત માટે પણ શિક્ષકો.

રમતગમતનું મેદાન પણ ટૂંક સમયમાં બનવાનું શરૂ થશે.

ગાડી જાણે હવે પાટે ચડી. પણ આ બાળકોના શિક્ષણમાં મદદ કરતા આદરણીય પ્રતુલભાઈ, ચંદ્રકાંતભાઈ બધા સતત કહે દરેક નિર્માણ ને સમય લાગે. ત્યાં સુધી ધીરજ ધરવી અગત્યની.. ક્યારેય ઉતાવળ કે કોઈ કામ ન થયું હોય તો મને પ્રતુલભાઈ ધીરજ રાખવા કહે ને આજે એ ધીરજના પરિણામ દેખાઈ રહ્યા છે. 

અમારા કેટલાય બાળકો એ જે નિશાળમાં ભણે એ નિશાળમાં ઉત્તમ પ્રદર્શન કરી વર્ગમાં પ્રથમ, દ્વિતીય આવી રહ્યા છે. 

બાળકોની પ્રગતિ જોઈને રાજી. પણ હજુ ઘણું કરવાનું છે. ૨૦૨૮ સુધીમાં વલ્લભ વિદ્યા વિહારમાં જેટલું પણ કરવાનું નક્કી કર્યું છે એ બધું જ પૂરું કરવાનું કરીશું.

કુદરત હંમેશા સાથે છે એટલે જ આ બધા કામો થાય. આવડું મોટું સ્વપ્ન જોવાની હામ એણે જ આપી. આગળનું પણ એ જોશે અમે અમારા ભાગમા આવતી મહેનત કરીશું.

સૌના સુભમાં ઈશ્વર હંમેશા નિમિત્ત બનાવે એવી શુભભાવના 🌺🙏

#vssm #mittalpatel #gujarat #pansar #education #hostel

VSSM's vallabh vidhya vihar hostel children

VSSM's vallabh vidhya vihar hostel children during
meeting with Mittal Patel

We are committed to fulfilling all the plans we’ve set
 for Vallabh Vidya Vihar by 2028


Monday, 14 November 2022

May others from Drashti's community inspire to follow her foot-steps!!!

Mittal Patel with Drashti Bajaniya

Drashti hails from the Bajaniya community, which has very poor performance on the education front, especially girl child education. However, Drashti’s Uncle enrolled her in VSSM  operated hostel while she was very small. Today, Drashti completed education up to 12th grade and a para-medical course. The interest kindled by the para-medical course has enthused her to enroll for General Nursing Course.

“If I become a head nurse, it entitles a separate cabin!” Drashti aspires to be one.

“There would be many girls of your age in your village; what do they do?” I inquired.

“Didi, they are married by this age; many would have birthed a child by now!” Dhrashti responded.

Apart from educational backwardness, the Bajaniya are notorious for their practice of child marriages. Most of the children are either engaged or married by the age of 15-16 years. So Dhrashti’s father is concerned about her chances of getting married..

“Why would she not find a partner? She is smart and educated. And we are there to find her one if you have difficulties in doing so.” Dharshti’s father would give a faint smile and agree to our reasoning.

We wish Dhrashti a bright and happy future. May others from her community inspire to follow her foot-steps!

દૃષ્ટિ બજાણિયા સમુદાયમાંથી આવે. શિક્ષણનું પ્રમાણ આ સમુદાયમાં ઘણું ઓછુ. એમાંય દીકરીઓ તો સ્નાતક સુધી ભાગ્યેજ ભણે.

દૃષ્ટિના કાકા કનુભાઈ દૃષ્ટિને અમારી હોસ્ટેલમાં એ નાની હતી ત્યારે લઈ આવેલા. આજે એણે ધો. 12 પુરુ કર્યું અને GNM(જનરલ નર્સીગ કોર્સ) કરવાનું એ કરશે. 

આમ તો એણે ધો.10 પાસ કરી પેરામેડીકલ કોર્સ પણ ધો.12ની સાથે કર્યો. મેડીકલ લાઈનમાં એને પેરામેડીકલ કોર્સ કરવાના લીધે જ રસ જાગ્યો. 

એને હેડ નર્સ બનવું છે. એ કહે, 'હેડ નર્સ બનીએ તો જુદી કેબીન મળે.'

દૃષ્ટિને પુછ્યું કે, 'તારા જેવડી તારા ગામમાં રહેતી અન્ય દીકરીઓ શું કરે?'

જરા શરમાઈને એણે કહ્યું, 'દીદી એ લોકોના તો લગ્નય થઈ ગયા. ઘણી તો એક છોકરાની મા પણ બની ગઈ.'

દૃષ્ટિ જે સમાજમાંથી આવે ત્યાં એના જેવડી દીકરીઓની સગાઈ કે લગ્ન અત્યાર સુધી થઈ જ જાય. પણ દૃષ્ટિ કે છે હું બચી ગઈ. એના પપ્પાને, દૃષ્ટિની હાલ સગાઈ નહીં કરીએ તો પછી છોકરો નહીં મળેની ચિંતા રહ્યા કરે છે.

પણ અમે સમજાવીયે કે ભણેલી છે તો શું કામ છોકરો નહીં મળે?  અને ન મળે તો અમે બેઠા છીએ ને? સાંભળીને એ હસે પણ અમારી વાત એમણે પણ માન્ય રાખી. એટલે દૃષ્ટિ ભણવામાં વધારે ફોકસ કરી શકી. 

દૃષ્ટિને આ સ્તરે પહોંચાડવામાં અમારી શિક્ષણ ટીમ ડીમ્પલબેન પરીખ, વિનતા. બીજોલ, વિજય, કોકીલા, જય વગેરે સૌનો ફાળો ખુબ મોટો...

દૃષ્ટિને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના... એને જોઈને સમાજની અન્ય દીકરીઓ પણ ભણતી થાય તેવું ઈચ્છીએ..

#MittalPatel #VSSM