Sunday 12 July 2015

VSSM started a hostel for Nomadic girls in ahmedabad

Happiness is …..Amdavadies showing overwhelming support for the first ever hostel for nomadic girls in city……

Ready to go to school
Years back when we began working for the nomadic communities we had absolutely no idea where they were, a couple of years later addressing  an extremely challenging and rampant problem of education and out of school children in almost all the nomadic communities brought tears to our eyes. Any efforts,  and believe us we have made countless efforts to mainstream the children from nomadic communities, failed either due to the societal approach or the attitude of educational institutions and the parents themselves.

We were required to design our own strategies specifically for the communities we work for, from Balghars, Bridge Schools, separate residential facilities for girls and boys and enrolling in institutions accepting enough.

Hence, the opening of a hostel,  in our own city of Ahmedabad, for the girls from various nomadic communities was  realising a much awaited day dream. 30 girls between the ages of 5 to 13 years have enrolled in this hostel.

All thee years the majority of donations received by VSSM are from Mumbai based donors as people in Ahmedabad aren’t much aware of the activities of VSSM so our  pledge to bring maximum donations for this particular  hostel from Ahmedabad itself made us a bit anxious. We weren’t sure about the response but kept the faith and with bit of apprehension we spread a word on our needs to get the hostel functional. All these mixed feeling have been laid to rest with the overwhelming response we have received from the Amdavadies.

Some people come and ask “what do you take for donations?”

“Whatever you would want to give!!”

“Still, if you tell us we’ll have a better idea.”

“Anything will do spices, grains, salt, sugar…”

Surprisingly donations began pouring in form of salt bags, oil tins, wheat flour (so that we are saved from the task of taking the wheat to flour mill. DImpleben got to know that the hostel kitchen was to take a week more to be functional,  so she decided to pitch in by mobilising support from her friends. They began cooking meals for the children and their Baldosts. The girls are enjoying Bhajipavs and likes .. dishes they haven’t tasted before……Dimpleben also comes to teach the girls, Sadhnaben and Shreya also teach the girls 2-3 hours daily.

VSSM well wisher and volunteer
smt. Dimpalben teaching a girl
Pragneshbhai Desai our long standing patron worries about us the most…vessels for kitchen, bed sheets, towels, tooth paste, tooth brushes etc, he brought all these in donations. Roaming through the shops of Manekchowk ( a busy market within walled city of Ahmedabad), haggling with the sellers in such gruelling Ahmedabad heat isn’t easy but Pragneshbhai did it all!! Kiritbhai is spreading the word about this hostel while respected Shri. Dr. Pankajbhai Shah has helped with the admissions of girls in H. B. Kapadia school.  Shri. Muktbhai a very  empathetic trustee of this school and the teachers are ensuring the girls adjust well with the new school setup. Respected  Namrataben Shodhan and her friends will be meeting up with the girls soon while Ashaben Sharma is making a list of things to be donated. 

Such heart warming response to a very humble cause.  Like minded people joining our endeavour to educate children from the most marginalised communities of our state.

A big thank you and respects to all our friends who have stood by us……

In the picture girls ready for their school and Dimpleben teaching Nikita….

સાચે જ લોકો મીઠાની થેલી, સિંગ તેલના પાંચ લીટરના ડબ્બા લઈને આપી જવા માંડ્યા છે... આનંદ આનંદ

અમદાવાદમાં વિચરતી જાતિની દીકરીઓ માટે હોસ્ટેલ શરુ કરી. ૫ વર્ષથી લઈને ૧૨ વર્ષની ૩૦ દીકરીઓ ભણવા આવી છે. આ દીકરીઓ માટે થનાર ખર્ચ માટે અમદાવાદમાં રહેતા લોકોને અપીલ કરી હતી.. આમ તો સંકલ્પ કર્યો છે કે, આ હોસ્ટેલ માટે મહત્તમ ડોનેશન અમદાવાદમાંથી જ મળે. સંકલ્પ કર્યો પણ વિશ્વાસ થોડો ડગુંમગુ હતો.. લોકો જોડાશે કે કેમ એ અંગે થોડો શંશય હતો.. પણ સાથે સાથે ઈશ્વર પર ભરોષો હતો કે એ જરૂર આ સંકલ્પ સિદ્ધિમાં મદદ કરશે..

અપીલ કંઈ જાહેરાતની જેમ નહોતી કરી પણ સૌને મોઢા મોઢ કહ્યું હતું, કેટલું થશે એ ખબર નહોતી. vssmના કામને મુંબઈ ના લોકો જાણે અને મદદરૂપ પણ થાય પણ અમદાવાદમાં લોકોને આ પ્રવૃતિનો ખાસ પરિચય પણ નહોતો.. પણ એક અઠવાડિયામાં જે રીતે લોકો આવી રહ્યા છે જોડાઈ રહ્યા છે એ આશ્રયજનક અને સુખદ આનંદ અપાવે એવું છે..
કેટલાક મને પૂછવા આવે, ‘તમે શુ શુ લો છો?’
‘તમારે જે આપવું હોય એ..’
‘તો પણ તમે કહો તો વધારે ખ્યાલ આવે’
‘મરચું, મીઠું, ગોળ, ઘઉં, બધું જ ચાલે’અને સાચે જ લોકો મીઠાની થેલી, સિંગ તેલના પાંચ લીટરના ડબ્બા, ૧૦ કી.લો. દળેલોલોટ (અમારે દળાવવા જવું ના પડે એની ચિંતા કરીને) વગેરે આપી જાય છે.. ડિમ્પલબેનને ખબર પડી કે હોસ્ટેલનું કિચન તૈયાર નથી થયું. રસોઈ કરવામાં તકલીફ થાય છે એટલે એમણે ૭ દિવસ કિચન તૈયાર થતાં થશે એમ અંદાજ લગાડીને ૭ દિવસની રસોઈ તેમના બધા મિત્રોએ મળીને ઘરેથી બનાવીને તમામ બાળકો અને બાળદોસ્તો માટે લઇ આવવાનું નક્કી કર્યું.. બાળકોને તો પાઉંભાજી શુ એની પણ ખબર નથી પણ હોશથી જમી રહ્યા છે. પાછા સવારે ડિમ્પલબેન બાળકોને ભણાવવા આવે. સાધનાબેન અને શ્રેયા પણ બે થી ત્રણ કલાક ભણાવવા આવે.


પ્રજ્ઞેશભાઈ દેસાઈ તો અમારા એવા પ્રિય સ્વજન હોસ્ટેલની સૌથી વધારે ચિંતા એમને.. કિચનના તમામ વાસણ, ચાદર, ટુવાલ, પેસ્ટ, બ્રશ વગેરે ડોનેશનમાં લઇ આવ્યાં. પાછા વસ્તુ જાતે ખરીદવા જાય.. આવી ગરમીમાં માણેક ચોકમાં ફરીને ભાવ તાલ કરીને ખરીદી કરે. આદરણીય શ્રી નમ્રતાબેન શોધન પણ એમના મિત્રો સાથે બાળકોને મળવા આવશે. એ પણ એટલી જ ચિંતા કરે.. તો કિરીટભાઈ શાહ સૌને આ કામમાં મદદરૂપ થવાનો સહજ પ્રચાર પ્રસાર કરે.. અને અમારા આદરણીય શ્રી ડો. પંકજભાઈ શાહે દીકરીઓને H.B કાપડિયામાં ભણવા દાખલ કરી. સ્કુલના ટ્રસ્ટી શ્રી મુક્તભાઈ અને શાળાના તમામ શિક્ષકો પણ આ દીકરીઓ પ્રત્યે ખુબ પ્રેમ રાખે.. શ્રી આશા શર્મા બેન પણ શુ લાવવું છે એની ચિંતા કરે... કેવા સરસ લોકો કેવી સરસ રીતે જોડાઈ રહ્યા છે.. આનંદ આનંદ.. ઈશ્વર સંકલ્પ પૂરો કરવામાં મદદ કરે છે.. એ સ્પસ્ટ લાગી રહ્યું છે. સાથે છો એવા સૌ મિત્રોને વંદન અને પ્રેમ..

ફોટોમાં શાળાએ જવા તૈયાર દીકરીઓ..અને બીજામાં નિકીતાને ભણાવી રહેલાં ડીમ્પલબેન

No comments:

Post a Comment