Monday, 10 March 2025

We hope to be the reason for many such daughters to get an education, with God's blessings.

Mittal Patel with our hostel girls

 On International Women's Day, a story of our daughters...

"What will you do after studying?"

I asked this to the little girls standing in front of me—Khushi, Dipali, Drishti, Sonu, Manisha, and Neha.

At that time, none of them responded, as seen in this photo. They just looked ahead and gave me a beautiful smile as if to say, "We will carry on."

They had been with us since they were very young, coming to study at our hostel. Over the years, they studied here and passed their 12th grade. Later, there was concern about whether their families would allow them to continue their education.

But our joy came when one of them boldly said, "If we aren't allowed to study, we will run away from home."

I laughed and replied, "Such cases where daughters run away to study hardly ever happen. If that happens, you’ll be one of the rare cases."

After hearing this, all the girls burst into laughter.

Then I told them, "You should talk and explain to your family. If you convince them, they will let you study." And that's exactly what they did. The girls convinced their parents, who were initially concerned that if the daughters studied too much, they wouldn’t find suitable husbands. In a way, this concern was not entirely unreasonable.

But in the end, everything worked out.

Many girls who studied at our hostel have gone on to pursue nursing and diploma engineering. Some of these girls I recently met at a community wedding in the Bajaniya community.

I had no idea they would be there, but as soon as I entered the wedding hall, they ran to greet me. And then, there was a flood of conversations. Khushi said, "Didi, you should go on stage and talk to all the other girls about the importance of education."

So, we all went up on stage and spoke at length.

Our hope, as we shared with the girls, was this: "A daughter should be able to earn. If she can earn, she can face any challenges that come her way. She won't need anyone's support."

What a wonderful thought, and we are happy that the girls are now understanding it.

A special thanks to our Dimpleben, Harshad, Vanita, Jayantibhai, Bijol, and others for playing a crucial role in helping these girls reach this level of success.

We hope to be the reason for many such daughters to get an education, with God's blessings.

વિશ્વ મહિલા દિને અમારી દીકરીઓની વાત...

‘ભણીને શું કરશો?’ 

મારી સામે ઊભેલી નાનકડી ખુશી, દિપાલી, દૃષ્ટિ, સોનુ, મનીષા, નેહાને પુછ્યું.

એ વખતે આ ફોટોમાં દેખાય એ બધી સાવ ટબુડિયો એટલે કોઈ જવાબ ન આપ્યો.. બસ સામે જોઈને ઓવારી જઈએ એવું સુંદર સ્મિત આપ્યું.

અમારી હોસ્ટેલમાં બહુ નાની હતી ત્યારથી ભણવા આવેલી. વર્ષો સુધી અમારા ત્યાં ભણી ને ધો. 12 પાસ કર્યું. હવે બધાને ચિંતા હતી ઘરેથી આગળ ભણવા નહીં દે તોની.

પણ અમારી ખુશી તો જબરી એણે કહ્યું, ‘નહીં ભણવા તે દો ઘરેથી ભાગી જઈશું.’

એ વખતે હસી ને કહેલું,  ‘ભણવા માટે દિકરી ભાગી આવા કિસ્સા દુનિયામાં ભાગ્યેજ બને. એ કિસ્સામાં તમારી ગણતરી થશે જો આવું થશે તો’ વાત સાંભળી બધી દીકરીઓ ખુબ હસેલી.

એ પછી, તમે સંવાદ કરજો ને પરિવારને સમજાવજો એ ભણવા મોકલશે એવું કહેલું. અને દિકરીઓએ મા-બાપને સમજાવ્યા. દિકરીઓ ભણી જશે તો પછી એમને લાયક દિકરો નહીં મળે તો ની ચિંતા મા-બાપને.  એક રીતે આ ચિંતા વ્યાજબી પણ હતી. પણ બધુ ગોઠવાયું.

અમારી હોસ્ટેલમાં ભણીને ઘણી દીકરીઓ નર્સીગ અને ડિપ્લોમા એન્જીનીયરીંગમાં ગઈ. આ દીકરીઓમાંથી કેટલીકને હમણાં બજાણિયા સમુદાયના સમુહ લગ્નમાં મળવાનું થયું. 

જરાય અંદાજ નહોતો કે આ બધા ત્યાં હશે. પણ  હું જેવી મંડપમાં દાખલ થઈ કે, દોડીને ભેટી પડી. પછી તો વાતોના તડાકા. ખુશીએ તો કહ્યું, ‘દીદી તમે સ્ટેજ પર જઈને બીજા બધા દીકરીઓ ભણાવે એની વાત કરોને..’ને પછી અમે સૌ પહોંચ્યા સ્ટેજ પર ને ઘણી વાતો કરી..

અમારી આશા કહે, ‘દીદી દીકરી કમાતી હોવી જોઈએ. એ કમાય તો એના પર આવતી તમામ મુસીબતનો એ સામનો કરી શકે. એને કોઈના ટેકાની જરૃર ન પડે.’

વાત કેવી સરસ પણ દીકરીઓ હવે આ સમજી રહી છે એનો અમને આનંદ છે..

અમારા ડિમ્પલબેન, હર્ષદ, વનિતા, જયંતીભાઈ, બિજોલ અનેકોનો ફાળો આ દિકરીઓને આ સ્તરે પહોંચાડવામાં મહત્વનો. 

બસ આવી અનેક દીકરીઓના ભણતરમાં નિમિત્ત બનીએ એવી ઈશ્વરને શુભભાવના... 

#VSSM #MittalPatel #WomensDay #મિત્તલપટેલ #વિચરતીજાતિ #nomadictribes #મહિલાદિન 


Mittal Patel and Maulik Patel with our hostel girls



Mittal Patel addresses community at wedding function

Mittal Patel at Bajaniya Community wedding function


Thursday, 6 March 2025

Patience is key, and today, the results of that patience are visible in our Vallabh Vidya Vihar hostel children...

Mittal Patel address our children at Vallabh Vishta Vihar Hostel

 For years, we have been working to educate and uplift children from marginalized communities. More than 200 children from our program are now pursuing various technical courses, nursing, and engineering. 87 of them have completed their education and are now working in small or large jobs or running their own businesses. Two children have even secured government jobs.

Many years ago, I saw the need to educate thousands of children. Even though there were no facilities, we started teaching children with whatever resources we had, working through the challenges. If we had waited for better resources, perhaps those 200 children wouldn’t have reached the point they are at today. Even the children who are studying in grade 10 and 12 might not have continued their education.

At first, we had a hostel in a rented space, but we faced many challenges with the location. Just like our families who have no fixed address, our children also needed a permanent address. That’s when we found a place in Pansar, Gandhinagar, where the honorable Shri Chandrakantbhai Gogari provided land, and we started building the hostel. The children began attending classes there in June 2024, although it will take another two years to set up the school. Currently, 13 children go to various schools, and while managing everything is a challenge, we understand that gold needs to be melted first to become a beautiful ornament.

This is how it has been for us. After facing the hardships, everything seems to be coming together. One of the hostel buildings is fully ready, and the other will be finished soon. The children are eagerly learning and growing.

In sports, our children achieved the highest positions in the sports competition held in Kalol Taluka, securing first, second, and third places. We have teachers for subjects where children are struggling, as well as for sports and music.

The sports ground will also be ready soon. It feels like our journey is picking up speed. But throughout all this, we’ve had the constant support of the honorable Shri Pratulbhai and Shri Chandrakantbhai, who kept reminding us that every construction takes time. Patience is key, and today, the results of that patience are visible.

Many of our children, who stayed in the hostel, are now performing excellently in their classes, securing first and second positions. We are proud to see their progress, but there is still much more to be done. We are committed to fulfilling all the plans we’ve set for Vallabh Vidya Vihar by 2028.

God has always been with us, and it is because of that support that all these works are being accomplished. The dream of achieving something big was given to us by nature, and we will continue working hard towards it. May God always be the cause of everyone’s success. 🌺🙏

વર્ષોથી વિચરતા તેમજ વંચિત સમુદાયના બાળકો ભણે એ માટે મથીયે. અમારા ત્યાં ભણેલા બાળકોમાંથી ૨૦૦ થી વધુ બાળકો વિવિધ ટેકનિક કોર્સ, નર્સિંગ, એન્જિયરિંગ ભણી રહ્યા છે. ૮૭ એ ભણવાનું પૂરું કર્યું આજે એ નાની મોટી નોકરી, પોતાનો ધંધો કરી રહ્યા છે. બે બાળકો તો સરકારી નોકરીમાં પણ લાગ્યા..

એક સમણું વર્ષો પહેલા હજારો બાળકોને ભણાવવાનું જોયું. બધે સગવડ તો નહોતી છતાં જે હતું એની વચ્ચે એટલે કે અગવડોમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. જો કે સગવડની વાટ જોઈ હોત તો ૨૦૦ બાળકો આજે જ્યાં પહોચ્યા ત્યાં કદાચ ન પહોચ્યા હોત. આજે ધો. અને ૧૨ ભણતા બાળકોમાંથી પણ કદાચ કેટલાનું ભણવાનું છૂટ્યું હોત.

ભાડાની જગ્યા તો કોઈએ વાપરવા આપેલી જગ્યામાં હોસ્ટેલ ચાલતી પણ જગ્યા બદલવામાં થાક્યા.

સરનામા વગરના અમારા પરિવારોની જેમ અમારા બાળકો માટે સરનામું જોઈતું હતું. જે ગાંધીનગરના પાનસરમાં મળ્યું. આદરણીય ચંદ્રકાંતભાઈ એ જમીન આપી. ને હોસ્ટેલ બાંધવાનું શરૂ કર્યું. અધૂરા બાંધકામ વચ્ચે જૂન ૨૦૨૪ થી બાળકો ત્યાં ભણવા આવ્યા. અમે હોસ્ટેલ શરૂ કરી પણ શાળા કરવામાં હજુ બે વર્ષ જશે. હાલ ૧૩ શાળામાં બાળકો ભણવા જાય. અમને આ બધું મેનેજ કરવામાં તકલીફ પણ પડે પણ કે છે ને સોનાનું ઘરેણું બનવા માટે સોનાએ પ્રથમ ઓગળવું પડે. 

બસ આવું જ કંઈક અમારું થયું. તપ્યા પછી હવે જાણે બધું ગોઠવાયું. હોસ્ટેલના મકાનોમાંથી એક મકાન સંપૂર્ણ તૈયાર થયું ને બીજું હવે ટૂંકમાં પતશે.. બાળકોના પણ મજાનું ભણવા મંડ્યા.

રમતગમતમાં તો કલોક તાલુકામાં યોજાયેલા ખેલ મહાકુંભમાં મહત્તમ અમારા બાળકો પ્રથમ, દ્વિતીય અને તૃતીય નબર લઈ આવ્યા. 

ભણવામાં નબળા બાળકો માટે શિક્ષકો, રમતગમત તેમજ સંગીત માટે પણ શિક્ષકો.

રમતગમતનું મેદાન પણ ટૂંક સમયમાં બનવાનું શરૂ થશે.

ગાડી જાણે હવે પાટે ચડી. પણ આ બાળકોના શિક્ષણમાં મદદ કરતા આદરણીય પ્રતુલભાઈ, ચંદ્રકાંતભાઈ બધા સતત કહે દરેક નિર્માણ ને સમય લાગે. ત્યાં સુધી ધીરજ ધરવી અગત્યની.. ક્યારેય ઉતાવળ કે કોઈ કામ ન થયું હોય તો મને પ્રતુલભાઈ ધીરજ રાખવા કહે ને આજે એ ધીરજના પરિણામ દેખાઈ રહ્યા છે. 

અમારા કેટલાય બાળકો એ જે નિશાળમાં ભણે એ નિશાળમાં ઉત્તમ પ્રદર્શન કરી વર્ગમાં પ્રથમ, દ્વિતીય આવી રહ્યા છે. 

બાળકોની પ્રગતિ જોઈને રાજી. પણ હજુ ઘણું કરવાનું છે. ૨૦૨૮ સુધીમાં વલ્લભ વિદ્યા વિહારમાં જેટલું પણ કરવાનું નક્કી કર્યું છે એ બધું જ પૂરું કરવાનું કરીશું.

કુદરત હંમેશા સાથે છે એટલે જ આ બધા કામો થાય. આવડું મોટું સ્વપ્ન જોવાની હામ એણે જ આપી. આગળનું પણ એ જોશે અમે અમારા ભાગમા આવતી મહેનત કરીશું.

સૌના સુભમાં ઈશ્વર હંમેશા નિમિત્ત બનાવે એવી શુભભાવના 🌺🙏

#vssm #mittalpatel #gujarat #pansar #education #hostel

VSSM's vallabh vidhya vihar hostel children

VSSM's vallabh vidhya vihar hostel children during
meeting with Mittal Patel

We are committed to fulfilling all the plans we’ve set
 for Vallabh Vidya Vihar by 2028


Thursday, 20 February 2025

The dreams that we envisioned for the nomadic children and with them are now becoming a reality

Srushti has become the most loved one in the entire hostel

Our Srushti. She is the youngest among all the children studying in the hostel. When her father came to place her elder sister in the hostel, Srushti said, "I want to stay here too," and that's how she stayed. Today, she has become the most loved one in the entire hostel.

The children from our background don’t usually get much attention towards their education. That’s why we have separate classes where the children learn and grow at their own pace. Among these classes, the class for younger children is the most fun. Some of the children in this class study, while our Srushti, like others, falls asleep with her head on the desk when she gets tired.

When the hostel started, there were many difficulties. We had a vision of providing the best for the children, but construction and setting things up brought certain challenges. However, now everything is coming together.

Today, some of the children who go to schools in our area have started becoming the best in their class. We are proud of this. Even those who aren’t at the top are working hard with their own goals. They are very interested in sports. In the sports competition, our children from Kalol Taluka stood out. They also secured top positions at the district level.

The dreams that we envisioned for the children and with them are now becoming a reality. Our vision is very big, and I pray to God every day that these dreams will come true, and I truly believe they will.

અમારી સૃષ્ટિ. હૌસ્ટેલમાં ભણતી બધી ટાબરમાં એ સૌથી નાની. એના પપ્પા એની મોટી બેનને હોસ્ટેલમાં મુકવા આવેલા ને સૃષ્ટીએ કહ્યું, મારે પણ અહીંયા રહેવું છે ને એ બસ રહી પડી. આજે એ આખી હોસ્ટેલની વહાલુડી થઈ ગઈ છે.

અમારા બાળકો જે બેકગ્રાઉન્ડમાંથી આવે ત્યાં ભણતર પર ખાસ ધ્યાન આપવાનું ન થાય. એટલે અમે ખાસ અલાયદા વર્ગો બાળકો સરખુ શીખે- ભણે એ માટે લઈએ. આ વર્ગોમાં નાના બાળકોનો વર્ગ સૌથી મજાનો. આ વર્ગમાં કેટલાક બાળકો ભણતા હોય ને અમારી સૃષ્ટિ જેવાને ઊંઘ આવે તો માથુ ઢાળી એ સુઈ પણ જાય. 

હોસ્ટેલ શરૃ કરી એ વખતે ઘણી અગવડો હતી. બાળકોને ઉત્તમ આપવાનો મનોરથ પણ બાંધકામ ચાલુ હોય તો કેટલીક તકલીફ પડે એ સ્વાભાવીક. પણ હવે બધુ ગોઠવાઈ રહ્યું છે. 

આજે અમારા બાળકો જે નિશાળોમાં ભણવા જાય છે ત્યાંની નિશાળોમાં કેટલાક તો અવલ્લ આવવા માંડ્યા છે. અમને એનો રાજીપો. જે અવલ્લ નથી એ બધા પણ પોતાના કોઈને કોઈ ધ્યેય સાથે લાગી પડ્યા છે. રમતગમતમાં તો એમને ખુબ રસ પડે. ખેલ મહાકુંભમાં કલોલ તાલુકામાં અમારા બાળકો છવાઈ ગયા. જિલ્લા કક્ષાએ પણ નંબર મેળવીને આવ્યા. 

બાળકો અને એમની સાથે અમે જોયેલા સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે. મનોરથ બહુ મોટા છે ને એ બધા પુરા કરવા ઈશ્વરને રોજ પ્રાર્થના કરુ છું ને એ થશે એવો વિશ્વાસ પણ છે. 

#vssm #Mittalpatel #education #nomadictribes

VSSM's hostel have separate classes where the children learn
and grow at their own pace

Srushti falls asleep

Children studying in their classrooms