Success atlas to VSSM and parent’s strive to bring a government school in the settlement
Education for All - School Building at Dudhrej for Nomadic Communities Children |
The parents who normally decide to keep their mouth shut and never utter a word before authorities and villagers spoke up in the School Management Committee ( SMC ) just for the benefit of their children and succeeded in bringing a government school in their settlement and thus answering the never ending inquires of their kids, “when will we have school in our settlement??”
VSSM’s Harshadbhai has been instrumental in persuading the parents to work towards the benefit of their children…..
vssm અને વાલીઓની મહેનતથી ઘર આંગણે નિશાળ આવી..
સુરેન્દ્રનગરનાં દૂધરેજમાં મારવાડી દેવીપૂજક, સરાણીયા, દેવીપૂજક, કાંગસિયા વગેરે પરિવારો રહે. વસાહતથી ગામની શાળા બે કી.મી દૂર અને વળી પાછો વચમાં ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર હાઇવે આવે એટલે બાળકોને શાળામાં મૂકતા વાલીઓ ડરે. અકસ્માતના અનુભવો પણ કારણભૂત. બે વર્ષ સુધી આપણે આ વસાહતના બાળકો માટે બાલઘર ચલાવ્યું. (જે ફોટોમાં જોઈ શકાય છે) બાલદોસ્ત હર્ષદની ખૂબ મહેનતથી છોકરાઓ શાળામાં જતા થયા. બાળકોને શાળામાં લેવા-મૂકવાની વ્યવસ્થા ગોઠવી પણ અગત્યનું વસાહતમાં જ શાળા થાય તે હતું. vssmની વારંવારની રજૂઆતના અંતે દૂધરેજ વસાહતમાં જ શાળાની મંજુરી મળી પરંતુ, મુશ્કેલી અમલીકરણની હતી. ખુબ મહેનત પછી કામચલાઉ શાળા એક ભાડાના મકાનમાં શરુ કરી પણ જરૂરિયાત તો એક અલાયદી શાળા થાય એની હતી. ઘણો વખત રાહ જોવાની થઇ. વાંરવારની રજૂઆતના અંતે હવે કામ શરૂ થયું છે. બાળકો સતત પૂછતાં અમારી વસાહતમાં શાળા કેમ નહિ? એ પ્રશ્નનો અંત આવ્યો.. જે ફોટોમાં જોઈ શકાય છે.
વસાહતના લોકો ગામલોકો સાથે વાત કરતાં ડરતાં. પણ બાલદોસ્ત હર્ષદના સતત માર્ગદર્શનથી હવે પોતાના બાળકો માટે SMC (સ્કુલ મેનેજમેન્ટ કમિટી)માં રજૂઆત કરતાં થયા અને પોતે પણ SMCનો હિસ્સો બન્યા અને પોતાનાં બાળકો માટે ઘર આંગણે નિશાળ લાવ્યા..
No comments:
Post a Comment