"So that they are treated with love and care and do not face discrimination…” was the sole reason that prompted us to begin hostels for nomadic children.
How to bring the children of nomadic communities to school was an extremely pressing issue for VSSM when it began working with the communities almost a decade ago. It began with enrolling children from these communities to hostels and Ashram Shalas functioning in various parts of Gujarat.
In the year 2011 VSSM enrolled 7 girls in a government aided hostel run by an organisation in Dodiya village of Surendranagar district. Some how we got a feeling that the decision of enrolling the girls was forced upon them. The authorities and the warden both did not look prepared to host these girls but for the reasons best to their knowledge they did not refuse admission to the girls. All the time, for three days the girls stayed there, we felt that they weren’t welcoming enough and heisted to embrace the girls. From the moment they walked in the hostel the girls faced discriminatory behaviour from the authorities and fellow residents. VSSM’s Ilaben, a Baldost, who taught these girls was accompanying them so as to help them settle down. Ilaben was uncomfortable with the way these girls were treated by the warden. On the fourth day when she had to leave the hostel, she called us up saying, “ I don’t feel like leaving these girls here!! They aren’t received well here, in such circumstances whom to trust them with is the question nagging me!!” After learning in detail about the entire situation we decided to call the girls back in just three days.
The episode made us believe that things hadn’t changed a bit since 2006-07 the year when we had enrolled a substantial number of nomadic children in various hostels and all of them came back within few weeks of enrolment. 6 years down the line the situation remained the same.In any hostel that we enrolled the children from nomadic communities they faced same discriminatory behaviour from the authorities as well as fellow hostel mates.
What next was the question staring at us?? The Baldosts advised us to start our very own residential facility where each child is treated with love, care and dignity. We shared this thought with our well-wishers who whole heartedly accepted the suggestion.
The Doliya Girls Hostel began with 7 girls in a rented premises at Jain Heetwardhak Mandal. Today 69 girls are staying with the Doliya hostel and studying at the government school in Doliya, the entire expense of which is supported by The Giant Group of Central Mumbai and whenever needed respected Shri. Chandrakantbhai Gogri also extends his support.
જ્યાં દરેક બાળકને પ્રેમ મળે કોઈ ભેદ ના હોય...
વર્ષ-૨૦૧૧માં સુરેન્દ્રનગર જિલ્લાનાં ડોળિયાગામમાં એક સંસ્થા દ્વારા સરકારી ગ્રાન્ટથી ચાલતી હોસ્ટેલમાં વિચરતા સમુદાયની ૭ દીકરીઓને આપણે દાખલ કરી. આમ તો પરાણે દાખલ કરી એમ કહીએ તો ચાલે. હોસ્ટેલના ગૃહમાતા કે વહીવટ કરનારાને આ દીકરીઓને રાખવાનું જરાય મન નહીં, પણ તે વખતે તેઓ ના ન પાડી શક્યા. પણ આ દીકરીઓ સાથેનો તેમનો વ્યવહાર ભેદભાવપૂર્ણ હતો. દીકરીઓ ત્રણ જ દિવસ રહી. સાથે તેમના બાલદોસ્ત ઇલાબહેન પણ હતા. ઇલાબહેન દીકરીઓ સાથે થઇ રહેલો વ્યવહાર જોતા હતા. ત્રીજા દિવસે દીકરીઓને મૂકીને એમને પરત આવવાનું હતું. તેમણે ફોન કરીને કહ્યું, ‘ દીકરીઓને મૂકીને આવવામાં મારુ મન નથી માનતું! આ લોકો તો આપણી આ દીકરીઓને સ્વીકારતા જ નથી. આવામાં આમના ભરોસે દીકરીઓને મૂકીને કેમ આવું?’ ઇલાબહેન પાસેથી સર્વ સ્થિતિ જાણ્યા પછી આપણે દીકરીઓને પરત બોલાવી. વિચરતા સમુદાયો સાથે કામ શરૂ કર્યું તે અરસામાં એટલે કે વર્ષ ૨૦૦૬-૦૭માં પણ વિવિધ હોસ્ટેલમાં દાખલ કરેલા બાળકો સાથે આવો જ વ્યવહાર હતો. એટલે જ એ વખતે પણ બાળકો હોસ્ટેલમાં રહ્યા નહોતા, આજે એજ પરિસ્થિતિનું પુનરાવર્તન થઇ રહ્યું હતું. હવે શું કરવું તે પ્રશ્ન હતો. બાળકો સાથે કામ કરતા તમામ બાલદોસ્તોએ આપણી પોતાની જ હોસ્ટેલ કરવાનું સૂચન કર્યું. જ્યાં દરેક બાળકને પ્રેમ મળે કોઈ ભેદ નાં હોય.. આ સૂચના આપણા કામોમાં મદદરૂપ થતા તમામ સ્વજનો સમક્ષ મુક્યું. સૌએ તે વધાવી લીધું અને ડોળિયામાં જ જૈન હિતવર્ધક મંડળની ભાડાની જગ્યામાં જ ૭ દીકરીઓથી હોસ્ટેલની શરૂઆત થઇ. આજે તેમાં ૬૯ દીકરીઓ ભણી રહી છે. હોસ્ટેલનો તમામ ખર્ચ જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈ એ ઉપાડી લીધો છે. જરૂર પડે આદરણીય શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરી પણ તેમાં સહાયભૂત થાય છે.
દીકરીઓ આપણી હોસ્ટેલમાં રહે છે અને ભણવા ગામમાં આવેલી સરકારી શાળામાં જાય છે.
No comments:
Post a Comment