CHANDRA - though his name means Moon, he shines through like a Sun, spreading rays of hope in his community….
Right To Education by VSSM For Chandra - Saraniya Community Child |
A boy named Chandra somehow managed to stay put and continued with his elementary schooling in Yoganjali Ashram at Siddhpur while completed his higher secondary school at Swaminarayan Gurukul in Siddhpur. Later he went on to acquire admission in B.B.A course. After the completion of graduation he plans to pursue his PG from some reputed college. He looks forward to completing MBA and has already began preparations for the same.
Chandra has been instrumental in bringing numerous children from his village to school. The movement that began with him is expected to fetch out numerous children from Vadia. He has ignited the hunger amongst the Vadia Children to study and do better in life. The children today are studying with various hostels. Chandra will be the first child from Vadia to complete graduation and we are sure he isn’t going to be the last cause there are many following him…
We are thankful to our constant supporter Shri. Ujamshibhai Khandla of Monarch Builders for supporting Chandra’s education.
સરાણીયા જાતિની ગૌરવ ચંદ્ર અમારા માટે પણ આશાનું કિરણ છે.....
વડીયામાં રહેતા બાળકો નાની ઉંમરમાં પરિપક્વ થઇ ગયેલા. ગામમાં પ્રાથમિક શાળા ખરી પણ ભાગ્યે જ ખુલે. શિક્ષકોને આ ગામમાં નોકરી મળે એ સજા લાગે અટલે બાળકો પાછળ મેહનત ના કરે અને બાળકો તથા એમનાં વાલીઓને પણ બાળકોના ભણતરની કે ભવિષ્યની જરાયે ચિંતા નહિ. ૨૦૦૭-૦૮માં અમે એક સાથે 40 બાળકોને વિવિધ આશ્રમશાળામાં દાખલ કર્યા પણ મોટાભાગના બાળકોને ત્યાં ફાવ્યું નહિ. કેટલીક આશ્રમશાળામાં આપણે કહ્યું એટલે આ બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો પણ બાળકો સાથેનો વ્યવહાર બરાબર નહોતો.. તો કેટલીક જગ્યાએ વાડિયાના બાળકો અમારું વાતાવરણ ખરાબ કરી નાખશે એમ કહીને બાળકોને રાખવાની ના પાડી દીધી. આ બધામાં ચંદ્ર નામનો બાળક સિધ્ધપુર સ્થિત યોગાંજલિ આશ્રમમાં ટકી ગયો અને ત્યાં ધો-૧૦ સુધી ભણ્યો. ધો -૧૧ અને ધો -૧૨ એણે સિદ્ધપુરમાં જ સ્વામીનારાયણ ગુરુકુળમાં રહીને પૂરું કર્યું. તે પછી બી.બી.એ માં એણે પ્રવેશ મેળવ્યો. ચંદ્ર અમારા માટે આશાનું કિરણ છે. બાળકો ભણશે તો જ ગામમાં બદલાવની ઝંખના છે તે આવી શકશે એવું અમારું માનવું છે. ચંદ્રથી શરુ થયેલી સફરમાં એના પરિવારના અન્ય બાળકો પણ જોડાયા અને જુદી જુદી હોસ્ટેલમાં રહીને ભણી રહ્યા છે..
ચંદ્ર બી.બી.એ ના છેલ્લા સેમીસ્ટરમાં ભણી રહ્યો છે સાથે સાથે એમ.બી.એ ની પણ તૈયારી કરી રહ્યો છે. તે સરાણીયા જાતિનો પહેલો છોકરો છે જે આટલું ભણ્યો છે. ચંદ્રના અભ્યાસમાં અમદાવાદનાં જાણીતા બિલ્ડર શ્રી ઉજમશીભાઈ ખંડલા –મોનાર્ક બિલ્ડર્સ મદદરૂપ થઇ રહ્યા છે. તેમના અમે આભારી છીએ.
No comments:
Post a Comment