Children of VSSM run create a venue for their Balghar to function during monsoons….
Kanubhai with Children of Nomadic Communities create a venue for their VSSM run Balghar to function during monsoons |
VSSM operates a Balghar for the children of Nomadic Communities in the Vavdi village of Rajkot. The Baldost Kanubhai has done some beautiful work in education the children of this village. As space is a constraint the Balghar functioned from under a tree so come rains and how to function became an issue. The children got concerned thinking that if it rains Kanubhai wouldn’t come to teach them!!! In fact, Kanubhai and the parents had been contemplating of moving the Balghar to some place else during the monsoons.
Kanubhai was on leave for 20th and 21st June. He called up to inform the kids, “When will you come Saheb??” they inquired.
“Monday” replied Kanubhai.
Children of Nomadic Communities create a venue for their VSSM run Balghar to function during monsoons |
“Saheb, come on Tuesday, we want to show you something, don’t come before that,” ordered the kids…
When Kanubhai reached the village on Tuesday, what he saw took him by a complete surprise, “Ben, my children and their parents created a shade for me to run the school, they contributed money and decorated it with balloons, ribbons and confetti. They asked me to inaugurate the school, inspite of my refusing it they forced me. I wonder from where my kids learned all these!!” narrated a bewildered Kanubhai.
Its just a shade but creating a venue so that their children can study is a huge leap forward for parents who until now never gave importance to the education of their children. We couldn’t be more happier, hope to have more such examples ….
In the picture Kanubhai along with children inaugurating the Balghar….
vssm દ્વારા ચાલતા બાલઘરના બાળકોએ ભણવા માટે જાતે બેઠક વ્યવસ્થા ગોઠવી..
રાજકોટના વાવડી ગામમાં વિચરતી જાતિના બાળકોને ભણાવવાનું કામ vssm કરે છે. બાલદોસ્ત કનુભાઈએ શરૂઆતમાં આ બાળકોને ઝાડ નીચે બેસાડીને ભણાવ્યા. અત્યાર સુધી આ રીતે ભણવામાં વાંધો નહોતો પણ હવે ચોમાસું શરુ થયું. બાળકોને ચિંતા થઇ કે વરસાદ આવે એ દિવસે એમના સાહેબ કનુભાઈ એમને ભણાવવા નહી આવે કારણ ચાલુ વરસાદમાં બેસવાની વ્યવસ્થા નથી.. કનુભાઈ અને બાળકોના વાલીઓ પણ બાળકોને બેસવાની વ્યવસ્થા અંગે વિચારે. કનુભાઈ તા.૨૦-૨૧ જુનના રોજ બે દિવસ રજા ઉપર હતા. બાળકોએ એમને ફોનથી પૂછ્યું, ‘સાહેબ તમે ક્યારે આવશો’
‘સોમવારે’
‘સાહેબ મંગળવારે આવજો ને. અમારે તમને કંઇક બતાવવાનું છે. વહેલાં ના આવતાં’
કનુભાઈ ને કંઈ સમજાયું નહિ પણ બાળકોએ કહ્યું છે એટલે એમણે મંજૂર રાખ્યું અને મંગળવારે બપોરના બાળકોને ભણાવવાના રાબેતા મુજબના સમયે એ પહોચ્યાં. અને જે જોયું, એ અંગે એમના જ શબ્દોમાં, ‘બહેન મારા બાળકો અને અને વાલીઓએ મળીને સરસ બેઠક વ્યવસ્થા કરી છે. દરેક બાળકે રૂ.૧૦ -૧૦ મા- બાપ પાસેથી લઈને એમની આ નિશાળને ફુગ્ગા, રીબીન વગેરેથી શણગારી છે. અને મારા હાથે એમણે આ શાળાનું ઉદઘાટન પણ કરાવ્યું. મેં ઉદઘાટન માટે ના પડી તો એમણે કહ્યું, ના સાહેબ એ તમારે જ કરવાનું છે’ હું ખુબ રાજી છું બેન મારા બાળકો આ બધું ક્યાંથી શીખ્યા સમજાતું નથી પણ એમણે એમની રીતે બાલઘર બનાવ્યું, (વાલીઓના સહયોગથી) ઉદઘાટન કર્યું અને વાલીઓ પણ આમાં સહભાગી બન્યાં.’ વસાહતના લોકોએ પોતાના બાળકોને બેસવા માટે આમ તો એક છાપરું જ બનાવ્યું છે પણ એમની એમના બાળકોને ભણાવવાની ચિંતા જોઈ રાજી થવાય છે. બસ વિચરતી જાતિના તમામ બાળકો ભણતા થાય એ જ અપેક્ષા ...
ફોટોમાં ઉદઘાટન કરતાં બાલદોસ્ત કનુભાઈ અને બાલઘર સાથે બાળકો..
No comments:
Post a Comment