Monday, 1 February 2016

At last thing falling in shape at the VSSM managed girls hostel at Ahmedabad…….

Some beautiful moments we experience with our lovely daughters
The  hostel at Ahmedabad for the girls from nomadic families was initiated as a response to resolve the issue of education for the girls living marginalised lives in some remote part of the state. It was a challenge we had to embrace without being concerned about the way the program would move further. We had embarked upon this journey with no infrastructure or logistics in place. All we had was strong desire to give these girls a different life. Acclimatising the girls to the environment of learning and community living was the first and the hardest  challenge we had to tackle. Along with the girls we had to tackle their parents who always were prepared to fight with us and came up with hoards of issues. Dealing with them on daily basis was extremely exhausting…. all these while we are struggling to make room for 35 girls, mobilising ration, supplies, managing school admissions etc. Everyday I would be speaking so much that by the end of the day my mouth and ribs hurt. The day would be long, starting from 7. 45 (reaching office) stretching up to  some wee hours when the conditions would ease up for me to return home. The family especially young Kiara remained  neglected all the time …

During these times Vrutika and Hetal joined us as Baldosts for this hostel. They are an absolute treasure to the program. Extremely hard working, loving and selfless ladies who too had to endure the various allegations made by the parents. Gradually things began to calm down. The duo managed to calm the nerves of these girls, they began focusing  on studies and their life in the hostel. Vrutika and Hetal took charge of them as a mother does for her children. Without any disgust they cared and nurtured the girls. Cleaned them, bathed the small ones, nursed them during their illness. They became their mothers, their guardians.. Recently Reena also joined the team. She works in the VSSM office during the day and lives with these girls during the night. These Baldosts have made it possible for me to remain at home during Sundays. I can now come to office at 10 and travel for work with a relative ease..

The same applies for the other  deligent and dear  set of Baldosts at Doliya… Vandana, Valji, Jalpa, Harkishan and Harshad. Together this team cares for 200 children.

Having  such devoted team has enabled us to reach to hundreds of children from nomadic communities …A big Thank you. It is your dedication and whole hearted efforts that are bringing such amazing results to our education initiative. It is because of you that I can focus on other challenges the nomads face.

In the midst of such tumultuous teething times  we were joined by an enthusiastic and extremely  caring  volunteer Dimpleben, not only she worries about the girls but also about the activities of VSSM, a big thank you for being with us during such times of need.  We are immensely delighted to have with us.

VSSM’s team members Chayaben, Shardaben, Ilaben, Amiben worked round the corner to make sure the girls felt at home in their new residence.

Our dear friends Pragneshbhai, Kiritbhai, Namrataben, Direndrabhai, Satsang Parivar never left our side and made sure we had all the infrastructure and support we needed. Their warm support ensured we keep going on the mission we had embarked upon. I am grateful to for your presence in VSSM…

This doesn’t happen everyday… yesterday the girls who were heading to school  and Baldosts suddenly felt the need to have a group photograph clicked…. the moment captured in the camera…..such priceless moments wash away  all the pain,  both mental and physical, of working with these communities….

vssm દ્વારા વિચરતી જાતિની દીકરીઓની અમદાવાદમાં શરુ કરેલી હોસ્ટેલ હવે હવે થાળે પડી રહી છે..
અમદાવાદમાં vssm દ્વારા અને સમાજના સહયોગથી ચાલતી હોસ્ટેલમાં દીકરીઓ ભણવા આવી. શરૂઆતમાં દીકરીઓને ગોઠવવી ખુબ મુશ્કેલ હતી. દીકરીઓ અને એમના માં-બાપની ઢગલોબંધ ફરિયાદો. થાકી જવાય. ક્યારેક તો બોલી બોલીને પાંસળી દુખવા માંડે. સવારે ૭:૪૫ વાગે ઓફીસ આવી જાઉં અને રાતના ઘરે જવાનો સમય નક્કી નહિ. મૌલિક અને કીયારાને પણ અન્યાય કરું. 
આ સ્થિતિમાં વૃતિકા અને હેતલ આ દીકરીઓના બાલદોસ્ત તરીકે જોડાયા. બન્નેની ખુબ મહેનત. વૃતિકા ઉપર તો દીકરીઓ અને એના માં-બાપે ઘણા આક્ષેપો કર્યા. અમને વૃતિકા જોઈએ જ નહિ એવી માંગણી પણ કરી. પણ ધીમે ધીમે સમજાવટ અને આ બંનેનો દીકરી ઉપરના અપાર પ્રેમના કારણે અમારી દીકરીઓ શાંત થઇ, ભણવા માંડી. જે વૃતિકા ગમતી નહિ એ આજે બે કલાક માટે જવાનું કહે તો અનુ અને વિજયા તો એને પકડીને રડવા જ માંડે. વાગ્યા પરનો ઘા હોય કે આ દીકરીઓની સ્વચ્છતાનો મુદ્દો હોય, કોઈ છોછ વગર ખુબ પ્રેમથી બંને બાલદોસ્ત દીકરીઓને સાચવે.

હમણા એમાં રીના પણ જોડાઈ. આખો દિવસ ઓફિસમાં કામ કરે અને રાતના આ દીકરો સાથે રહે.. આ બાલદોસ્તોના કારણે હવે હું રવિવારે ઘરે રહી શકું છું. ઓફીસ પણ ૧૦ વાગે આવું છું.
આવા જ વહાલા ડોળીયા હોસ્ટેલના બાલદોસ્તો વંદના, જલ્પા, વાલજી, હરકિશન અને હર્ષદ જેઓ ૨૦૦ બાળકોને સાચવે છે..

આવા સરસ બાલદોસ્તોના કારણે જ વિચરતી જાતિના બાળકો સાથેનું કામ શક્ય બને છે.. મારા વહાલા બાલદોસ્તો thank you. તમે છો તો બાળકોને તમને સોપીને હું વિચરતી જાતિ સાથેનું બીજું કામ કરી શકું છું.
આવા જ ડીમ્પલ બેન કેટલી બધી ચિંતા બાળકો અને સાથે સાથે અમારી પણ કરે. thanks સાથે છો એના માટે.. શરૂઆતમાં vssm ટીમમાંથી છાયાબેન, શારદાબેન, ઇલાબેન, અમીબેન સૌની કેટલી દોડાદોડી. તો રશ્મિનભાઈ, પ્રદીપભાઈ ફ્રેન્ડ્સ ઓફ vssm, પ્રજ્ઞેશભાઈ, કિરીટભાઈ, નમ્રતાબેન, ધીરેન્દ્રભાઈ, સતસંગ પરિવાર વગેરે જેવા વહાલાં સ્વજનોનીની સતત સાથે હોવાની હુંફથી જ આ કામ થઇ શક્યું. સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
ગઈ કાલે અચાનક મને ખુરશીમાં બેસાડીને બાલદોસ્તોએ અને સ્કુલ જઈ રહેલી અમારી દીકરીઓએ ફોટો સેશન કરાવ્યું જે જોઈ શકાય છે.


No comments:

Post a Comment