Samata and Ravi Bjania with their medals…. |
While the children stay with the hostel they school at the government schools in Doliya. Along with the regular studies emphasis is given on the all round development of the children and they are mentored lot of co-curricular activities.
Two children for both the hostels showed outstanding performance in the recently organised art and painting competition by the ‘Kala Shikshak Sangh.'
Samata Nakiya, a 9th grader from Digsar village in Surendranagar’s Muli block bagged a gold medal in her category. Samata comes from a family of 6 daughters. The economic condition of her family is so weak that educating his daughters was an impossible task for her father. VSSM asked her father to send his girls to Kalrav hostel. Samata wishes to be a teacher when she grows up.
Ravi from the Vatsalya Hostel went on to secure bronze medal in the competition. Ravi is from Kadi town, his father earned living by working as construction labour. The family was always on the move wandering in each of work. This affected the Ravi’s chances of receiving decent education. Hence he was enrolled in Vatsalya Hostel.
Such initiatives by VSSM supported by its well-wishers are enabling extremely marginalised children realise their potential and achieve their dream of a better brighter future.
Congratulations to Samata and Ravi and all the very best for future endeavours..
vssm સંચાલિત હોસ્ટેલમાં ભણતા વિચરતી જાતિના બાળકોએ ચિત્ર સ્પર્ધામાં સિદ્ધિ હાંસલ કરી
સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામે ‘વિચરતા સમુદાય સમર્થન મંચ’ સંચાલિત ‘જાયન્ટ ગ્રુપ ઓફ સેન્ટ્રલ મુંબઈ’ અને ‘આરતી ફાઉન્ડેશન’ના આર્થિક સહયોગથી ચાલતી કલરવ કન્યા છાત્રાલય અને વાત્સલ્ય કુમાર છાત્રાલયમાં વિચરતી અને વિમુક્ત જાતિઓનાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
છાત્રાલયમાં અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે. તાજેતરમાં જ ‘કલા શિક્ષક સંઘ’ દ્વારા આયોજિત ચિત્ર રંગપુરણી સ્પર્ધામાં બન્ને હોસ્ટેલના બે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
કલરવ કન્યા છાત્રાલયમાં રહીને ધોરણ ૯માં અભ્યાસ કરતી મુળી તાલુકાના દિગસર ગામની સમતા નાકીયા એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો . સમતાના પરિવારમાં ૬ બહેનો છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે સમતાને આગળ ભણાવી શકવાની એના પિતાની ક્ષમતા નહોવાના કારણે સમતાને vssm સંચાલિત હોસ્ટેલમાં ભણવા મૂકી છે. સમતા પણ ભણીને શિક્ષક બનવા માંગે છે .
વાત્સલ્ય કુમાર છાત્રાલયમાં રહીને ધોરણ ૯માં અભ્યાસ કરતો રવિ બજાણીયા એ ચિત્ર રંગપુરણી સ્પર્ધામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને કાંસ્યચંદ્રક મેળવ્યો હતો. રવિ મુળ નાની કડીનો વતની છે. તેના પપ્પા કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ મજુરી માટે વિચરણ કરતા રહે છે. આથી તેમણે રવિને હોસ્ટેલમાં ભણવા માટે મુક્યો છે.
વિચરતી જાતિના દરેક બાળકોનું ભવિષ્ય તેજોમય બને એવી શુભેચ્છા સાથે રવી અને સમતાને ખુબ ખુબ અભિનંદન..
ફોટોમાં vssm સંચાલિત હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓને ચિત્ર રંગપુરણી સ્પર્ધામાં મળેલી સિદ્ધી..
No comments:
Post a Comment