Tuesday 6 December 2022

Kindly pray for our success in realizing this dream of educating the children of Kakar...

Mittal Patel interacting with vadi ommunity girls

Kakar is a settlement with a considerable population of Fulvadi families. The once snake charmers, the Fulvadi, now earn their living from agricultural activities or other menial jobs, and in the absence of work, they choose to beg. And all of these options need them to migrate to distant places, hindering their children’s education prospects. As a result, there is not a single boy in the settlement who has studied beyond 9th grade and a girl who has completed 5th grade.

After understanding these peculiar challenges, it was essential to have a residential facility where the children could stay back while their parents migrated. So, after a wait of several years, finally, Smt. Virabahen Meghjibhai Shah (Chanderiya) Hostel was built, and 140 children have been enrolled.

However, these children are not at all inclined towards studying. Our Bal-Dosts Kajal, Ghanashyam, Naran, Vanita, and others are continuously working towards raising their attitude towards learning, but the moment they become tough, the children snap and prepare to leave. Even their parents do not support the efforts. One complaint from the children is they come over to take them back.

“Why do you choose to fight tough battles?” my team members often ask me. And I tell them we will always choose to take the road less traveled, constantly challenge ourselves, and take up tough jobs.

I decided to go and stay with these children for a couple of days. “What do you all wish to become in life?” I inquired. There was no response, I repeated the question a few times, after which some kids responded.

“Didi, I will begin to beg after I complete 8th grade,” said one.

“I will also do the same,” responded another.

“After I complete 8th grade, will any factory employ and pay me Rs. 12,000?” one asked.

“I want to drive an automobile to ferry people!” said one.

Around five kids spoke, but none could think beyond 8th grade, as if the boys had decided to study until 8th and the girls unto grade 4th.

It is often said, “if you stop dreaming, you start dying!” But here, the children have no dreams.

We have an uphill task; the challenges are formidable. But we will continue to endeavor; we are waiting for that one child to shine through, and I know the entire community will follow. 

We are grateful for the support of respected Shri Pravinbhai Shah, Shri Piyushbhai Kothari, Jetco Organisation, Mardvibahen, Pallika Kanani, YVO Group, respected Shri Krishnakant Mehta, Indira Mehta in this arduous task. I know that the team will not shy away from pouring their heart and soul into these efforts; kindly pray for our success in realizing this dream of educating the children of Kakar.

શરણાઈ તો બધા વગાડી જાણે પણ સાંબેલું વગાડે એ સાચ્ચો... 

અમે સાંબેલું વગાડવાનું અઘરુ કાર્ય હાથ ઘર્યું...

બનાસકાંઠાનું કાકર. ફુલવાદી પરિવારો ત્યાં રહે. સાપના ખેલ કરવાનું હવે રહ્યું નહીં એટલે ખેતી કામ માટે ને એ  ન મળે ત્યારે ભીક્ષા માંગીને નભવા અર્થે ફુલવાદી પરિવારો સ્થળાંતર કરે. બાળકો પણ એમની સાથે સ્થળાંતર કરે. પરિણામે એમનું શિક્ષણ બગડે. આખી વસાહતમાં નવ ધોરણથી આગળ ભણેલો એકેય છોકરો ન મળે ને પાંચ ધોરણથી આગળ ભણેલી દીકરી ન મળે. 

મા-બાપ બાળકોને વસાહતમાં મુકીને જઈ શકે ને બાળકો ભણી શકે તે માટે અમે શ્રીમતી વિરાબહેન મેઘજીભાઈ શાહ(ચંદેરિયા) છાત્રાલયનું નિર્માણ કર્યું અને 140 બાળકોનો પ્રવેશ થયો. 

પણ બાળકોને ભણવું જરાય ગમે નહીં. અમારા બાલદોસ્ત કાજલ, ઘનશ્યામ, નારણ,  વનીતા ભણતર માટે જરાક દબાણ કરે કે બાળકો કહી દે અમારે ઘરે જવું છે ને વાલીઓ પણ સામે બાળકોને લઈ જવા તૈયાર. 

કાર્યકરો કહે, તમને આવા અઘરા કામો જ કેમ ગમે? ને હું ઉપરનું વિધાન શરણાઈ તો સૌ વગાડે વાળુ કહુ.

આ બાળકો સાથે હમણાં ત્રણ દિવસ રહી. એક દિવસ બધાને પુછ્યું તમારે શું બનવું છે?  પહેલાં તો જવાબ જ ન મળ્યો. બે ચાર વાર પુછ્યું પછી કહ્યું,

દીદી આઠ ધોરણ ભણી પસી મોગવા જઈશ.બીજાએ કહ્યું, મુયે આઠ પસી મોગવા જઈશ.ત્રીજાએ કહ્યું આઠ ભણું પસી ફેકટરીમાં બાર હજારના પગારવાળી નોકરી મલ?ચોથાએ કહ્યું મારે તો સટલિયું ચલાબ્બુ હ્....

પાંચેક છોકરાંઓએ સ્વપ્ન કહ્યા એ પણ ઉપર જણાવ્યા પ્રમાણેના... 

છોકરાંઓ ધો. 8 સુધી ભણવાનું નક્કી કરે ને દીકરીઓ ધો.5...

સપના મરી જાય એ માણસ મરી જાય એમ કહે પણ અહીંયા તો સપના જ નથી...

અમારે ઘણું મથવાનું છે.. ને મથીશું. બસ અહીંયાથી કોઈક દીકરો કે દીકરી ભણીને આગળ નીકળી જાય તો આખો સમાજ એની પાછળ નીકળી જશે...

અમારા આવા કઠણ કાર્યમાં આદરણીય પ્રવિણભાઈ શાહ, શ્રી પિયુશભાઈ કોઠારી, જેટકો સંસ્થા, માર્દવીબેન, પલ્લીકા કાનાણી, YVO ગ્રુપ, આદરણીય ક્રિષ્ણકાંત મહેતા, ઈન્દિરા મહેતા વગેરે સ્વજનોની મદદ મળી રહી છે એ માટે આભારી છીએ. બસ સફળ થશું એ માટે તમે સૌ પ્રાર્થના કરજો... 

બાકી મહેનતમાં પાછા નહીં પડીએ એ નક્કી....

#MittalPatel #VSSM



Smt. Virabahen Meghjibhai Shah
(Chanderiya) Hostel was built, and
140 children have been enrolled. 

Mittal Patel with the boiys and girls of our kakar hostel

Nomadic children studying at our kakr hostel

Mittal Patel stayed with these children for
couple of days


No comments:

Post a Comment