Saturday, 3 February 2024

The students from our hostels participated in a Youth Festival at District & State level...

Our Hsotel girls performing at Youth Festival 

Healthy competition is good for the growth of a person. That is why during school  times the students are encouraged to participate in various competitions. The win-lose during these competitions help one to understand the ups and downs of life and the strength to withstand the tough times.

VSSM runs two hostels. One is in Kakar village in Banaskantha district. The other one called Vishwa Mangalam is in Himmatnagar managed in association with Vishwamangalam Trust. The girls staying in this hostel take training to learn music. Their progress is gauged in the competition they participate in.

Recently a Youth Festival at District & State level was organised. In this, the students from our hostels participated. They came first in a group & musical song category at the District level. At the State level they finished honourable fourth in a competition organised at Hemchandra University in Patan.

They had trained hard for the first position but  there were others who were better. However, every participant learns much more about life than just about competition.

The students were encouraged by Mayankbhai Jadhav, Nalinbhai, Bijalbhai, Ghanshyambhai, Dimpleben and Vanita.

The participants who performed brilliantly were Rekha, Shilpa, Puri, Apeksha, Jiya, Jhanvi & Mittal. Our congratulations to them. We wish them bigger success in their future endeavours.

સ્પર્ધા માણસના ઘડતર માટે ઉપયોગી. એટલે જ શાળા જીવન દરમ્યાન આયોજીત થતી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીને ભાગ લેવડાવવાનું ખાસ કરાવવામાં આવે. સ્પર્ધા દરમ્યાન થતી હાર જીત જીવનના ચડાવ ઉતારમાં ટકી રહેવાનો જુસ્સો આપે. 

VSSM બે છાત્રાલય ચલાવે. એક છાત્રાલય બનાસકાંઠાના કાકરમાં ચાલે. જ્યારે બીજુ વિશ્વ મંગલમ અનેરા - હિંમતનગર પાસે વિશ્વમંગલમ ટ્રસ્ટની સાથે ચાલે. આ છાત્રાલયમાં ભણતી વિદ્યાર્થીઓ સંગીતની તાલીમ લે. તાલીમનું નિદર્શન વિવિધ સ્પર્ધમાં થાય.

તાજેતરમાં જિલ્લા અને રાજ્યકક્ષાનો યુવા મહોત્વસ આયોજીત થયો. એમાં અમારી હોસ્ટેલમાં ભણતી દિકરીઓએ ભાગ લીધો. જિલ્લા કક્ષાએ સમૂહગીત અને સુગમ સંગીતમાં પ્રથમ આવી. રાજ્યકક્ષાની સ્પર્ધા પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં આયોજીત થઈ જેમાં દિકરીઓ ચોથા ક્રમે આવી. 

મહેનત પ્રથમ નંબર મળે તેવી કરી હતી. પણ એમના કરતા વધારે ઉત્તમ કરવાવાળા વિદ્યાર્થીઓ સ્પર્ધામાં આવ્યા. પણ દરેક વિદ્યાર્થી સ્પર્ધામાં નંબર મેળવવાની લાલસાની સાથે સાથે અન્ય ઘણું શીખે, જે અમારી દીકરીઓ શીખી. 

દિકરીઓને સંગીતમાં મયંકભાઈ જાદવ, નલિનભાઈ, બીજોલભાઈ, ઘનશ્યામભાઈ, ડિમ્પલબેન અને અમારી વનિતાનું પ્રોત્સાહન મળ્યું. 

સંગીતમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર અમારી રેખા, શિલ્પા, પૂરી, ભૂમિકા, અપેક્ષા.જીયા, જાહનવી, મિત્તલને અભીનંદન તેમજ ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરી સફળતાના શીખરે પહોંચે તેવી શુભભાવના.. 

#MittalPatel #vssm #education #ખેલમહાકુંભ #ખેલ #સ્પર્ધા



Our Hostel girls came first in a group & musical song
category at the District level

Our hostel girls particiapted in youth festival at hemachandra
university of Patan district


Educating the children of Fulwadi community is a difficult dream to realise...

VSSM well-wisher Pravinbhai and his family with
Mittal Patel and education coordinators visits our Kakar Hostel

"We have to beg though we do not like to. Our parents used to beg without hesitation."

Young children of Fulwadi community said this. They earlier used to earn money as snake charmers. However, the government banned this activity. Since then they try to earn their livelihood by doing small labour jobs or by begging. The parents move around for work and along with them these children seek alms. 

The boys study till standard 8th and the girls till standard 5th only. They believe that is all they should study. Even parents accept that.

In Kakar Village of Banaskantha there is a large population of Fulwadi community. More than 350 families stay there. However only 125-150 children register their names in the school. There may be more than 300 children. However many have not registered their names. Moreover, even the children move around with their parents so teachers cannot register their names.

In the month of "Magshar" ( as per Hindu calendar) they come home for a month else they along with their parents lead a nomadic life.

Some children stay put in the community and go to school. They survive on their own by begging for food on Saturdays & Sundays which last for the rest of the week.

This is a tragic &  unbelievable situation.

Whenever I go to "Fulwadi" community in Kakar from Ahmedabad, it feel like you have travelled back in time to the 18th Century. 

In order that children staying in this community in Kakar can study, Smt Viraben Meghji Shah (Chanderia) built a school; for them.  However it is extremely difficult for the children to continue going to school on a long term basis. They cannot stay put at one place. This is a tough call for us. We have to overcome this problem of children not going to school.  For that we will do whatever best is required to be done. It requires patience. Our well wishers have to understand that it is difficult to get results overnight. Our donor Pravinbhai Shah in whose mother's name the school is set up understands this and supports us fully. That is a big comfort for us. We at VSSM are thankful to Shri Pravinbhai & his family for their support 

We have dreamt of educating the children of Fulwadi community, It is a difficult dream to realise.

Our compliments & salute to our team who are working tirelessly to make this dream come true  of dear Dimpleben, Vanita, Jay, Vijay, Jyoti, Shivabhai & Arvindbhai

'અમાર તો મોગવાનું!'

'પણ માંગવું કોને ગમે?'

'ચમ ના ગમ્. અમાર મા-બાપ તો ઠેઠથી મોગ...'

સાપના ખેલ બતાવીને પેટિયું રળનાર અને ખેલ બતાવવા પર પ્રતિબંધ આવ્યા પછી મજૂરી મળે તો મજૂરી કરીને અને ન મળે તો ભીખ માંગીને પેટિયું રળતા ફૂલવાદી સમુદાયના ટબુડિયાઓ સાથેનો આ સંવાદ. મા-બાપ કામ ધંધા માટે વિચરણ કરે ને એમની સાથે નાના નાના બાળકો પણ ખભે ઝોળી લઈને માંગવાનું કરે. 

બાળકો ધો.8 સુધી ભણે એ વાત વડિલો સમજે. બાકી ધો.8થી આગળનું એમને ન સમજાય. બાળકો પણ 8 ધો. સુધી જ ભણવાનું એમ માને. જ્યારે દિકરીઓ તો 5 ધો. જ ભણે.

બનાસકાંઠાના કાકરમાં ફૂલવાદીની મોટી વસાહત. લગભગ 350 થી વધુ પરિવારો ત્યાં વસે. પણ નિશાળમાં માંડ 125 -150 બાળકોના નામ દાખલ થયા હશે. વસાહતમાં બાળકોની સંખ્યા તો 300 ઉપર હશે પણ બધાના નામ નિશાળમાં લખાવ્યા નથી. વળી બાળકો મા-બાપ સાથે વિચરણ કરે એટલે શિક્ષકો પણ સામે ચાલીને નામ નોંધવાનું કરી ન શકે.

માગસર મહિનામાં આ બધા એક મહિના માટે ઘરે આવે. બાકી ભમતા રામ.

કેટલાક બાળકો વસાહતમાં રહે ને નિશાળમાં જાય. આ બાળકો પોતાનો ખર્ચો જાતે કાઢે. પાંચમાં છઠ્ઠામાં ભણતા બાળકો શનિ રવીમાં અનાજ માંગવા જાય ને જે મળે તેમાંથી અઠવાડિયું ચલાવે.

અકલ્પનીય સ્થિતિ.

અમદાવાદથી જ્યારે કાકરની ફૂલવાદી વસાહતમાં જવું ત્યારે લાગે કે 18મી સદીમાં આવી ગઈ છું.

આ વસાહતમાં રહેતા બાળકો ભણે તે માટે અમે વસાહતમાં જ શ્રીમતી વિરાબહેન મેઘજીભાઈ શાહ(ચંદેરિયા) છાત્રાલય બાંધ્યું. પણ બાળકોનું નિયમીત છાત્રાલયમાં ટકવું ખરેખર મુશ્કેલ. પગમાં ભમરી એટલે પગ ઝાઝો સમય એક જગ્યા પર સ્થિર જ ન થાય.

અમારા માટે પણ આકરી કસોટી. સફળ તો થવાનું જ છે. એ માટે એડીચોટીનું જોર લાગડી દઈશું. પણ આ કાર્યમાં ધીરજ ખુબ જોઈએ. મદદ કરનાર સ્વજનો આ વાત સમજે તો જ બધુ કામનું. બાકી રાતો રાત પરિણામ અહીંયા ન મળે.

અમારા પ્રવિણભાઈ શાહ જેમના માતૃશ્રીના નામ પર આ છાત્રાલય ચાલે એ આ વાત બરાબર સમજે. એટલે જ પુરા ભાવથી અમારા પર શ્રદ્ધા રાખી એ મદદ કરે. એમની બહુ મોટી હૂંફ છે. 

અમારા પર શ્રદ્ધા રાખી અમારા કાર્યમાં મદદ કરનાર આદરણીય પ્રવિણભાઈ અને એમના પરિવારનો VSSM પરિવાર આભારી છે..

ફૂલવાદી બાળકોને ભણતા કરવાનું સ્વપ્ન સેવ્યું. પણ આ સ્વપ્ન લોઢાના ચણા ચાવવા જેવું.  જે પુરુ કરવા મથે  શિક્ષણનું કાર્ય સંભાળતી અમારી ટીમ.  પ્રિય ડીમ્પલબેન, વનિતા, જય, વિજય, જ્યોતી, શીવાભાઈ, અરવીંદભાઈ આ બધાની નિસબતને સલામ...



Nomadic children studying in our Kakar Hostel

Vadi community girls welcomes Shri Pravinbhai Shah and 
his family

Nomadic children playing in kakar hostel

Nomadic children in our Kakar Hostel

Kakar Hostel

Kakar Hostel

Nomadic children studies in our Kakar Hostel

VSSM's well-wisher visits Kakar Hostel