Monday 14 November 2022

May others from Drashti's community inspire to follow her foot-steps!!!

Mittal Patel with Drashti Bajaniya

Drashti hails from the Bajaniya community, which has very poor performance on the education front, especially girl child education. However, Drashti’s Uncle enrolled her in VSSM  operated hostel while she was very small. Today, Drashti completed education up to 12th grade and a para-medical course. The interest kindled by the para-medical course has enthused her to enroll for General Nursing Course.

“If I become a head nurse, it entitles a separate cabin!” Drashti aspires to be one.

“There would be many girls of your age in your village; what do they do?” I inquired.

“Didi, they are married by this age; many would have birthed a child by now!” Dhrashti responded.

Apart from educational backwardness, the Bajaniya are notorious for their practice of child marriages. Most of the children are either engaged or married by the age of 15-16 years. So Dhrashti’s father is concerned about her chances of getting married..

“Why would she not find a partner? She is smart and educated. And we are there to find her one if you have difficulties in doing so.” Dharshti’s father would give a faint smile and agree to our reasoning.

We wish Dhrashti a bright and happy future. May others from her community inspire to follow her foot-steps!

દૃષ્ટિ બજાણિયા સમુદાયમાંથી આવે. શિક્ષણનું પ્રમાણ આ સમુદાયમાં ઘણું ઓછુ. એમાંય દીકરીઓ તો સ્નાતક સુધી ભાગ્યેજ ભણે.

દૃષ્ટિના કાકા કનુભાઈ દૃષ્ટિને અમારી હોસ્ટેલમાં એ નાની હતી ત્યારે લઈ આવેલા. આજે એણે ધો. 12 પુરુ કર્યું અને GNM(જનરલ નર્સીગ કોર્સ) કરવાનું એ કરશે. 

આમ તો એણે ધો.10 પાસ કરી પેરામેડીકલ કોર્સ પણ ધો.12ની સાથે કર્યો. મેડીકલ લાઈનમાં એને પેરામેડીકલ કોર્સ કરવાના લીધે જ રસ જાગ્યો. 

એને હેડ નર્સ બનવું છે. એ કહે, 'હેડ નર્સ બનીએ તો જુદી કેબીન મળે.'

દૃષ્ટિને પુછ્યું કે, 'તારા જેવડી તારા ગામમાં રહેતી અન્ય દીકરીઓ શું કરે?'

જરા શરમાઈને એણે કહ્યું, 'દીદી એ લોકોના તો લગ્નય થઈ ગયા. ઘણી તો એક છોકરાની મા પણ બની ગઈ.'

દૃષ્ટિ જે સમાજમાંથી આવે ત્યાં એના જેવડી દીકરીઓની સગાઈ કે લગ્ન અત્યાર સુધી થઈ જ જાય. પણ દૃષ્ટિ કે છે હું બચી ગઈ. એના પપ્પાને, દૃષ્ટિની હાલ સગાઈ નહીં કરીએ તો પછી છોકરો નહીં મળેની ચિંતા રહ્યા કરે છે.

પણ અમે સમજાવીયે કે ભણેલી છે તો શું કામ છોકરો નહીં મળે?  અને ન મળે તો અમે બેઠા છીએ ને? સાંભળીને એ હસે પણ અમારી વાત એમણે પણ માન્ય રાખી. એટલે દૃષ્ટિ ભણવામાં વધારે ફોકસ કરી શકી. 

દૃષ્ટિને આ સ્તરે પહોંચાડવામાં અમારી શિક્ષણ ટીમ ડીમ્પલબેન પરીખ, વિનતા. બીજોલ, વિજય, કોકીલા, જય વગેરે સૌનો ફાળો ખુબ મોટો...

દૃષ્ટિને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના... એને જોઈને સમાજની અન્ય દીકરીઓ પણ ભણતી થાય તેવું ઈચ્છીએ..

#MittalPatel #VSSM


No comments:

Post a Comment