Children of Eklavya Balghar with their Baldost Kanubhai... |
Detailed information of children’s savings… |
Fed up the insensitivity showed by the adults, Kanubhai gave up advising them but continued doing so to the children. He asked them to begin saving the money they took from their parents to buy tobacco, gutkha, beetle nut etc., from the saved money they can but the things they want he explained. The children did not digest the idea in initially and it took lot of coaxing from Kanubhai to get his message across. Gradually the children began saving the money with Kanubhai, who would talk about the amount saved by each child and the progress made, within the students group. This had a huge impact amongst the students as it enticed the non-savers to begin saving from their pocket money.
Detailed information of children’s savings… |
On the 9th of September, I had this opportunity to visit Eklavya Balghar, where the children shared the news that during the past 2 months, 32 children had saved Rs. 2238. When I asked what would they like to buy from their savings the kids promptly replied “school bag, school dresses, books…..” as much as a delight the reply was a result of relentless efforts put by Kanubhai.
As we discussed this development with parents they were absolutely surprised to hear the development. We hope that parents, in this case, take a lesson from their children, understand the importance of savings and give up their deadly addiction to tobacco in its various avatars….
vssm સંચાલિત એકલવ્ય બાલઘરના બાળકોએ બચત શરુ કરી.
રાજકોટના વાવડી ગામમાં વિચરતી જાતિમાંના વાંઝા(વાંસફોડા), સલાટ, દેવીપૂજક પરિવારો રહે છે. આ પરિવારો છૂટક મજૂરી કરીને પોતાનો ગુજારો કરે. વસાહતમાં વ્યસનનું પ્રમાણ ખુબ. મા –બાપ તો વ્યસન કરે અને એમને જોઇને બાળકો પણ કરે. વળી એક પણ બાળક શાળામાં જાય નહિ અને બાળકો ભણતા નથી એ સંદર્ભે પરિવારોને પણ કોઈ ક્ષોભ નહિ. આ વસાહતમાં બાળકોને ભણાવવાનું કામ vssmના કાર્યકર – બાલદોસ્ત કનુભાઇએ શરુ કર્યું. એમણે માં-બાપને વ્યસન બાબતે સમજાવવાની ખુબ કોશિશ કરી પણ બધા માને નહિ. હા કનુભાઈની હાજરીમાં તમાકુના ખાય અને બીડી ના પીવે પણ એમની ગેરહાજરીમાં બધું ચાલે. બાળકો પણ મા-બાપની જેમ જ.
કંટાળીને કનુભાઈએ માં-બાપ સાથે માથાકૂટ કરવાનું માંડી વાળ્યું પણ બાળકોને સમજાવવાનું ચાલુ રાખ્યું. સોપારી, પાન-મસાલામાટે માં-બાપ જે પૈસા આપે એની બચત કરવા કહ્યું અને એ બચતમાંથી બાળકોને જે વસ્તુ જોઈએ એ લાવી આપવાની એમ નક્કી થયું. બાળકોએ ધીમે ધીમે ઘરમાંથી વાપરવા માટે આપતાં પૈસા કનુભાઈને જમા કરાવવાનું શરુ કર્યું. આમ તો શરૂઆતમાં બાળકોની તૈયાર નહોતી પણ કનુભાઈએ બે બાળકોને બરાબર સમજાવ્યા અને એ બાળકોની રોજેરોજની બચત શરુ થઈ એટલે કનુભાઈએ બધા બાળકો વચ્ચે એ બાળકોની બચત કહેવાની શરુ કરી અને ચમત્કાર થવા માંડ્યો એક પછી એક બાળક બચતમાં જોડાવવા માંડ્યું.
તા.૯-૯-૧૫ના રોજ આ બાળકોના એકલવ્ય બાલઘરની મુલાકાતે જવાનું થયું ત્યારે ૩૨ બાળકોએ છેલ્લા બે મહિનામાં કરેલી બચત રૂ.૨૨૩૮ની વિગતવાર માહિતી આપી. બચતમાંથી શું લાવશો એ અંગે જયારે બાળકોને પૂછ્યું, તો એમણે કહ્યું, સ્કુલ ડ્રેસ.. કેવી અદભુત વાત..
બાળકોના વાલીઓ સાથે એમના બાળકોએ કરેલી બચત અંગે વાત કરી. વાલીઓને ખુબ નવાઈ લાગી.. આશા છે કે, બાળકોની બચત જોઇને વાલીઓ પણ બચતને સમજતા થાય.
ફોટો ૧માં vssm સંચાલિત બાલઘરના બાળકો દ્વારા થયેલી બચતની વિગતવાર માહિતી..
ફોટો ૨ માંvssm સંચાલિત એકલવ્ય બાલઘરના બાળકો બાલદોસ્ત કનુભાઈ સાથે