Wednesday, 18 May 2016

Our upcoming Naroda Hostel 94 children of nomadic communities got admission in reputed school...

The children who came to appear for the entrance
test and VSSM Baldosts
The glaring image that strikes you at any of the nomadic settlement is the sheer amount of children, children just loitering around out of school, out of any day-care center with nowhere to go except helping parents with earning living or attending chores.  It is heart wrenching to see such a waste of childhood. Initially, the problems we starred at were plenty but  one of the first interventions by VSSM for the nomadic communities was to ensure children start attaining education but how to make that happen was another issue. Educational deprivation was one of the core reasons for such marginalisation of these communities. We began with efforts to blend these children in the mainstream with enrolling them in the village government schools or Ashram Shalas. But numerous reasons resulted into the children coming back from Ashram Shalas or being pushed out of the schools. Hence VSSM launched its program of Bridge Schools,  meaning VSSM operated schools in the settlements which subsequently created a need to start a hostel. As the children began to understand what it is to go school, what difference it has brought to their lives; more number of children began coming to school and hostels. The children who had potential but resisted coming to school had to be  cajoled or coaxed and brought to school while  sometimes if the need  emerged  we were also  required to scold the parents to let the children remain in school. All these efforts of past few years have paid off as now there is so much demand for hostels that we have run out of space. That is the reason why we are moving children from two of our hostels to one facility in Ahmedabad. 

The Sadvichar Parivar Trust has offered VSSM one of its campus in Naroda, Ahmedabad. 180 children from Doliya hostel and 35 children from Radhanpur hostel will move into this facility from June this year. Arrangements have been made to accommodate 300 children in this hostel. The Baldosts are busy preparing a list of children interested in joining the Naroda Hostel. We hadn’t imagined in the wildest of our dreams that the figure of children willing to join the Naroda Hostel will  600. 

IN the meantime efforts are on prepare the children to appear for a school entrance test. The N. V School in Naroda has agreed to enrol these children provided they clear the entrance test. We had identified and called almost 200 children instead 300 turned up and appeared for the entrance examination held on 29th April. 94 of these children have cleared the test and secured admission in N. V. School. 

To our utter astonishment 30 children had come from Vadiya to appear for this test.  We knew the change was imminent but weren’t expecting it to be  so soon!!  The events that have unfolded during past couple of weeks  are extremely  surreal  and we can’t help but thank the Almighty for the same. 

It is equally important that we take this opportunity  to express  a big thank you to Dimpleben for her rock solid support and untiring efforts to ensure that maximum number of children benefit from Naroda Hostel. It is her efforts that have relieved us from lot of worries and anxieties…..Thank you Dimpleben and all the Baldosts of VSSM…..

વિચરતી જાતિઓ સાથે કામ શરૃ કર્યું તે વખતે પ્રશ્નોની વણઝાર સામે હતી. ઉકેલો પણ નહોતા સૂઝતા. કેટલું થશે? શું કરી શકાશે? વગેરે કશો જ ખ્યાલ નહોતો. વસાહતોમાં રઝળપાટ દરમ્યાન ભૂખ્યા અને શિક્ષણથી વંચિત બાળકોને જોઈને જીવ બળી ગયો હતો. જે પીડા આ સમુહ વેઠી રહ્યો હતો એના કારણોમાં અશિક્ષિત હોવાનું પણ જવાબદાર લાગેલું. એટલે પ્રથમ ઉકેલના રૃપે બાળકોને જુદી જુદી સરકારી આશ્રમશાળામાં દાખલ કરાવ્યા પણ તેમાં આ બાળકોને સુખ ના આવ્યું. ખુબ મૂંઝવણો વચ્ચે તેમની વસાહતોમાં તંબુશાળા અને એમાંથી 7 બાળકોને લઈને હોસ્ટેલ શરૃ કરી. અમે જેમના બાળકો ભણે એમ ઈચ્છતા એવી વસાહતોમાંથી તો બાળકોને ઉપાડીને લઈ આવતા. મા-બાપને પ્રેમથી ઘમકાવતા પણ ખરા. પણ ઘીમે ઘીમે અમે જે ઈચ્છતા હતા તે બદલાવ દેખાઈ રહ્યો હતો.

ડોળિયાગામમાં vssm સંચાલીત હોસ્ટેલમાં 180 બાળકો ભણતા જ્યારે રાધનપુરમાં 35 બાળકો. આ બંને હોસ્ટેલ જુન 2016થી અમે અમદાવાદમાં શીફ્ટ કરવાનું આયોજન કર્યું. નરોડા ખાતે આવેલા સદવિચાર પરિવારના કેમ્પસમાં 300 બાળકો રહી શકે તેવી વ્યવસ્થા ગોઠવી. સંસ્થાના કાર્યકરો હોસ્ટેલમાં ભણવા આવવા ઈચ્છતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરીને મોકલાવી રહ્યા હતા. મને ક્યારેય ભરોષો નહોતો કે આ યાદી 600ના આંકડાને ક્રોસ કરશે. હા 600 ઉપરાંત બાળકોના મા-બાપે પોતાના બાળકોને હોસ્ટેલમાં ભણવા મૂકવાની તૈયારી દર્શાવી અને પ્રવેશ આપજો જ તેવી વિનંતી પણ કરી.
નરોડાના એન.વી. વિદ્યાલયે બાળકોની પરિક્ષા લઈને પ્રવેશ આપવાનું નક્કી થયું હતું અમે 200 જેટલા બાળકોને બોલાવ્યા હતા. તા.29મીએ આયોજીત પ્રવેશ પરિક્ષામાં 300 ઉપરાંત બાળકો પ્રવેશ પરિક્ષા માટે આવ્યા જેમાંથી 94ને એન.વી.માં પ્રવેશ મળી ગયો. 

બદલાવ શરૃ થઈ ગયો છે.. જો કે આટલો જલદી બદલાવ આવશે તેની મને કલ્પના પણ નહોતી. વાડિયામાંથી પણ 30 બાળકો પ્રવેશ માટે આવ્યા હતા. નવાઈ લાગે તેવું અને માની ના શકાય તેવું છે પણ આનંદો આનંદો.... ભગવાન thank you.. 

નરોડામાં બાળકોને ભણવા લાવીને સારુ શિક્ષણ મળે તે માટે ડીમ્પલબેન દિવસ રાત પ્રયત્નશીલ છે. તેમનું અમારી સાથે હોવાના કારણે ઘણી બધી ચિંતાઓ હળવી થઈ ગઈ છે.. thanks ડીમ્પલબેન અને vssmના તમામ દોસ્તોને

પ્રવેશ પરિક્ષા આપવા આવેલા બાળકો અને vssmના બાલદોસ્તો

Wednesday, 11 May 2016

Handful of grains and armful of love…

Janaki reciting the prayer ‘Unda Andhare
 thi Prabhu Param Teje Tu lai ja’
during the evening prayer at one
of the VSSM operated hostels.
A few days back we mentioned about our need for food grains to feed the children of the nomadic communities staying with the hostels we operate. We were both hopeful and apprehensive while sharing the appeal on the social media platforms.   However, we couldn’t be more grateful as it has been few days and the campaign to raise handful of grains has received an extremely  compassionate response from the members of the society.

In couple of days after the appeal, Dr. Neelam Patel called us up, she resides in Ahmedabad but we hadn’t met before,  she had called up after reading the appeal, asking us to connect with  Amitabh Shah of ‘Yuva Unstoppable’. Infact Dr. Neelam arranged our initial meeting with Amitabh. Amitabh  assured us of all possible support from ‘Yuva Unstoppable’ and just a while ago Riya one of his team members called up to get a list of stationary we required for the children. 

The feel is such positive when we come across such selfless individuals whose only concern is to be mutually helpful to create a better society. 

We are extremely grateful to you  Dr.Neelam. Along with the gratitude, we feel delighted when devoted individuals like you associate with the grater cause of nomadic communities.

Ever since we have embarked upon this journey of  creating an environment where the nomadic communities attain a life of dignity, we have experienced this divine intervention  many a times, when we meet the right kind of people at right time and this caravan of like minded and concerned individuals is only growing. It makes our belief even stronger ensuring us that we are on the right path. 

A big thank you and loads of love from the children of nomadic communities to Amitabh and his team, Dr. Neelam and all of you have supported our appeal. 

The picture has been captured by UK based  Bharatbhai Patel. Bharatbhai is our well-wisher who has stood by us in many of our endeavours. 

With all of us collectively becoming instrumental in her  and her peers education, Janaki’s prayers seem to have been answered!!

એક મુઠ્ઠી અનાજને મળી રહેલો સુંદર પ્રતિસાદ.. સૌનો આભાર... કૃતજ્ઞતા...

એક મુઠ્ઠી અનાજની અપીલ સોસીયલ મીડીયા પર વહેતી મુકી ત્યારે ખબર નહોતી કે આની શું અસર થશે. પણ કંઈક તો સારુ થશે તેવી આશા ચોક્કસ હતી. ડો. નીલમ પટેલ અમદાવાદમાં જ રહે અમે ક્યારેય મળ્યા નહોતા. પણ અનાજની અપીલ વાંચીને એમણે ફોન કર્યો અને યુવા અનસ્ટોપેબલના અમીતાભને આ સંદર્ભે મળવાનું કહ્યું. ડો.નીલમે જ એની ગોઠવણ કરી અને આજે અમે સૌ મળ્યા. કોઈનો કોઈ સ્વાર્થ નહીં પણ મદદરૃપ થવાની સૌને ભાવના. અમીતાભે શક્ય મદદ માટે ખાત્રી આપી. તેમણે સ્ટેશનરીની તો તુરત મોકલી દેવા ક્હયું. હમણાં જ એમની ઓફીસથી રીયાનો ફોન આવ્યો અને સ્ટેશનરીની વિગતો મોકલાવવા કહ્યું. કેવા સરસ માણસો કેવી સરસ રીતે એક બીજાને સહયોગ કરી રહ્યા છો.
ડો. નીલમ અમે સૌ આપના આભારી છીએ. આમ તો હવે આપ અમારી સાથે અને આ કામમાં ભાગીદાર છો એટલે આભારની સાથે સાથે આપ જેવા સંનિષ્ઠ વ્યક્તિઓ અમારી સાથે છે એનો વિશેષ આનંદ વ્યક્ત કરુ છું.
કુદરત સારા કામમાં કેવા સરસ માણસોને શોધીને ભોગા કરી દે છે એનો અનુભવ આ કામ શરૃ કર્યું ત્યારથી અનુભવુ છુ પણ આવા અનુભવો દિવસે દિવસે વધી રહ્યા છે. કુદરત અમારી સાથે છે એના પરની શ્રદ્ધા વધારેને વધારે દ્રઢ થતી જાય છે. 
અમીતાભ આપ, આપની ટીમ સાથે ડો નીલમ અને આ કામમાં મદદરૃપ થનાર સૌને વિચરતી જાતિના બાળકોનું ખુબ વહાલ અને આભાર...
vssm સંચાલિત કલરવ હોસ્ટેલમાં ભણતી જાનકી જે ઈશ્વરને ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા’ ની પ્રાર્થના કરે છે જેનો ફોટો UKમાં રહેતાં અને vssmના કામોમાં સદાય સહાય કરતા ભરતભાઈ પટેલ દ્વારા લેવાયો છે. 
જાનકીની પ્રાર્થના ઈશ્વર સાંભળી રહ્યો છે અને આપણને સૌને બાળકોના શિક્ષણમાં નિમિત્ત બનીવી રહ્યો છે.


Janaki realises her true potential…...

Janki with her certificate
Quite, intelligent, diligent and mature beyond her age is how we would describe 11 years old Janaki Nayak. In 2012, 7 years old Janaki arrived at Kalrav Hostel in Doliya along with elder sister Payal.  These small girls  had just lost their mother and the daunting task of raising the family was left on their father Vishnubhai who works as manual laborer.  A shattered Vishnubhai was in no condition either psychologically, physically or financially to take care of his five children; four daughters and one son all between the ages of 10 years to 2 months at the time his wife passed away.  Nonetheless, it was important for him to keep going so that at the end of the day he had money to buy food to feed his children.  A concerned and caring father that he is, Vishnubhai decided not to remarry but raise children with some help from his extended family. Another concern that boggled him was education of his children. These devastated children who were going to school found it hard to cope with the loss of   their mother.  He approached VSSM with a request to enroll his elder two daughters in the Doliya Hostel.

At the time of her enrolment Janaki could hardly  read or write and was under sever trauma. She would frequently wake up in the middle of the night crying for her mother. The team of Kalrav provided her all the necessary care and support and love of a mother. Today, Janaki is a confident 11 year old, studying in 6th grade, excelling in studies as well as co-curricular activities. Since last 2 years Janaki ranks first in her class, recently she went on to win the school elocution competition when she spoke on the subject of ‘Democracy and the Indian Election system.’ Janaki takes initiative of managing various tasks in the hostel and performs her duties well.
 The adversities of life  have made Janaki an extremely mature girl at a very young age. She is aware of the sacrifices her father has made to raise her and the siblings, especially not marrying again (which is very common in their community).  When she grows up she wants make life easy for her father. Janaki desires to peruse medicine when she grows up.
 So what would have become of Janaki had she not come to stay at Kalrav hostel?? Well, she like hundreds of girls of her community would have been married and working as a child labour in any of the farms to supplement her family’s income and feed the large brood!! It is the opportunities created at Kalrav that has enabled Janaki realize her true potential.

vssm સંચાલિત કલરવ હોસ્ટેલ, ડોળીયામાં ભણતી જાનકી વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ

“પપ્પા, મારી મમ્મી ક્યારે આવશે...?” સહજ રીતે માતાની છત્રછાયા ગુમાવી બેઠેલ દીકરી જાનકી દ્વારા અનાયાસે પૂછવામાં આવેલ પ્રશ્ન! વાત છે મહેલજ ગામના વતની નાયક વિષ્ણુભાઈની. પત્ની ચાર-ચાર દીકરીઓ અને એક દીકરાને મુકીને ચાલી ગઈ, અવિરત અનંત પ્રવાસે. પાંચ-પાંચ સંતાનોની જવાબદારી ખભે લઈ વિષ્ણુભાઈ આખો દિવસ ‘દાડ્યું’ કરી ગુજરાન ચલાવે. ઘરે મારાં બાળકો એકલા-અટુલા છે” તેવી દ્વિધામાં હંમેશા રહે.
બાળકો ઘીમે-ધીમે મોટા થવા માંડ્યા, દરેક પિતાની જેમ તેમને તેમના અભ્યાસનો પ્રશ્ન સતાવવા માંડ્યો. તેઓ પણ યુનિફોર્મ પહેરી ઊછળ કૂદ કરતા બાળકોના સપના જોવા માંડ્યા. પરંતુ,એક મજુરી કરતા, ઘર વિહોણા, વિધુર પાંચ બાળકોનાં બાપને તે અધિકાર ક્યાંથી હોય. સરકારે શિક્ષણ એક ‘મૂળભૂત બંધારણીય અધિકાર’ ઘોષિત કર્યું છતા પણ ભણતરમાં પૈસાનો ભાર અનિવાર્ય છે તે વિષ્ણુભાઈ સારી પેઠે જાણતા હતા. તેથી ગામઠી સરકારી નિશાળમાં જાનકીને દાખલ કરી, પણ મન:સ્થિતિ પહેલા જેવી જ, કારણ ત્રીજા ધોરણમાં હોવાં છતાં જાનકીને કક્કાનો ક ન આવડે.
આવા કપરા સંજોગોમાં વિષ્ણુભાઈએ ડોળીયા ગામમાં vssm દ્વારા વિચરતી જાતિનાં બાળકો માટે ચાલતા છાત્રાલય વિશે સાંભળ્યું. આ છાત્રાલયમાં બાળકોને વિનામૂલ્યે ભણાવાય છે તે સાંભળી વિષ્ણુભાઈએ છાત્રાલયની મુલાકાત લીધી. “હે બુન, મારી છોડીને ઓય ભણવા રાખશો?” ડોળીયા કન્યા છાત્રાલયનાં બાલદોસ્ત વંદનાને અભણ બાપે પુછેલ સાહજિક પ્રશ્ન.
સર્વે દ્વારા કુટુંબની પરિસ્થિતિનું આકલન કરી જાનકીને ચોથા ધોરણમાં દાખલ કરવામાં આવી. આમ, વિધિવત્ રીતે શિક્ષાનો પ્રારંભ થયો. જાનકી પ્રથમ વર્ષે છાત્રાલયમાં કક્કાના ક થી જ્ઞ જાણી શીખી. હંમેશા નિયમિત વિદ્યાર્થીની જાનકીએ ધીમે-ધીમે પોતાની પ્રતિભા દેખાડવા માંડી. ભણતરનું એવું તો ઘેલું લાગ્યું કે પાંચમાં ધોરણની વાર્ષિક પરીક્ષામાં નાયક જાનકી વિષ્ણુભાઈ પ્રથમ નંબર લાવી. અત્યારે એના વર્ગમાં એ ‘રેન્કર’ છટ્ઠા ઘોરણમાં અભ્યાસ કરે છે.
આજે જાનકી છાત્રાલય વ્યવસ્થાની ઘણી જવાબદારીઓ સંભાળે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે છાત્રાલયમાં અવારનવાર ઈત્તર પ્રવૃત્તિઓ થતી હોય છે. તેમાં પણ તેણી સક્રિયપણે, રસપૂર્વક ભાગ લે. ૨૫મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ. આ દિવસે શાળામાં યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં હોશભેર જાનકીએ ભાગ લીધો. અને ‘લોકશક્તિ અને ભારતની ચૂંટણી પ્રક્રિયા’ વિષય પર બોલી પ્રથમ ક્રમાંકે આવી. પિતા તરીકે વિષ્ણુભાઈ આજે કહે છે, “આ vssmની નીહાળે મારી છોડીને ખુબ સારી સુવિધા આપી. આજે મારી બે છોડી ને એક છોરો ઓય ભણે સે. હું બીજાને પણ કવ સુ તમારા સોકરાવને ભણવા ઓય મુકો.”
જાનકી જેવાં અનેકોનાં અનેક કોડ ઈશ્વર પૂર્ણ કરે તેવા મનોરથ સાથે, વિષ્ણુભાઈ જેવાં અનેક બાપનાં ૭૦૦ થી વધારે સંતાનોને vssm વિનામૂલ્યે શિક્ષાની સુવિધા પૂરી પાડી રહ્યું છે.
જાનકી પોતાને મળેલાં સર્ટીફીકેટ સાથે..