Tuesday, 25 October 2016

It is that time of the year when children staying with our hostels are gearing for mid-term examinations!!

Bal-dost Bhumi mentoring 
our girls at Unnati Hostel.

Most of us would agree to the fact that the last thing a child would like to do is study or go to school!! And the children staying at all of our hostels are no exception either, if they could have a choice they would dance their way to success rather than study. Such intense is their love for dancing that given a choice they would wand to dance their way to college. As our bal-dosts \often say, “if we could play the music for the entire night, these children would dance all night!!” 


The children who stay with our hostels have either studied with the village government schools and the rule of not detaining the children until 8th grade and poor standard of education means these children lag behind even with the fundamentals, so what if they are in grade 7th!! Hence our bal-dosts are required to put in extra efforts to make them attain even the basic levels. Add to this their love for outdoors and dance, distractions when it comes to focusing on studies! The bal-dosts have been nurturing the habit of regular studying in these kids sometimes bribing them with some extra dance time to ensure they finish the mandatory homework. 

Our super hand working and dedicated bal-dosts have helped in kindling the love for learning amidst these kids. The sheer poverty these kids have lived through has never permitted them to  dream of a better and brighter tomorrow but the love and care of bal-dosts is opening up the world of dreams for our children, a world they have never been to until now but hopefully  a world they will  be frequenting much often now!! 

VSSMની હોસ્ટેલમાં ભણતી દીકરીઓ પરિક્ષાની તૈયારી કરતી.


એક બાળક તરીકે વિચારીએ તો ભણવું ક્યારેક જ ગમે મોટાભાગે જીવ તો રમવામાં જ હોય. અમારી વિચરતી જાતિઓના બાળકોને તો રમવાનું તો ગમે પણ રમવાય કરતાં પાછુ નાચવાનું ખુબ ગમે. અમારા બાલદોસ્તો કહે તેમ આપણા બાળકો જો આખી રાત મ્યુઝીક વાગેને તો આખી રાત થાક્યા વગર નાચે. આવા અમારા મસ્ત બાળકોને ભણતા જોવાનો આનંદ અનેરો છે.
ઘરેથી પહેલાં વહેલાં હોસ્ટેલ પર આવે ત્યારે તો વાંચતા કે લખતા કાંઈ આવડતું ના હોય. પણ તેમની વસાહત નજીકની સરકારી શાળામાં તેઓ ઉત્તરોતર આગળના ધોરણમાં જતા જાય એટલે ભણવા આવેલા સાતમાં ધોરણમાં ભણતા બાળકને વાંચતા ના આવડે તેવું મોટાભાગના કિસ્સામાં બને. 
આવા બાળકોને VSSMના બાલદોસ્તો ખૂબ મહેનત કરીને ભણાવે. ક્યારેક તો આટલું ભણી લેશો તો પછી સાથે નાચીશું તેવી લાલચ પણ આપે. પણ ધીમે ધીમે બધુ ગોઠવાતું જાય.
બસ આ બાળકોને અમારે સ્વપ્ન જોતા કરવાના છે. સ્વપ્ન જોશે તો  જીંદગી બદલાશે તેવો અમને ભરોષો છે. અમારા બાલદોસ્તો પણ આ બાળકોના આંખોમાં સ્વપ્નની કાજળ આંજતા થયા છે અને એટલે જ મહેનત કરીને ભણાવે છે. 
ઉન્નતી હોસ્ટેલની દીકરીઓને પરિક્ષાની તૈયારી કરવાતી બાલદોસ્ત ભૂમી

Monday, 24 October 2016

Children staying with VSSM operated Vatsalya hostel shine at the district level performing art competitions….

Dexterous skills  and performing arts - in the past these  were the two hallmark features that one would associate with the  nomadic communities.  Sadly, with the advent of modern means of entertainment and mechanised productions,  the value and demand for these skills and arts have almost disappeared. There is no doubt that the skill these communities possess are priceless  and such arts and crafts need to be nurtured and promoted. 
Pravin and Vijay with their certificates of appreciation...
VSSM has been striving to preserve this precious inheritance. We have tried to give a contemporary touch to  the Bhavai theatre form, train and equip the artists with better musical instruments, regularly host their performances and much more. While the efforts in the direction continue it is also important that the current generation of these communities remain in-tune with their glorious legacy. 
Thus, while they are staying with us in VSSM operated hostels we try to encourage them into musical performance during the prayer  time and other celebrations in the hostels. The hostels prove to be their learning grounds. 

Recently, during the  Kala Utsav event organised by the  State Government of  Gujarat , two students staying with the VSSM managed and Aarti Foundation supported Vatsalya Hostel performed exceptionally well at the Ahmedabad district level and won laurels for their school. Master Pravin Palali won stood first in the ‘child-poet’ category while Master Vijay Nat bagged the first price in Dholak performance. The received certificates and cash price each. 

Such instances help in bringing back the confidence in the kids as well as strengthens our belief that we are on the right path. A special thank you  to our  Bal-Dosts Valji and Hairkishan for working tirelessly with these children and mentoring them with so much of love and care!!!


VSSM સંચાલીત હોસ્ટેલમાં ભણતા વિચરતી જાતિના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ઝળક્યા
વિચરતી જાતિનો અદભૂત કલાવારસો હતો. એક સમય હતો જ્યારે તેમની કલાની ચોતરફ બોલબાલા હતી. તે પછી નટના ખેલ હોય કે ભવાયાની ભવાઈ. પણ સમાજ વિકાસ થયો તેમાં આ સમુદાયોની પરંપરાગત કલાઓ પણ વિસરાતી ગઈ. VSSM આ સમુદાયોની પરંપરાગત કલાઓને નવા સ્વરૃપમાં લોકો સમક્ષ મુકવાનું કરવા ધારે છે પણ આ ઘણી મહેનત માંગતું કામ સાથે આર્થિક રીતે પણ ખાસા એવા ખર્ચે થનારું કામ છે. પણ તે કરવાનું છે એ નક્કી.
ત્યાં સુધી આ સમુદાયની જે પઢી આપણી પાસે રહીને ભણી રહી છે તે તેમની ગાયન અને વાદન શૈલીમાં આગળ એવા પ્રયત્નો VSSM દ્વારા થઈ રહ્યા છે. 

VSSM સંચાલિત અને આરતી ફાઉન્ડેશન તેમજ સમાજના સહયોગથી ચાલતી વાત્સલ્ય હોસ્ટેલમાં ભણતા બાળકો નિયમિત સાંજે પ્રાર્થનામાં પોતાને ગમતા ભજનો ઢોલક, ખંજરી જેવા વાદ્યો વગાડીને ગાય છે. આ તેમની પ્રયોગશાળા છે.

રાજ્ય સરકાર દ્વારા આયોજીત કલાઉત્સવમાં અમદાવાદ જિલ્લામાં વાત્સલ્ય હોસ્ટેલમાં ભણતા બાળકોમાંથી પ્રવિણ પલાણીનો બાળકવી તરીકે તેમજ વિજય નટનો ઢોલક વાદનમાં પ્રથમ નંબર આવ્યો. બંને બાળકોનું જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં સન્માન થયું અને રોકડ ઈનામ પણ આપવામાં આવ્યા.
વિચરતી જાતિની ભાવી પેઢી તેમની પરંપરાગત આવડતોને આગળ ધપાવે તેવી ઈચ્છાને ઉપરોક્ત બંને વિદ્યાર્થીઓએ અનુમોદન આપ્યું. બંને વિદ્યાર્થીઓને તેમના ભાવી માટે ખુબ શુભેચ્છા અને તેમની પાછળ મહેનત કરવાવાળા બાલદોસ્ત વાલજી, હરકીશનને થેક્યુ...
ફોટોમાં પ્રવિણ અને વિજય પોતાને મળેલા પ્રમાણપત્રો સાથે..