Sunday, 10 April 2022

Education For All - VSSM initiative for Nomadic Communities of Gujarat...

Mittal Patel meets Deepak

“Didi, I  dream of taking my father to a car showroom and buying him a car he desires. Everyone in my village made fun of my dad and me when he decided to enrol me to this hostel. We are Nat, but my father works as a mason. He does not practice our traditional occupation. Everyone would tell me that I, too, am destined to be a mason, not an official. My father aspired to study, but we belong to a community where child marriages are rampant. My parents were also married as kids; hence my father had to forego his dream of studying all the way. When I arrived here, he asked me to study hard; he was prepared to work hard to help me study as much as I wished to. I am here because of my father. I want to make my father’s life better. I want to shut those mouths.”

Deepak is a class 12 student; along with finishing his schooling, he is also attending Para Medical and Nursing course. He aspires to complete his education and do a GNM course. “I want to get a good job and place my first salary in my father’s hands,” wishes Deepak.

“Didi, I could study because of this hostel. Numerous people would have helped so that all of us could attend school. When I begin earning, I  wish to give forward 5% of my earnings for the good of others. I will give it to you.” Such sensitivity deserves salutations.

Four hundred children from various nomadic and marginalised communities stay at VSSM operated hostels and attend mainstream schools in Ahmedabad. You may consider contributing for their future. VSSM is also setting up Vallabh Vidya Vihar, an all-inclusive educational facility near Gandhinagar’s  Pansar. The academic enclave will have the capacity to house and educate 1000 students.

We also request you support the construction of this facility. You may call us on 9099936013 for more details.

'દીદી મારા પપ્પાને ગાડીઓના શો રૃમમાં લઈ જવાનું ને એ જે ગાડી પર હાથ મુકે એ ગાડી લઈ આપવાનું મારુ સ્વપ્ન છે. મને જ્યારે આપણી હોસ્ટેલમાં ભણવા મુક્યો ત્યારે ગામમાં બધા મારા પપ્પાની ને મારી મજાક કરતા. અમે નટ પણ મારા પપ્પા ગાવા વગાડવાનું ન કરે એ કડિયા કામ કરે. તે બધા કહે, કડિયાનો છોકરો મોટો થઈને તગારાં  જ ઉચકે એ સાહેબ થોડો થાય? મારા પપ્પાને પણ ભણવાનું મન હતું પણ અમારામાં નાનપણમાં લગ્ન થઈ જાય તે એમના લગ્ન પણ થઈ ગયા ને એ ભણી ન શક્યા. મને જ્યારે ભણવા મુક્યો ત્યારે એમણે મને આ કહેલું ને તુ ખુબ મહેનત કરજે, તારે જેટલું ભણવું હોય એટલું હું ભણાવીશ એવું એમણે કહેલું.... તે દીદી મારા પપ્પાના લીધે જ હું અહીંયા છું. મારે એમના માટે ઘણું કરવું છે. જે લોકો એમને ટોણા મારે એમની બોલતી બંધ કરવી છે...'

અમારો દીપક આમ ધો.12માં ભણે ને સાથે પેરા મેડીકલ નર્સીંગનો  કોર્સ પણ કરે. એની ઈચ્છા 12 પાસ કરીને GNM કરવાની. સારી નોકરી લઈને પપ્પાના હાથમાં પહેલો પગાર આપવાની દીપકની ઈચ્છા..

 એ કહી, 'દીદી આપણી હોસ્ટેલમાં રહીને હું ભણ્યો. મને ભણાવવા કેટલા લોકોએ મદદ કરી તે હું જ્યારે કમાતો થાઉ ત્યારે મારી કમાણીનો પાંચ ટકા હિસ્સો હું પરમાર્થના કામમાં વાપરીશ.. તમને આપીશ'

દિપકની આ ભાવનાને પ્રણામ કરવા ઘટે.

અમારી હોસ્ટેલમાં વિચરતી જાતિના વંચિત પરિવારોના 400 ઉપરાંત બાળકો ભણે. 

આ બાળકોના ભણતરમાં તમે મદદરૃપ થઈ શકો. 

આવનારા સમયમાં અમે ગાંધીનગરના પાનસરમાં 1000 બાળકો ભણી શકે તેવું વલ્લભ વિદ્યા વિહાર ઉભુ કરી રહ્યા છીએ.. આ બાંધકામમાં પણ આપ સૌને મદદરૃપ થવા વિનંતી.. 

વધુ વિગત માટે 9099936013 પર સંપર્ક કરવા વિનંતી. 

#MittalPatel #vssm


Thursday, 31 March 2022

We have a line of VSSM’s second-generation shaping to take up their role as change-makers...

Mittal Patel with Vishal

 

“You are like a mother to me!”

Vishal tells me through an audio-video clip he made and sent to me on my birthday. ‘There isn’t anyone like my mother,’ were the words of his composition. I was overwhelmed and grateful for the joy God had bestowed upon me.

Vishal is a native of a small village located on the Gujarat-Rajasthan border. The family had constantly reeled under poverty, and the responsibility of raising four children had fallen on his father after his mother passed away when Vishal was a tiny child. As a result, the father struggled to meet the demands of raising them all.

Vishal was in 5th grade when he had arrived at our hostel to study.

“Didi, in the beginning, I never liked staying at the hostel. But, food was the reason I continued staying here. To have a breakfast that included milk and two square meals was a dream come true. Back home, we could afford tea on some days; I don’t remember eating lunch; we ate only one meal, which was dinner. We are raised in deficiency and have endured hunger for as long as we can remember. I never had to worry about food at the hostel, yet I did not like it here.”

Gradually, Vishal began bonding with VSSM’s team. He understood the value of education and became focused on learning. “You, Dimpledidi, Vanitadidi, Bijolbhai, Pravinbhai, Jaybhai, Vijaybhai, everyone emphasises education and maintains that life is nothing without a good education. You all have made us leave our worries to you and focus on our studies. I wanted to fly, and you were the wind under my wings. You had also encouraged my brother to do the same..”

Currently, Vishal studies in 12th grade. He loves photography and filmmaking, but because that profession doesn’t bring steady income, Vishal wants to complete the nurse practitioner course. Nonetheless, we have counselled him that photographers and film-makers earn good money these days, so there is no harm in choosing it as a profession.

“Didi, can you let me shadow you, I will learn photography and videography in the process.” I was delighted to hear this. We have a line of VSSM’s second-generation shaping to take up their role as change-makers. Our Dimpleben takes utmost care in raising the children at our hostels as responsible and well-rounded individuals. And the entire education team of VSSM, including Vanita, Bijol, Pravin, match her enthusiasm. VSSM is indeed lucky to have such dedicated team members. We are also grateful for the support we receive from our well-wishing donors, who fuel our efforts to educate children from some of the most marginalised sections of our society.

'તમે મારી મા જેવા..' 

એવું કહેનાર અમારી હોસ્ટેલમાં ભણતા વિશાલે મારા જન્મદિવસે સરસ વિડીયો એડીટ કરીને મને મોકલ્યો જેના શબ્દો હતા, મેરી મા કે બરાબર કોઈ નહીં... જે સાંભળીને ધન્યતા અનુભવાય.. ને ભગવાનને એણે આપેલા આ સુખ માટે બસ આભાર જ કહેવાય. 

વિશાલનો જન્મ ગુજરાત રાજસ્થાનના બોર્ડર પરના કોઈ ગામમાં થયો. પણ એ સમજણો થાય મા ને ઓળખતો થાય એ પહેલાં જ એની મા આ દુનિયા છોડી ગઈ. છાપરાંમાં રહેતા આ પરિવારનો પીછો દરિદ્રતાએ ક્યારેય છોડ્યો નહોતો ત્યાં વિશાલના પિતાના માથે ચાર બાળકોની જવાબદારી આવી પડી. જેમ તેમ એ બાળકોને મોટા કરવા કોશીશ કરે. 

વિશાલ અમારી હોસ્ટેલમાં પાંચમાં ધોરણમાં હતો ત્યારે ભણવા આવ્યો. એ કહે, 'દીદી હોસ્ટેલમાં શરૃઆતમાં બીલકુલ જ ન ગમે. પણ અહીંયા સૌથી સારુ હતું સવારે દૂધ અને નાસ્તો, બપોર અને સાંજનું જમવાનું મળતું તે. બાકી ઘરે તો સવારે ચા ક્યારેક ક્યારેક મળે બપોરો કર્યાનું તો યાદેય નથી. હા સાંજે એક ટંક જમવાનું બનતું. અભાવ ને ભૂખ સતત વેઠેલી. ત્યારે હોસ્ટેલમાં એ બધી શાંતિ હતી.છતાં ફાવતુ નહોતું'

પણ ધીમે ધીમે વિશાલ અમારા બાલદોસ્તોનો હેવાયો થયો. શિક્ષણના મહત્વને સમજ્યો ને પછી તો શું ચોટી બાંધી બેસી ગયો ભણવા. એ કહે, 'તમે ડીમ્પલદીદી, વનીતાદીદી, બીજોલભાઈ, પ્રવિણભાઈ, જયભાઈ વિજાયભાઈ બધા એક જ વાત કરો, ભણો ભણ્યા વગર જીવન નથી.. અને બીજી બધી ચિંતા મારા માથે છોડી દો. બસ પછી તો શું દોડવું તો ને ઢાળ મળ્યો. મારા મોટાભાઈએ પણ મને પ્રોત્સાહીત કર્યો' 

હાલ વિશાલ અમારી હોસ્ટેલમાં ધો.12માં ભણે. એને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી ખુબ ગમે. પણ એમાં ઝાઝા પૈસા ન મળે તો એટલે નર્સીગનો કોર્સ કરીશ એવું એ કહે. . જો કે અમે કહ્યું, ફોટોગ્રાફી, વિડીયો ગ્રાફીમાંય ઘણા પૈસા મળે.. એટલે એ ફીલ્ડમાં આગળ વધવામાં વાંધો નથી..

ત્યારે વિશાલે કહ્યું, 'દીદી મને તમારી સાથે રાખો ને? વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી મને શીખવાડો હું આપણું કામ કરીશ...' 

એની આ વાત સાંભળીને રાજી જ થવાયું.. અમારી બીજી પેઢી તૈયાર થઈ રહી છે જે vssm ને આગળ સંભાળવાની છે..

અમારી હોસ્ટેલમાં ભણતા આ બધા બાળકોને કેળવવાનું એમનું ધ્યાન રાખવાનું અમારા ડીમ્પલબેન ખુબ ચીવટથી કરે ને એમને સાથ આપે વનીતા, બીજોલ, પ્રવિણ ટૂંકમાં આખી ટીમ... આવી સરસ ટીમ મળ્યાનો આનંદ છે..

વળી આ કાર્યો કરી શકાયે છીએ સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનોની મદદના   લીધે.. તમારી સતત મળતી મદદ માટે આભારી છું. 

#MittalPatel #vssm #careerdevelopment #careforothers #education #changinglives #makesomeonesmile #smilemore #educationforall

Saturday, 1 January 2022

The children at VSSM operated hostels are raised to imbibe the ethos of the phrase Vasudhaiv Kutumbkam...


Little  Bharati and Kokila had been arguing with Mittal Patel
for letting Urmila and Kailash stay at Kakar Hostel

 “Didi, please don’t take Urmiladidi and Kailashdidi from here!”

“Why?”

“We will not like without them. Can’t you let them be here?”

“But they have to study further, they will have to leave.”

“Please don’t do that!!”

Little Bharti and Kokila had been arguing with me for letting Urmila and Kailash stay at Kankar Hostel. VSSM has just began operating the Hostel at Kakar settlement it has built for the children of Vadi community.  The Vadi community continues to migrate for work as a result the education of their children is compromised as children do get enrolled but cannot continue with the school because they need to tag their parents. The hostel allows the parents to keep their children with us while they continuously  wander for work.

Urmila and Kailash have been studying with VSSM operated hostel at Ahmedabad. They finished their 12th grade recently.  Very soon they will be joining the Nursing College at Goraj near Baroda. Shri Piyushbhai (Jewelex Foundation) has helped us with their fees.

Since there was some time in between (the college begins in January) Dimpleben arranged for the girls to volunteer at the newly set up Kakar hostel.  During their tenure at Kakar hostel both the girls bonded so well with the little ones at Kakar that it was difficult to bid adieu now that their college begins. Children at Kakar learnt that Urmila-Kailash were to leave hence they started persuading me to let the duo stay at Kakar. Kokila and Bharti led the chorus. “Didi, we had so much fun with all of them that we will want to spend all or vacations with these children,” Kailash-Urmila tell me.

The children at VSSM operated hostels are raised to imbibe the ethos of the phrase Vasudhaiv Kutumbkam (the world is one family), the reason these children shower so much affection on each other.

Well, I could not obey Bharti and Kokila’s request but did promise Kailash and Urmila to bring them at Kakar during their vacations.

Such episodes make you believe that  world could definitely be a glorious place if each of us showered such affection on the other. 

'દીદી તમે ઊર્મીલાદીદી અને કૈલાશદીદીને અહીંયાથી લઈ નહીં જાવ ને?'

'કેમ?'

'અમને એમના વગર ના હોરવે.. તમે એમને અહીંયા જ રાખો ને?'

'પણ એ બેઉને તો આગળ ભણવાનું છે તો જવું તો પડશે..'

'ના એમ ના કરો...'

મારી સાથે ઊર્મીલા ને કૈલાશને ન લઈ જવા દલીલ કરી રહી હતી નાનકડી ટબુડિયો ભારતી અને કોકીલા..

બનાસકાંઠાના કાકરમાં અમે ફુલવાદી વસાહતમાં એમના બાળકો ભણી શકે તે માટે હોસ્ટેલ શરૃ કરી. મૂળ મા-બાપ કામ ધંધા માટે ઘણું વિચરણ કરે ને બાળકોને પણ સાથે લઈ જાય. એટલે બાળકોનું ભણવાનું બગડે તે હોસ્ટેલ હોય તો બાળકોને મુકીને જઈ શકે માટે.

ઊર્મીલા અને કોકિલા અમદાવાદમાં ચાલતી અમારી હોસ્ટેલમાં રહીને ધો.12 ભણી. આ બેઉને નર્સીગ ભણવું હતું તે વડોદરાના ગોરજમાં આવેલી નર્સીગ કોલેજમાં એમને પ્રવેશ મળ્યો. બેઉની ફી ભરવામાં અમને આદરણીય પિયુષભાઈ જવેલેક્ષ ફાઉન્ડેશને મદદ કરી. 

આ બે દીકરીઓની કોલેજ જાન્યુઆરીથી શરૃ થવાની. તે બેઉને કાકરમાં શરૃ કરેલી અમારી હોસ્ટેલમાં મહિનો સેવા આપવા જવાનું અમારા ડીમ્પલબેને ગોઠવ્યું. 

કૈલાશ અને ઊર્મીલા કાકર ગયા ને બાળકો ભેગા એવા હળી મળી ગયા કે હવે બેઉની કોલેજ શરૃ થવાનો ને કાકરથી વિદાય લેવાનો વખત થયો.. 

હોસ્ટેલમાં ભણતા બાળકોને આ ખબર પડી એટલે આ બેઉને નહીં લઈ જાવની ભલામણ શરૃ થઈ.

કોકીલા ને ભારતી એ માટે પહેલ કરી ને પછી હોસ્ટેલની બધી ટાબરે પણ ન લઈ જાવનું રટણ...

કૈલાશ ને ઊર્મીલાને પણ આ બાળકો સાથે મજા પડી એમણે કહ્યું, દીદી દરેક વેકેશનમાં હવે અમે આ બાળકો પાસે જ આવીશું. 

અમારા ત્યાં ભણતા બાળકોને અમે સમગ્ર વિશ્વ એક કુટુંબની ભાવના શીખવીએ.. એટલે જ આ બાળકો એકબીજા પ્રત્યે આટલું હેત રાખી શકે. 

પણ આવું હેત સૌ એકબીજા પર વર્ષાવે તો દુનિયા કેવી મજાની થઈ જાય નહીં?

ફોટોમાં કોકીલા અને ભારતી જે દીદીને ન લઈ જવા કહી રહી છે તે મારી પાછળ.. ને હોસ્ટેલના એ હોલની બહાર નીકળીને  તો બધા એકદમ ઘેરી વળીને ન લઈ જવાની વાત ફોટોમાં જોઈ શકાય...

#MittalPatel #vssm

Mittal Patel with the nomadic children at our kakar hostel

VSSM has just began operating the Hostel at Kakar settlement
it has built for the children of Vadi community

Little Bharati and Kokila meets Mittal Patel



Thursday, 23 December 2021

It has been our dream to help children like Meera and Chetan realise their dream...

Mittal Patel meets Meera and Chetan

Meera and Chetan are residents of Surendranagar’s Dudhrej, a town that has large settlements nomadic and de-notified communities. Most children of these communities do not go to school, reason being the highway that passes from between the school and settlement. There is a looming fear of accidents while crossing the highway. The parents resent sending their children to school. VSSM had appealed to the concerned authorities for sanctioning a school at the settlement.  Our team member, Harshadbhai remained persistent in following up the appeal. Consequently, we had school at up till 8th grade at the settlement.

When at the settlement recently, I happen to meet Meera and Chetan.  I am very fond of Madhu, Meera’s mother. Chetan’s father Kishanbhai is an expert flute player. He too is dear to us. We never had to tell these parents to educate their children.

“Didi, we have finished studies upto 8th grade, we do not have a high school here. I want to study further, take me with you please!” Chetan tells me. Meera too joins in. I have decided to bring both of them to our hostel in June 2022.

It has been our dream to help children like Meera and Chetan realise their dream. Our very dear and respected Shri Chandrakant Gogri has given us land In Pansar near Gandhinagar to build an institute to educate 1000 such children. Very soon we shall be commencing the construction of Vallabh Vidya Vihar, an all-inclusive enclave for educational and vocational training of children from marginalised communities of Gujarat.  It will help us live our pledge of providing life skills and raise responsible citizens of tomorrow.

મીરા અને ચેતન સુરેન્દ્રનગરના દૂધરેજમાં રહે. 

દૂધરેજમાં વિચરતી જાતિઓની વસતિ ઘણી. બાળકોય ઘણા પણ નિશાળમાં જવાનું ખાસ કરે નહીં. મૂળ ગામની નિશાળ ને વસાહતની વચમાં ધ્રાંગધ્રા હાઈવે આવે. તે મા-બાપને અકસ્માતનો ભય લાગ્યા કરે. 

અમે આ પરિવારો જ્યાં રહેતા ત્યાં જ નિશાળ બનાવી આપવા સરકારમાં રજૂઆત કરી. અમારો હર્ષદ એ માટે સતત મથે. આખરે નિશાળ થઈ. ધો.8 સુધી બાળકો ત્યાં ભણે..

હમણાં વસાહતમાં જવાનું થયું તે વેળા મીરા અને ચેતન મળ્યા. મીરાની મા મધુ મને પ્રિય ને ચેતનનો બાપ કિશન અચ્છો વાંસળી કલાકાર. એય પ્રિય. બાળકોને ભણાવજો એવું અમારે આ બેયના મા-બાપને કહેવું ન પડે.

ચેતને કહ્યું, દીદી આઠ ધો. પાસ થઈ ગયો હવે અહીંયા નિશાળ નથી મને તમારી સાથે આવવું છે તો મીરાએ પણ કહ્યું, મને પણ લઈ જાવ ને...

જૂન 2022માં બેઉને અમારી હોસ્ટેલમાં લઈ આવવાનું નક્કી....

ગાંધીનગર પાસેના પાનસરમાં આવા 1000 થી વધુ બાળકોને રાખીને ભણાવી શકાય તે માટે અમારા ખુબ જ આદરણીય અને પ્રિય ચંદ્રકાન્તભાઈ ગોગરીએ જમીન લઈ આપી છે. આવનારા દિવસોમાં ત્યાં વલ્લભ વિદ્યા વિહાર ઊભુ થશે જ્યાં બાળકો વિવિધ વ્યવસાયલક્ષી તાલીમ સાથે શિક્ષણ મેળવશે ને દેશના અચ્છા નાગરિક બનશે... 

જીવનલક્ષી શિક્ષણ આપવાની અમારી નેમ... 

#MittalPatel #vssm

Tuesday, 19 October 2021

We are grateful to all of you for enabling us to support the education of these children...

Mittal Patel with students who have been studying with 
VSSM's hostel

“Didi, may we come in?”

5 students from our hostel who now pursue Engineering Diploma came to see me in my office. 

All these students have been studying with VSSM’s hostels from when it functioned at Dodiya, Surendranagar and Radhanpur in Patan. And when the hostel at Ahmedabad was up and running, these boarders along with others also moved to Ahmedabad. 

The community these students belonged, marries off their children early, the responsibility to earn living falls on their shoulders early hence, it is pertinent for the children to begin earning early in life. This was the reason VSSM’s Dimpleben decided to enrol them in Diploma in Engineering program at Ganapat University. Sachin and Mahesh pursued Diploma in Automobile Engineering, Rohit and Raveen did Diploma in Electrical Engineering while Jeevan enrolled in ITI Mechanical program. All of them are in the second year of their program. Initially, it was challenging to comprehend the studies in English, but our Education team members Vanita, Bijol led by Dimpleben, provided the support and encouragement they required to carry on. Eventually, their continued efforts paid off as the students settled well with the curriculum. 

“We have come to seek your blessings as we appear for standard 12th exam as external students.” All five spoke together. 

“Our blessings are always with you, will you be taking up a job on finishing the Diploma or?”

“We wish to enrol for the degree program.” quick came their collective response. 

“Will your families allow? And marriage…?”

“Didi, I am married!” one of them spoke before I could finish my sentence. “But we have told my family not to bring the wife home until I finish my studies.”

“I am engaged,” said another. “We get married when our elder sister or brother is getting married. This way our families are spared from double expenses. But do not worry, I will first finish my studies.”

“Are you all firm on your decision?”

“Absolutely.”

“After seeing us doing good, other students from our village also want to come and study here.”

“That is wonderful. But if the boys will study and the girls aren’t allowed to, the balance will get skewed. Ensure that girls of your community are also encouraged to study.”

Everyone affirmed. 

“I appreciate you want to pursue further education, but what will you do with a degree in Arts?”

“Didi, we want to study as much as we can. It is good that we study, right?”

And I am glad the children from such marginalised communities are not hungry for receiving education. After talking to me, all of them requested a picture together. 

We are grateful to all of you for enabling us to support the education of these children. Your assistance has certainly provided them with a better tomorrow.

'દીદી આવીએ...' અમારી હોસ્ટેલમાં ધો.10 ભણીને હવે ડીપ્લોમાં એન્જીન્યરીંગ ભણી રહેલા પાંચ વિદ્યાર્થીઓ મારી ઓફીસમાં આવ્યા..

આમ તો આ પાંચેય ટાબર હતા ત્યારથી અમારી હોસ્ટેલ જે પહેલાં સુરેન્દ્રનગરના ડોળિયામાં અને પાટણના #રાધનપુરમાં ચાલતી એમાં ભણતા. એ પછી અમદાવાદમાં સદવિચાર પરિવારના કેમ્પસમાં હોસ્ટેલ તબદીલ કરી ને આ બાળકોની સાથે અન્ય બાળકો પણ અમદાવાદ આવ્યા.

આ પાંચેય જે સમાજમાંથી આવે એમાં લગ્ન વહેલાં થઈ જાય ને પરિવારની જવાબદારી પણ વહેલાં આવે. આવામાં બાળકો ઝડપથી પગભર થાય તે જરૃરી. 

એટલે જ ધો.10 પાસ કર્યા પછી પાંચેયને #ગણપત_યુનિવર્સીટીમાં ચાલતા ડિપ્લોમાં કોર્સ જેમાં સચીન અને મહેશને ઓટોમોબાઈલ, રોહીત અને રવીને ઈલેક્ટ્રીકલમાં તો જીવણને આ.ટી.આઈ.મીકેનીકલમાં પ્રવેશ અપાવ્યો. 

એક વર્ષ આ પાંચેયે પૂર્ણ કર્યું હવે બીજા વર્ષમાં આવ્યા. પહેલાં અંગ્રેજીમાં ભણવાનું થોડું કપરુ લાગતું. પણ અમારી ટીમના ડિમ્પલબેન, વનીતા, બીજોલ સતત તેમને જુસ્સો પુરો પાડે. એમના સતત પ્રયત્નોથી જ આ બાળકો ત્યાં ટક્યા ને હવે તો ફાવી ગયું. 

'ધો.12ની પરિક્ષા એક્સટર્નલ તરીકે આપવા આવ્યા છીએ દીદી.. આશિર્વાદ આપો' એવું પાંચેય કહ્યું.. 'આશિર્વાદ તો હંમેશાં.. પણ ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી નોકરીએ લાગી જશો કે?'

'અમારી ઈચ્છા ડિગ્રી કરવાની છે..' 'ઘરવાળા કરવા દેશે.. લગ્ન...'

હજુ વાક્ય પૂર્ણ થાય એ પહેલાં જ પાંચેમાંથી એકે કહ્યું, 'મારા થઈ ગયા દીદી.. પણ મે ઘરવાળાને કહી દીધું કે, ભણવાનું ન પતે ત્યાં સુધી એને તેડી લાવવાની નહીં.. '

તો બીજાએ કહ્યું, 'મારી સગાઈ થઈ ગઈ દીદી.. અમારામાં મોટાભાઈ કે બહેનનું કરે ભેગા ભેગું નાનાનુંયે ગોઠવી દે... પણ ચિંતા ન કરો ભણવાનું નહીં બગાડીએ...'

'મક્કમ છો?''એકદમ દીદી...'

'અમને જોઈને હવે આપણી હોસ્ટેલમાં અમારા ગામથી બીજા છોકરાં પણ ભણવા આવવાના છે... '

'બહુ સરસ.. પણ બધા છોકરાં ભણી જશે ને દીકરીઓ નહીં ભણે તો બેલેન્સ બગડી જશે માટે દીકરીઓને પણ ભણવા આવવા પ્રોત્સાહીત કરજો... 'બધાએ એક સૂરે હા કહી...

'ડીગ્રી કરવી છે તો ધો.12 આર્ટસની ડીગ્રી લઈને શું કરશો?' 

'દીદી જેટલું ભણાય એટલું ભણવાનું.. ભણીએ એ તો સારુ કહેવાય ને?'

ચાલો ભણતરની હોંશ થઈ એનો રાજીપો... એ પછી પાંચેય પરિક્ષા આપવા ગયા.. એ પહેલાં દીદી એક ફોટો.. જે પાડ્યો ને અહીંયા વહેંચ્યો... 

આ બાળકોના ભણતરમાં શરૃઆતથી આરતી ફાઉન્ડેશન અમારા ચંદ્રકાન્તભાઈ ગોગરી મદદ કરે.. સાથે અન્ય પ્રિયજનો પણ ખરા આપ સૌ પ્રિયજનોનો આભાર.. એમની મદદથી બાળકો ઉજ્જવળ ભવિષ્યને પામશે. 

#MittalPatel #vssm Ganpat University - GUNI, India Dimple Parikh

Saturday, 18 September 2021

Sapna has big dreams and she has been an inspiring change within her community...

Mittal Patel with joyous Sapna and Dimpleben

"Didi, I have passed with 87% marks!" Sapna shared as she entered my office. Small-boned Sapna has big dreams and she has been an inspiring change within her community.

Sapna hails from Amirgadh, her mother is a domestic helper. Sapna aspired to be an IT Engineer, but it was beyond the means of her menial wage-earning mother to fulfil Sapna’s dreams. Fate brought her to our hostel, from where she went on the join Ganapat University's IT Engineering Diploma Program. The initial months were challenging as she could not comprehend English and blending with peers conversing in English was difficult. However, the continuous support and mentoring by Dimpleben and VSSM’s education team members Vanita, Bijol, Vijay, Kokila helped boost Sapna’s confidence to blend into the new learning space. 

A little while ago, Sapna brought her aunt’s daughters to meet us. “Didi, they also want to study,” she shared. Sapna’s words were music to my ears and the fact that she inspired this change in mindset made our efforts worthwhile. Sapna also wants to continue studying for a degree once she has finished her Diploma studies. We are thrilled at the fact that Sapna has bigger dreams.

The efforts Dimpleben, Vanita, Bijol, Vijay, Jay, Kokila and others pour into these children helps them embark upon a brighter future. And we are grateful to all of you for fuelling these massive efforts to help us educate first-generation learners.

In the picture – a joyous Sapna with Dimpleben and me. 

સપનાં ઝીણકી એવી.. ઓફીસ પર આવી અને કહ્યું દીદી મારે 87% આવ્યા.

સપના અમીરગઢની. એની મમ્મી ઘરકામ કરે. 

સપનાની ઈચ્છા IT એન્જીનીયર બનવાની. પણ ઘરકામ કરતી મા માટે સપનાનું આ સ્વપ્ન પૂર્ણ કરવું મુશ્કેલ?

અમારી હોસ્ટેલમાં એ ભણે. 10 પાસ કર્યું ને ગણપત યુનીવર્સીટીમાં અમે એને આઈટી એન્જીનીયરીંગ ભણવા મુકી.

શરૃઆતમાં તો અગ્રેજી ન ફાવે. અન્ય બાળકો સાથે તાલમેલ કરવો પણ અઘરો પડે. પણ અમારા ડિમ્પલબેન અને VSSMની શિક્ષણનું કાર્ય જોતી અમારી ટીમ વનિતા, બીજોલ, વિજય, કોકીલા વગેરે એને સતત સમજાવતા રહ્યા છેવટે સપનાં ગોઠવાઈ ગઈ.

થોડા સમય પહેલાં સપનાં એના માસી અને એમની દિકરીઓને લઈને હોસ્ટેલ પર આવી. દીદી આ લોકોને પણ ભણવું છે... સાંભળી રાજી થવાયું. એ ભણી એને જોઈને બીજાને પ્રેરણા મળી..

એને ડીપ્લોમા પત્યા પછી ડીગ્રી કરવું છે.. સપનાં સ્વપ્ન જોતી થઈ એનો રાજીપો...

ડીમ્પલબેન, વનિતા, બીજોલ, વિજય, જય, કોકીલા વગેરે સૌ કાર્યકરોની મહેનતથી આવા ઘણા બાળકો ઉજ્જવળ ભવિષ્ય તરફ પગરણ માંડશે...

આપ સૌ પ્રત્યે રાજીપો..

ફોટોમાં સપનાં વચ્ચેને બાજુમાં ડીમ્પલબેન...


Saturday, 10 July 2021

The kiddos at our hostel...

Mittal Patel with nomadic children

The kiddos at our hostel…

How splendid they look in their white coats, their uniforms for a nursing course. Most of these children have been with us from a very young age. Rajal, Priyanka, Punam, Drashti, Neha, Rakesh, Parul, Roshni… We remember the times when they cried their heart out as they waved goodbye to their parents on arriving at the hostel after schools re-opened. “We do not wish to study take us back home, take us along with you…” they would chase their parents as they left the hostel premises.

And we would keep lecturing them on the importance and need to study, what would happen if they did not go to school while tears rolled down their eyes… All this crying and cajoling would continue for an hour following which they would make themselves comfortable in the hostel. And while chatting casually if we asked why the need for so much drama “Don’t know why it’s just that we missed home.” And when at home for holidays they keep calling us to inquire when the hostels would re-open? Why? Because they missed hostel…

Such sweet girls of ours, time flies, look how much they have grown.

 “We have your pictures, you as kids!!”

“Didi, please don’t show them to anyone!” they tell me while watching their younger selves on a computer screen.

Seventeen of these girls had been enrolled to Certified Course for Para-medical run by Shalby Academy and National Council of Paramedical, Delhi.

The girls have grown up, there are monetary expectations from home, there is also some pressure to marry them off. This course will help them find jobs quickly. Our dream is to make them financially independent. Along with the course, they do continue with their education. 

The fees to this course is Rs. 36,000 of which Shalby Hospital paid Rs. 16,000 and Rs. 20,000 was borne by VSSM with contribution from our dear Jayeshbhai and Darshil Rambhiya through their Apex Foundation and respected Jayprakashbhai Shah’s Valchand Engineering Alumni Group. We are immensely grateful for the support they have provided.

VSSM’s Dimpleben’s role to mentor the children to aspire for a goal and drive them to achieve it, she has relieved me from a lot of worries with regards to these children. It is she who efficiently handles (breaks her head) both,  the kids and their parents try to convince and explain to them why VSSM does what it does for the kids. With her Vanita, Bijol, Kokila, Vijay, Jay, Pravin…  the perseverant and hardworking team members VSSM is  proud to have.

Children, may almighty bless you with success and happiness, work hard and raise the name of your parents and work for the betterment of the poor and needy.

અમારી હોસ્ટેલમાં ભણતી ટાબર... 

સફેદ નર્સીંગના ડ્રેસમાં બધા કેવા મજાના લાગે.. આમાંના મોટાભાગના તો સાવ નાના નાના હતા ત્યારથી અમારી સાથે.. રાજલ, પ્રિયંકા, પૂનમ, દૃષ્ટ્રી, નેહા, રાકેશ, પારુલ, રોશની.. આમ તો મોટાભાગનાને નિશાળ ખુલે એ વખતે મા- બાપ મુકવા આવે ને મુકીને પાછા ફરવાનું કરે ત્યારે સાથે જવા આ બધા કેવા ઘમપછાડા કરતા. અમારે નથી ભણવું. મને લઈ જાવ.. ને ક્યારેક તો મા- બાપની પાછળ દોટ પણ મુકે...

આંખોમાંથી ગંગા જમના વહેતી હોય ત્યારે અમે ભણવું પડે, ના ભણીએ તો શું થાયના ભાષણ આપતા... જો કે આ બધુ સ્મશાન વૈરાગ્યુ જેટલું જ ચાલે કલાકમાં તો પાછા હોસ્ટેલમાં એકદમ સેટ.. પછી પુછીએ કે આવું કેમ કર્યું તો કહે, ખબર નહીં, ઘર બહુ યાદ આવતું હતું. પાછા આ બધા વેકેશનમાં ઘરે જાય પછી ફોન કરીને દીદી હોસ્ટેલ ક્યારે ખુલશે એ પુછી પુછીને માથુ દુઃખવાડી દે..

આવા મીઠડા ટબુડા... ફોટોમાં જુઓ કેવડા મોટા થઈ ગયા. અમે કહીએ તમારા નાનપણના બધા ફોટો અમારી પાસે છે ક્યારેય હું કામ કરતી હોવું ને ઓફીસમાં આવી જાય ને બતાવું તો શરમાઈ જાય..ને કોઈને બતાવતા નહીં હો દીદી એવું કહે...

આવી આ ટાબરમાંથી 17ને શેલ્બી એકેડમી સંચાલીત અને National Council of Paramedical, Delhiના જોડાણથી ડીપ્લોમા પેરા મેડીકલ સર્ટીફાઈડ કોર્સમાં અમે દાખલ કર્યા. 

હવે મોટા થયા ઘરના પણ એમની પાસેથી કમાઈને કાંઈ આપે એવી અપેક્ષા રાખે. દીકરીઓને લગ્ન માટે હા પાડવા ઘરમાંથી થોડું દબાણ પણ થઈ રહ્યું છે. ત્યારે આ કોર્સ થકી ઝડપથી બધા નોકરીએ વળગી શકશે. મૂળ આ બધા પગભર થાય એ અમારુ સ્વપ્ન જે સાકાર થવાનું. વળી નર્સીગની સાથે આગળ ભણવાનું તો પાછુ ચાલુ જ છે.. 

આ કોર્સ માટે પ્રત્યેક બાળકની ફી 36,000 જેમાંથી શેલ્બી હોસ્પીટલે Astral Foundation થકી 16,000 આપ્યા ને 20,000 VSSM સાથે સંકળાયેલા પ્રિય જયેશભાઈ અને દર્શીલ રાંભિયા થકી અપેક્સ ફાઉન્ડેશને તેમજ આદરણીય જયપ્રકાશભાઈ શાહ - વાલચંદ એન્જીનીયરીંગ આલ્મનાઈ ગ્રુપે આપ્યા.. આપનો સૌનો ખુબ આભાર...

બાળકોને આ મંજીલ સુધી પહોંચાડવામાં અમારા ડીમ્પબેનની ભૂમિકા મુખ્ય. એ સાથે છે એટલે મારી કેટલીયે ચિંતા હળવી થઈ ગઈ છે. ડિમ્પલબેન બધા જ બાળકો અને વાલીઓ સાથે કેટલી માથાકૂટ કરે. મૂળ સમજાવવું એ સૌથી મોટુ ટાસ્ક..પણ એ બધુ બખુબીથી કરે ને એમને વનિતા, બિજોલ, કોકિલા, વિજય, જય, હર્ષદ, જલ્પા, પ્રવિણનો  સાથ મળે. એ ન મળે તો આ બધુયે પાછુ અઘરુ....આવી મજબૂત ટીમ VSSM પાસે હોવાનું ગૌરવ..

બચ્ચાઓ ખુબ પ્રગતિ કરજો ને તમારુ ને માબાપનું નામ રોશન કરજો.. ને ભણી ગણીને બીજા દિન દુઃખીયાની સેવા કરજોના આશિર્વાદ

#MittalPatel #VSSM Dimple Parikh

#education #educationforall #proud

#girls #girlchild #socialdevelopment

#nomadic #denotified #ahmedabad



Nomadic children who had been enrolled to Certified Course for 
Para-medical

Mittal Patel with nomadic girls

Most of these nomadic girls are with us from the very
young age